ગોખરુ (વનસ્પતિ)

વિકિપીડિયામાંથી
ગોખરુના છોડથી ભરેલું ખેતર
ગોખરુનાં કાંટાવાળાં ફળ
Tribulus terrestris

ગોખરુ અથવા 'ગોક્ષુર' (વૈજ્ઞાનિક નામ:Tribulus terrestris, અંગ્રેજી: Land caltrops, Puncture vine) જમીન પર ફેલાતો નાનો પ્રસરણશીલ છોડ છે, કે જે અષાઢ અને શ્રાવણ મહિનામાં સામાન્ય રીતે દરેક વિસ્તારની દરેક પ્રકારની જમીન અથવા ખાલી જમીન પર ઉગી નીકળે છે. તેનાં પર્ણ ખંડિત અને પુષ્પ પીળા રંગનાં હોય છે, ફળ કંટકયુક્ત હોય છે, બજારમાં ગોખરુના નામથી આ ફળનું બીજ મળતું હોય છે.

ગોખરુ શીતવીર્ય, મુત્રવિરેચક, બસ્તિશોધક, અગ્નિદીપક, વૃષ્ય, તથા પુષ્ટિકારક હોય છે. વિભિન્ન વિકારોમાં વૈદ્યવર્ગ દ્વારા આનો પ્રયોગ કરવામાં આવે છે. મુત્રકૃચ્છ, સોજાક, અશ્મરી, બસ્તિશોથ, વૃક્કવિકાર, પ્રમેહ, નપુંસકતા, ગર્ભાશયના રોગ, વીર્ય ક્ષીણતામાં આનો ઉપયોગ કરવામાં આવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]