લખાણ પર જાઓ

ગલ્તાજી

વિકિપીડિયામાંથી


તળાવનું નિમ્ન સ્તરીય તળાવ.
મંદિરનું વિહંગાવલોકન.

ગલ્તાજી એ એક પ્રાચીન હિંદુ જાત્રા સ્થળ છે જે ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરથી ૧૦કિમી દૂર છે. તે જયપુર આગ્રા હાય-વે પર સિસોદીયા રાની કા બાગની નજીક આવેલ છે. અહીં મંદિરો, બંગલીઓ, પ્રાકૃતિક ઝરણા અને પવિત્ર કુંડ આવેલા છે.

એમ કહે છે કે સંત ગલાવ એ પોતાનું જીવન અહીં વિતાવ્યું અને સાધના કરી.

અહીંનું મુખ્ય મંદિર ગલ્તાજીનું છે અને તે એક વિશાળ સંકુલ છે. અહીં ઘણાં વાંદરાઓ રહે છે તે કારણે તે ખૂબ પ્રખ્યાત છે. નેશનલ જીઓગ્રાફીક ચેનલ પર આ મંદિર સંબંધી પ્રસારણ પણ કર્યું હતું. આ મંદીર પાસે ઘણાં શામિયાણા છે જેની છત ગોળાકારે છે, કોતરણી કરેલ થાંભલા છે અને ચિતરેલી દિવાલો છે. આ મંદિર સંકુલ પ્રાકૃતિક ઝરણા અને તળાવોથી ઘેરાયેલ છે અને તેમને પવિત્ર ગણવામાં આવે છે. અહીં સાત કુંડ છે અને ગલતાજી કુંડને સૌથી પવિત્ર ગણાય છે. ઘણાં લોકો મકર સંક્રાંતિના દિવસે અહીં ના કુંડમાં સ્નાન કરે છે.

અહીં એક અન્ય મંદિર સંકુલ છે તે છે બાલાજી મંદિર. એહ અન્ય નોંધનીય મંદિર છે સૂર્ય મંદિર જે ૧૮મી સદીમાં બનાવાયેલ છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

Galtaji Info