ગુલાબસિંહ લોધી
ગુલાબસિંહ લોધી | |
---|---|
ભારતીય ટપાલ ટિકિટ પર ગુલાબસિંહ લોધી | |
જન્મ | ૧૯૦૩ ઉન્નાવ, સંયુક્ત પ્રાંત, (વર્તમાન ઉત્તર પ્રદેશ) બ્રિટીશ ભારત |
મૃત્યુ | ૨૩ ઓગસ્ટ ૧૯૩૫ (૩૨ વર્ષ) અમીનાબાદ, લખનૌ, ભારત |
પિતા | ઠાકુર રામરતનસિંહ લોધી |
ધર્મ | હિન્દુ |
વ્યવસાય | સ્વાતંત્ર્ય સેનાની |
ગુલાબસિંહ લોધી એક સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો.
જીવન પરિચય
[ફેરફાર કરો]ગુલાબ સિંહ લોધીનો જન્મ વર્ષ ૧૯૦૩માં ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના (ચંડિકા ખેરા) ફતેહપુર ચૌરાસી નામના ગામમાં થયો હતો. તેમનો જન્મ લોધી રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ઠાકુર રામ રતન સિંહ લોધી ખેડૂત હતા. તેમના બાળપણ વિશે બહુ ઓછી માહિતી પ્રાપ્ત છે. જ્યારે સ્વતંત્રતા ચળવળનો ઉત્સાહ ચરમસીમાએ હતો ત્યારે લોધીએ બ્રિટિશ શાસન વિરુદ્ધ રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો હતો.[સંદર્ભ આપો]
ઓગસ્ટ ૧૯૩૫માં, ગુલાબસિંહ લોધીએ લખનઉ ખાતે ત્રિરંગો ફરકાવવા માટે અમીનાબાદ પાર્ક તરફ કૂચ કરતી એક શોભાયાત્રામાં ભાગ લીધો હતો.[સંદર્ભ આપો] ધ્વજારોહણને રોકવા માટે બ્રિટિશ સૈનિકોએ આ પાર્કને ઘેરી લીધો હતો. ગુલાબસિંહ લોધીએ સશસ્ત્ર બળના પ્રદર્શનનો વિરોધ કર્યો હતો અને ત્રિરંગા સાથે એક ઝાડ પર ચઢી ગયા હતા. જ્યારે તેઓ ઝાડ પર ધ્વજ ફરકાવી રહ્યા હતા, ત્યારે એક બ્રિટિશ અધિકારીએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.[૧] લખનૌના અમીનાબાદમાં આવેલા ઝંડેવાલા પાર્ક ખાતે તેમનું અવસાન થયું હતું.[૨]
વિરાસત
[ફેરફાર કરો]ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા ૨૩ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ ગુલાબસિંહ લોધીના સન્માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.[૩] ૨૦૦૪માં ઉદ્યાનમાં તેમની પ્રતિમા બનાવવામાં આવી હતી પરંતુ ૨૦૦૯ સુધીમાં તે જર્જર સ્થિતિમાં આવી ગઈ હતી.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ |title=Gulab Singh Lodhi |date=13 january 2015
- ↑ ૨.૦ ૨.૧ Tripathi, Ashish (5 October 2009). "From triumph tales to unsung history". The Times of India. મેળવેલ 15 April 2014. CS1 maint: discouraged parameter (link)
- ↑ website |url=http://www.istampgallery.com/gulab-singh-lodhi/%7Ctitle=[હંમેશ માટે મૃત કડી] Gulab Singh Lodhi |date=13 january 2015