બ્રહ્મપુત્રા નદી
બ્રહ્મપુત્રા ત્સાંગ પો, દિહાંગ, જમુના | |
---|---|
ગૌહાટી, આસામમાં બ્રહ્મપુત્રા | |
બ્રહ્મપુત્રા નદીનો માર્ગ | |
વ્યુત્પત્તિ | સંસ્કૃત: ब्रह्मपुत्र: બ્રહ્માનો પુત્ર. |
સ્થાન | |
દેશો | |
સ્વતંત્ર પ્રદેશ | તિબેટ |
શહેરો |
|
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | ચેમયુંગ હિમશીખર, માન સરોવર |
⁃ સ્થાન | હિમાલય |
⁃ અક્ષાંસ-રેખાંશ | 30°23′N 82°0′E / 30.383°N 82.000°E |
⁃ ઊંચાઇ | 5,210 m (17,090 ft) |
નદીનું મુખ | ગંગા નદી |
• સ્થાન | ગંગાનો મુખપ્રદેશ |
• અક્ષાંશ-રેખાંશ | 25°13′24″N 89°41′41″E / 25.22333°N 89.69472°E |
• ઊંચાઈ | 0 m (0 ft) |
લંબાઇ | 3,969 km (2,466 mi).[૧] |
વિસ્તાર | 651,334 km2 (251,481 sq mi) |
સ્રાવ | |
⁃ સ્થાન | ગંગા નદીનો મુખપ્રદેશ |
⁃ સરેરાશ | 19,824 m3/s (700,100 cu ft/s)[૨] |
⁃ ન્યૂનતમ | 3,105 m3/s (109,700 cu ft/s) |
⁃ મહત્તમ | 100,000 m3/s (3,500,000 cu ft/s) |
સ્રાવ | |
⁃ સ્થાન | બ્રહ્મપુત્રા મુખત્રિકોણ (બ્રહ્મપુત્રા/મેઘના - વિસ્તાર: 712,035 km2 (274,918 sq mi) |
⁃ સરેરાશ | 25,000 m3/s (880,000 cu ft/s) |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | ગંગા નદી |
ઉપનદીઓ | |
• ડાબે | લ્હાસા, નવાંગ, પારલુંગ ઝાંગબો, લોહિત, નાઓ ધિહિંગ, બુરી ધિહિંગ, ડાંગોરી, દિસાંગ, દિખહો, ઝાન્જી, ધાસીરી, કોલોંગ, કોપીલી, ભોરોલુ, કુલ્સી, ક્રિસ્નાઇ. |
• જમણે | કામેંગ/જિઆ ભોરોલી, માનસ, બેકી, રાઇડેક, જાલધાકા, તીસ્તા, સુબાંસીરી, જિઆ ધોલ, સિમેન, પાગ્લાડિયા, સોનકોશ, ગદાધર. |
બ્રહ્મપુત્રા નદી તિબેટ, ઉત્તર-પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાંથી વહેતી નદી છે. તે વહેણ વડે વિશ્વની ૯મી સૌથી મોટી અને ૧૫મી સૌથી લાંબી નદી છે.
વિવિધ નામો
[ફેરફાર કરો]તે તિબેટમાં ત્સાંગ પો, અરુણાચલમાં દિહાંગ, આસામમાં બ્રહ્મપુત્રા અને બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખાય છે.
ઉદગમ અને માર્ગ
[ફેરફાર કરો]બ્રહ્મપુત્રા નદી તિબેટના માન સરોવરમાંથી નીકળે છે. તે તેના ઉદગમથી ૧,૧૨૫ કિ.મી. અંતર સુધી પૂર્વમાં વહે છે. ત્યાંથી દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ચીનમાં તે મુખ્ય હિમાલય પર્વતમાળાની દક્ષિણે નીએન ચેન તાંગલા સુધી વહે છે. ત્યાંથી પૂર્વ હિમાલયને ભેદીને અરુણાચલના સિયાંગ ઉપવિભાગ પાસે ઈશાન ભારતમાં પ્રવેશે છે. અહીં તે દિહાંગ નામથી પણ ઓળખાય છે. અહીં તે નૈઋત્ય તરફી વળાંક લે છે અને ૭૨૦ કિ.મી. જેટલી આસામની ખીણમાંથી પસાર થાય છે. ત્યાંથી તે દક્ષિણ તરફ ફંટાઈને બાંગ્લાદેશમાં પ્રવેશે છે. અહીં તે ગંગા અને મેઘના નદીઓ સાથે મળીને સુંદરવન નામનો વિશાળ મુખત્રિકોણ પ્રદેશ રચે છે. આખરે તે બંગાળના ઉપસાગરને (બંગાળની ખાડી) મળી જાય છે.
સહાયક નદીઓ
[ફેરફાર કરો]બ્રહ્મપુત્રા નદીને માનસ, સુબનસીરી, ધાનસીરી, કામેંગ, તિસ્તા, જયભોરેલી, દિસાંગ, કોપલી, લોહિત જેવી ૨૪ સહાયક નદીઓ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Scientists pinpoint sources of four major international rivers". Xinhua News Agency. 22 August 2011. મૂળ માંથી 3 May 2016 પર સંગ્રહિત. મેળવેલ 8 September 2015.
- ↑ Webersik, Christian (2010). Climate Change and Security: A Gathering Storm of Global Challenges. ABC-CLIO. પૃષ્ઠ 45. ISBN 978-0-313-38007-5. મૂળ સંગ્રહિત માંથી 13 June 2022 પર સંગ્રહિત. મેળવેલ 12 October 2021.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Brahmaputra સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |