લખાણ પર જાઓ

ગોલ્ડન ગેટ સેતુ

વિકિપીડિયામાંથી
ગોલ્ડન ગેટ સેતુ
ગોલ્ડન ગેટ બ્રિજ
Coordinates37°49′11″N 122°28′43″W / 37.81972°N 122.47861°W / 37.81972; -122.47861
Carries૬ માર્ગીય, પગપાળા, સાયકલ
Crossesગોલ્ડન ગેટ
Localeસાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા તથા મરીન કાઉન્ટી, કેલીફોર્નિયા
Other name(s)કૂલ ટ્રેન
Maintained byગોલ્ડન ગેટ, હાઇવે એન્ડ ટ્રાન્સપોર્ટ ડિસ્ટ્રીક્ટ
Characteristics
Designસસ્પેંશન, ટ્રસ આર્ક, ટઅસ કોઝવેઝ
Total length8,981 feet (2,737 m)
Width90 ફીટ (27 મીટર)
Height746 ફીટ (227 મીટર)
Longest span4,200 feet (1,280 m)
Clearance above14 feet (4.3 m) ટોલ દરવાજા પાસે
Clearance below220 feet (67 m) આશરે ઉચ્ચ શૃંગ પર
History
Opened૨૭ મે, ૧૯૩૭
Statistics
Daily traffic118,000[]
TollUS$6.00 (સાઉથબાઉન્ડ) (US$5.00)

ગોલ્ડન ગેટ બ્રિજ યુએસએના સાન ફ્રાન્સિસ્કો શહેર પાસેની સાન ફ્રાન્સિસ્કો ખાડીના બંને કાંઠાઓને એકબીજા સાથે જોડતો એક ઝૂલા સેતુ (સસ્પેન્શન બ્રિજ) છે. આ સેતુ અમેરિકાના રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૦૧ અને રાજ્ય માર્ગ ૧ના વહીવટ હેઠળ છે. વર્ષ ૧૯૩૭ના સમયમાં જ્યારે આ સેતુનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું હતું, તે સમયે વિશ્વનો સૌથી લાંબો ઝૂલો પૂલ હતો તેમ જ આ સેતુ સાન ફ્રાન્સિસ્કો અને કેલિફોર્નિયા બંને માટે આંતરરાષ્ટ્રીય પ્રતીક ચિન્હ બની ગયું હતું.

ગોલ્ડન ગેટ સેતુ આજે પણ ઈજનેરી અને સ્થાપ્ત્ય ઉપલબ્ધી તરીકે આદર્શ ઉદાહરણરૂપ છે. ૫ વર્ષ સુધી ચાલેલા નિર્માણ પછી ૨૭મી મેના દિવસે ૧૯૩૭ના સમયમાં તેને ખુલ્લો મુકાયો હતો. આ સેતુ પર પગપાળા ચાલવા માટે, સાઈકલ માટે અલગ તથા વાહનો માટે ૬ માર્ગ (લેન) અલગથી નક્કી કરાયેલ છે. આ સેતુને પ્રથમ દિવસે સામાન્ય લોકોની મુલાકાત માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તે સમયે બે લાખ લોકો સેતુ પર હાજર રહ્યા હતા. બીજા દિવસે (૨૮ મે)ના રોજ વાહનોનું પરિવહન શરૂ કરવામાં આવ્યું હતું. બ્રિજની યોજના ૧૮૭૨માં બનાવવામા આવી હતી, પરંતુ નિર્માણ ૫ જાન્યુઆરી, ૧૯૩૩માં શરુ કરવામાં આવ્યું હતું[].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. http://www.dot.ca.gov/hq/traffops/saferesr/trafdata/truck2006final.pdf Annual Average Daily Truck Traffic on the California State Highway System, 2006, p.169
  2. "માત્ર પાંચ વર્ષમાં બન્યો હતો 2.7 કિમી લાંબો ગોલ્ડન ગેટ બ્રિજ". દિવ્ય ભાસ્કર. ૨૭ મે ૨૦૧૫. મેળવેલ ૨૮ માર્ચ ૨૦૧૮.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]