ગોડી મંદિર, નગરપારકર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગોડી મંદિર
સિંધી: گوري مندر
ગોડી મંદિર
ગોડી મંદિર, નગરપારકર
ધર્મ
જોડાણજૈન
જિલ્લોથારપારકર જિલ્લો
દેવી-દેવતાપાર્શ્વનાથ
સ્થાન
સ્થાનનગરપારકર
રાજ્યસિંધ
દેશપાકિસ્તાન પાકિસ્તાન
અક્ષાંસ-રેખાંશ24°38′02″N 70°36′34″E / 24.63389°N 70.60944°E / 24.63389; 70.60944Coordinates: 24°38′02″N 70°36′34″E / 24.63389°N 70.60944°E / 24.63389; 70.60944
સ્થાપત્ય
સ્થાપના તારીખઇ.સ. ૩૦૦

ગોડી મંદિર અથવા ગોડી જો માંદર એ નગરપારકરનું એક જૈન મંદિર છે.[૧]આ મંદિર વિરવાહ મંદિરથી ઉત્તર-પશ્ચિમ દિશામાં લગભગ ૧૪ માઈલના અંતરે આવેલું છે.[૨][૩]મંદિરનું નિર્માણ 52 ઇસ્લામિક શૈલીના ગુંબજ અને ૩ મંડપ સહિત ગુજરાતી શૈલીમાં (૧૩૭૫-૭૬) કરવામાં આવ્યું છે. મંદિરને વિશેષરૂપે જૈનોના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથને સમર્પિત કરવામાં આવ્યું છે.[૪] નગરપારકરના અન્ય મંદિરો સહિત આ મંદિરને ૨૦૧૬માં યુનેસ્કો દ્વારા નગરપારકર સાંસ્કૃતિક પરિદૃશ્ય તરીકે સંભવિત વિશ્વ ધરોહર સ્થળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.[૫]

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

આ મંદિરનું નામ કાળક્રમે ઘણીવાર બદલવામાં આવ્યું છે. તેનું નિર્માણ ઇ.સ. ૩૦૦માં ચારગોમ નામક એક જૈન ઉપાસક દ્વારા કરવામાં આવ્યું હતું.[૬] કેટલાક સ્ત્રોત પ્રમાણે તેનું નિર્માણ ૧૬મી સદીમાં કરવામાં આવેલું છે.[૪]

શૈલી[ફેરફાર કરો]

ગોડી મંદિરની વાસ્તુકલા માઉન્ટ આબુ, રાજસ્થાનને મળતી આવે છે.[૭]મંદિરના અંદરના ભાગમાં નકશીકામ કરેલા સંગેમરમરના સ્તંભ આવેલા છે. મંદિરના પ્રવેશદ્વારના મંડપ પર જૈન ધર્મની પૌરાણિક કથાઓ દર્શાવતા ચિત્રો કંડારવામાં આવ્યા છે.[૮]આ ભીંતચિત્રો ભારતીય ઉપમહાદ્વીપના સૌથી પુરાણા ભીંતચિત્રો છે.[૫]

સમગ્ર મંદિરમાં જોવા મળતા ૨૪ કક્ષ જૈનોના ૨૪ તીર્થંકરોનું પ્રતિનિધિત્વ દર્શાવે છે.[૮][૯]

સંગેમરમરનું બનેલું આ મંદિર ૧૨૫ X ૬૦ ફૂટનું છે.[૧૦]સમગ્ર મંદિર એક ઉચ્ચ મંચ પર બનાવવામાં આવ્યું છે અને નકશીકામ કરેલા પગથિયાં દ્વારા ત્યાં પહોંચી શકાય છે.[૫]


ચિત્ર ઝરૂખો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Anis, Ema (2016-02-19). "Secrets of Thar: A Jain temple, a mosque and a 'magical' well". DAWN.COM (અંગ્રેજીમાં). 2018-12-21 મેળવેલ. Check date values in: |access-date= and |date= (મદદ)
  2. The Archeology: An Organ of the Friends of Cultural and Archeeological [i.e. Archaeological] Heritage of Pakistan, Volumes 2-3. International Press & Publications Bureau. 1990. 15 September 2017 મેળવેલ. Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. "Gori Temple, Tharparkar". heritage.eftsindh.com. 2018-12-21 મેળવેલ. Check date values in: |access-date= (મદદ)
  4. ૪.૦ ૪.૧ "A glimpse into the many sights, sounds and colours of Hindu temples in Thar". www.thenews.com.pk (અંગ્રેજીમાં). 2018-12-21 મેળવેલ. Check date values in: |access-date= (મદદ)
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "Tentative Lists". UNESCO. 16 September 2017 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  6. "Gori jo Mandar: Desert rose". The Express Tribune (અંગ્રેજીમાં). 2011-02-02. 2018-12-21 મેળવેલ. Check date values in: |access-date= and |date= (મદદ)
  7. "Despite past grandeur, temple of Gori stands abandoned in Tharparkar". The Express Tribune (અંગ્રેજીમાં). 2016-02-10. 2018-12-21 મેળવેલ. Check date values in: |access-date= and |date= (મદદ)
  8. ૮.૦ ૮.૧ "The Jain Temples of Nangarparkar". The Friday Times. 20 April 2012. 16 September 2017 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  9. Centre, UNESCO World Heritage. "Nagarparkar Cultural Landscape". UNESCO World Heritage Centre (અંગ્રેજીમાં). 2018-12-21 મેળવેલ. Check date values in: |access-date= (મદદ)
  10. Revised lists of antiquarian remains in the Bombay Presidency: and the native states of Baroda, Palanpur, Radhanpur, Kathiawad, Kachh, Kolhapur, and the southern Maratha minor states. Government central press. 1897. 15 September 2017 મેળવેલ. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)

આ પણ જુઓ[ફેરફાર કરો]