ગોવિંદભાઈ પટેલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગોવિંદભાઈ પટેલ ગુજરાતી ચલચિત્રોના દિગ્દર્શક અને નિર્માતા હતા જેઓ તેમની સફળ ફિલ્મો ઢોલામારૂ અને દેશ રે જોયા દાદા પરદેશ જોયા માટે જાણીતા હતા.

જીવન[ફેરફાર કરો]

ગોવિંદભાઈ પટેલનો જન્મ ૧૧ જાન્યુઆરી ૧૯૪૩ના રોજ થયો હતો.[૧] તેઓ કેશોદના વતની હતા. ફિલ્મ નિર્માણમાં આવ્યા પહેલાં તેઓ સિનેમાહોલનું સંચાલન કરતા હતા. ૧૯૮૦ આસપાસ તેમણે જી. એન. ફિલ્મ્સના બેનર હેઠળ ફિલ્મો બનાવવાનું શરુ કર્યું. ઢોલામારૂ (૧૯૮૩) તેમની પ્રથમ સફળ ફિલ્મ હતી. તેમણે બીજી ઘણી સફળ ફિલ્મોનું નિર્માણ કર્યું જેમાં જોડે રેહજો રાજ, લાડી લાખની સાયબો સવા લાખનો, સેજલ સરજુ, હિરણને કાંઠે, પાટણથી પાકિસ્તાન, તારો મલક મારે જોવો છે, ગામમાં પિયરીયું ને ગામમાં સાસરિયું, ઢોલી તારો ઢોલ વાગે (૨૦૦૫) નો સમાવેશ થાય છે.[૧][૨][૩][૪][૫][૬] તેમની દેશ રે જોયા દાદા પરદેશ જોયા (૧૯૯૮) ધંધાકીય રીતે અત્યંત સફળ નીવડી અને અંદાજે રૂપિયા ૧૦ કરોડની કમાણી કરી શકી હતી.[૭][૮]

તેમનું મૃત્યુ ૧૫ એપ્રિલ ૨૦૧૫ના રોજ વડોદરા ખાતે થયું. તેમના અગ્નિસંસ્કાર ખાસવાડી સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા.[૨][૩]

અંગત જીવન[ફેરફાર કરો]

ગોવિંદભાઈ પટેલના લગ્ન ચંદ્રિકાબેન સાથે થયા હતા અને તેમને ત્રણ પુત્ર અને એક પુત્રીઓ હતી.[૫]

ફિલ્મો[ફેરફાર કરો]

 • હિરણને કાંઠે
 • સાજન તારા સંભારણા
 • મોતી વેરાણા ચોકમાં
 • જોડે રેહજો રાજ
 • લાડી લાખની સાયબો સવા લાખનો
 • લાજુ લાખણ
 • ટહુકે સાજન સાંભરે
 • રાજ રાજવણ
 • હું તારી મીરાં ને તું મારો શ્યામ
 • ઊંચી મેડીના ઊંચા મોલ
 • દેશ રે જોયા દાદા પરદેશ જોયા (૧૯૯૮)
 • સેજલ સરજુ
 • અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ
 • ગામમાં પિયરીયું ને ગામમાં સાસરિયું
 • તારો મલક મારે જોવો છે
 • મહિયરનો માંડવો પ્રીતની પાનેતર
 • મોંઘેરા મુલની ચુંદડી હો સાયબા
 • પાટણથી પાકિસ્તાન
 • ઢોલી તારો ઢોલ વાગે

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ pixel-industry (૧૯ ડિસેમ્બર ૨૦૧૪). "Actor Detail". Gujarati Film Industry. Retrieved ૧૭ જુલાઇ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 2. ૨.૦ ૨.૧ "વડોદરા: ગોવિંદભાઇના અંતિમસંસ્કાર વખતે હિબકે ચડ્યા નરેશ કનોડિયા". www.divyabhaskar.co.in. ૧૭ એપ્રિલ ૨૦૧૫. Retrieved ૧૭ જુલાઇ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 3. ૩.૦ ૩.૧ DeshGujarat (૧૫ એપ્રિલ ૨૦૧૫). "Gujarati film maker Govindbhai Patel passes away". DeshGujarat. Retrieved ૧૭ જુલાઇ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 4. "फिल्म निर्माता गोविंदभाई को अंतिम विदाई देते समय सिसक पड़े नरेश कनोडिया". www.bhaskar.com (હિન્દી માં). ૧૬ જુલાઇ ૨૦૧૫. Retrieved ૧૭ જુલાઇ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 5. ૫.૦ ૫.૧ "Famous Movie Director Died on 15 April 2015". Gujarati Filmmaker Govindbhai Patel Passed Away. ૧૫ એપ્રિલ ૨૦૧૫. Retrieved ૧૭ જુલાઇ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 6. Routledge Handbook of Indian Cinemas. Routledge. ૧૭ એપ્રિલ ૨૦૧૩. p. ૯૬. ISBN 978-1-136-77284-9. Unknown parameter |author૧= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |date= (મદદ)
 7. "Gujarati tearjerker Des Re Joya Dada becomes a big grosser : FILMS". India Today. ૨૨ જૂન ૧૯૯૮. Retrieved ૧૭ જુલાઇ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 8. "Gujarati cinema: A battle for relevance". dna. ૧૬ ડિસેમ્બર ૨૦૧૨. Retrieved ૧૭ જુલાઇ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)