ગુજરાત પોલીસ
ગુજરાત પોલીસ ગુજરાત રાજ્યની કાયદા સુરક્ષાની સંસ્થા છે. તેનું મુખ્ય મથક રાજ્યના મુખ્ય મથક ગાંધીનગર ખાતે આવેલું છે.
ગુજરાત પોલીસના વડા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) છે. તેમના હાથ નીચે ૪ કમિશ્નરો હોય છે: અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત. ગુજરાત પોલીસ દળને સાત વિસ્તારો અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જુનાગઢ અને સીમા વિસ્તારમાં વહેંચવામાં આવ્યું છે. વધુમાં, ૨૬ જિલ્લાઓ અને પશ્ચિમ રેલ્વે પોલીસ વિભાગો આવેલા છે.
વધુમાં પોલીસ દળને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવેલ છે: ક્રાઇમ, એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ઇન્ટેલિજેન્સ શાખા. ૨૦૦૭-૦૮ દરમિયાન વિવિધ શહેરોમાં થયેલા બોમ્બ ધડાકાઓના કિસ્સાને ઉકેલવામાં ગુજરાત પોલીસને સૌપ્રથમ સફળતા મળી હતી.[૧]
અધિકારી
[ફેરફાર કરો]૩૧ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ ૧૯૮૭ બેચના વિકાસ સહાયને આશિષ ભાટિયાના સ્થાને પોલીસ મહાનિર્દેશક (DGP) પદ પર બઢતી આપવામાં આવી.
ગુજરાતના DGP ની યાદી
[ફેરફાર કરો]ડીજીપીની યાદી નીચે મુજબ છે.
| DGP Name | From | to | Remarks |
|---|---|---|---|
| કે ચક્રવર્તી | ૧ એપ્રિલ ૨૦૦૧ | ૩૧ જાન્યુઆરી ૨૦૦૪ | ૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન ડીજીપી |
| એ કે ભાર્ગવ | ૧ ફેબ્રુઆરી ૨૦૦૪ | ૩૦ એપ્રિલ ૨૦૦૬ | |
| પી સી પાંડે | એપ્રિલ ૨૦૦૬ | ફેબ્રુઆરી ૨૦૦૯ | |
| શબ્બીર ખંડવાવાલા | ફેબ્રુઆરી ૨૦૦૯ | ડિસેમ્બર ૨૦૧૦ | ગુજરાતના ડીજીપી. ૩ મહિનાનો ૧ કાર્યકાળ એક્સટેન્શન મળ્યો. |
| ચિત્તરંજન સિંહ | ડિસેમ્બર ૨૦૧૦ | ફેબ્રુઆરી ૨૦૧૩ | ઇન્ચાર્જ ડીજીપી |
| અમિતાભ પાઠક | ફેબ્રુઆરી ૨૦૧૩ | ૨૪ ઓગસ્ટ ૨૦૧૩ | કાર્યકાળ દરમિયાન અવસાન થયું |
| પ્રમોદ કુમાર | ઓગસ્ટ ૨૦૧૩ | ડિસેમ્બર ૨૦૧૩ | ઇન્ચાર્જ ડીજીપી |
| પી સી ઠાકુર | ૧૦ ડિસેમ્બર ૨૦૧૩ | એપ્રિલ ૨૦૧૬ | |
| પી પી પાંડે | એપ્રિલ ૨૦૧૬ | એપ્રિલ ૨૦૧૭ | ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી |
| ગીતા જોહરી | ૪ એપ્રિલ ૨૦૧૭ | ડિસેમ્બર ૨૦૧૭ | ઇન્ચાર્જ ડીજીપી |
| પ્રમોદ કુમાર | ડિસેમ્બર ૨૦૧૭ | ફેબ્રુઆરી ૨૦૧૮ | ઇન્ચાર્જ ડીજીપી |
| શિવાનંદ ઝા | ૧ માર્ચ ૨૦૧૮ | ૩૧ જુલાઈ, ૨૦૨૦ | ૩ મહિનાનું એક્સટેન્શન મળ્યું |
| આશિષ ભાટિયા | ૧ ઓગસ્ટ ૨૦૨૦ | ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ | ૩૧ જાન્યુઆરી '૨૩ સુધી ૨ મહિના અને પછી ૮ મહિનાનું એક્સટેન્શન મળ્યું. |
| વિકાસ સહાય | ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ | વર્તમાન | પદાધિકારી |
ખાસ એકમ
[ફેરફાર કરો]- ગુજરાત ઇન્ટેલિજન્સ ફોર્સ વિંગ
- આતંકવાદ વિરોધી ટુકડી (ATS)
- CID ક્રાઇમ અને રેલ્વે
- સશસ્ત્ર એકમ
- સ્પેશિયલ એક્શન ફોર્સ (SAF)
- ટેકનિકલ સેવાઓ
- તાલીમ
- રાજ્ય ગુના રેકોર્ડ બ્યુરો
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Cracking the case was Herculean effort | Latest News & Updates at Daily News & Analysis". dna (અમેરિકન અંગ્રેજીમાં). ૧૮ ઓગસ્ટ ૨૦૦૮. મેળવેલ ૨૫ મે ૨૦૧૭.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાત પોલીસની અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૮-૦૭-૦૮ ના રોજ વેબેક મશિન
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |