દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા (ચલચિત્ર)

વિકિપીડિયામાંથી
દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા
દિગ્દર્શકગોવિંદભાઈ પટેલ
લેખકગોવિંદભાઈ પટેલ
મુકેશ માલવણકર
નિર્માતાગોવિંદભાઈ પટેલ
કલાકારો
છબીકલાપૂનમ બેલદાર
મહેશ શર્મા
સંપાદનઅશોક રુમદે
સંગીતઅરવિંદ બારોટ
નિર્માણ
નિર્માણ સંસ્થા
જી એન ફિલ્મ્સ
રજૂઆત તારીખ
૧૯૯૮
અવધિ
૧૬૭ મિનિટ
દેશભારત
ભાષાગુજરાતી
બોક્સ ઓફિસ૨૨ કરોડ[૧][૨]

દેશ રે જોયા દાદા પરદેશ જોયાગોવિંદભાઈ પટેલ દ્વારા નિર્દેશિત ૧૯૯૮ ની ભારતીય ગુજરાતી ફિલ્મ છે. તે ૧૯૯૮ સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ હતી.[૩] [૪]

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

રામ (હિતેન કુમાર) અને રાધા (રોમા માણેક) નાનપણના પ્રેમીઓ છે, પરંતુ જ્યારે રામ અને તેની વિધવા માતા તેના કાકા સાથે બીજા ગામમાં સ્થળાંતર કરે છે ત્યારે પ્રેમીઓ જુદા પડી જાય છે. જ્યારે રામ રાધાની બહેનના લગ્નમાં વરરાજાના પિતરાઇ ભાઇ તરીકે હાજર થાય છે ત્યારે તેઓ ફરી મળે છે. દરમિયાન, રાધાના મોટા ભાઈએ તેના માતાપિતાની સંમતિ વિના અમેરિકાથી પાછી ફરેલી છોકરી રીટા (પિંકી પરીખ) સાથે લગ્ન કરી લીધા હોય છે.

રામ અને રાધા ફરી એકવાર પ્રેમમાં પડ્યાં છે અને તેઓ સગાઈ કરી રહ્યા છે, પણ તે રીટાને પસંદ નથી કેમકે તે રાધાને રામને બદલે પોતાના ભાઈ દીપક સાથે પરણાવવા માંગતી હતી. લગ્નમાં જઈ રહ્યા હતાં ત્યારે અકસ્માતમાં રામનું મૃત્યુ થયું અને રાધાનું હૃદય તૂટી ગયું. પાછળથી એવી વાત બહાર આવી કે રામ ખરેખર મૃત્યુ પામ્યો નથી, પરંતુ તેના બદલે ઈર્ષ્યાળુ પરિવારના સભ્યો દ્વારા તેનું અપહરણ કરાવામાં આવ્યું હતું અને તેના જેવી દેખાતી કોઈ અન્ય વ્યક્તિનો મૃતદેહ દેખાડવામાં આવ્યો હતો. રીટા રાધાને ઝેર આપવાનો પ્રયત્ન કરે છે અને શારદા પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ રાધા શારદાનો બચાવ કરે છે અને આ માટે રીટાને યોગ્ય રીતે દોષી ઠેરવે છે. ત્યારબાદ રીટા શારદાના પતિ પર બળાત્કારના પ્રયાસનો ખોટો આરોપ મૂકે છે. આક્ષેપો અને વિરોધી આક્ષેપોનો મારો ચાલે છે અને દાદાજી (અરવિંદ ત્રિવેદી) સંપત્તિનું ભાઈઓમાં વિભાજન કરવાનું નક્કી કરે છે. રાધાનો ભાઈ દીપક દરમિયાનગીરી કરીને તેની ભાભી રીટાને કાવતરું કરનાર તરીકે ખુલ્લી પાડે છે. જો કે, રીટા ખુલાસો આપે છે કે તેનું આ નાટક દીપકની છબી સુધારવા માટેનો એક દાવ હતો. રાધાના પરિવારજનો આ છટકામાં ફસાઈ જાય છે અને રાધાને દીપક સાથે પરણાવવા સંમત થાય છે. દિલથી તૂટેલી રાધા અનિચ્છાએ દીપક સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. રામ તેના અપહરણકારોથી છટકી જાય છે, પરંતુ રાધા દીપક સાથે તે પહેલા લગ્ન કરી ચૂકી હોય છે અને અમેરિકા ચાલી ગઈ હોય છે. રાજેશ કાવતરામાં રીટાને તેની ભૂમિકાની કબૂલાત કરતા સાંભળી જાય છે અને તેને પરિવારમાંથી હાંકી કાઢવાની ધમકી આપી છે. રામ પણ ઘરે પહોંચે છે અને આ સમગ્ર કાવતરું પરિવાર સમક્ષ ખુલ્લું મુકાય છે. રીટા પોતાનો દોષ કબુલે છે અને તેનું હૃદય પરિવર્તન થાય છે અને તે તેના વડીલો પર તેના જીવનને દૂષિત કર્યાનો આરોપ લગાવે છે.

દીપક સાથે અમેરિકા પહોંચે ત્યારે રાધાને સંસ્કૃતિનો પરિવર્તનનો અનુભવ થાય છે અને તેને અપમાન કરતા નશીલા પતિ સાથે સમાયોજન કરવામાં મુશ્કેલી આવે છે. તેના સાસરિયાઓ તેના મૂલ્યો અને તેના સમર્પણથી પ્રભાવિત છે અને તેના માતાપિતાને તેના પતિ સાથેની તેની સાચી સ્થિતિ વિશે માહિતગાર કરે છે અને ભલામણ કરે છે કે તેઓ તેને પાછી ભારત લઈ જાય. રીટા તેને ભારત પાછી લાવવાનું કામ પોતાની ઉપર લે છે. અમેરિકામાં, દીપકનો એક મિત્ર રાધા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરે છે અને તેની સાથે લડતમાં, દીપક પહેલા માળેથી નીચે પડે છે અને પરિણામે તેનું મૃત્યુ થાય છે. રાધા ભારત પાછી ફરે છે, પરંતુ તેની મુશ્કેલીઓનો અંત નથી. દીપકના કાકા અને અન્ય કાવતરાખોરો ફરીથી તેનું અપહરણ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ રામની સમયસર દખલ પરિસ્થિતિને બગડતી બચાવે છે. લડતમાં દાદાજી બંદૂકની ગોળીથી જીવલેણ ઘાયલ થયા છે. તેઓ છેલ્લા શ્વાસ લેતા રામ અને રાધાને ફરી ભેગા કરે છે.

પાત્રો[ફેરફાર કરો]

  • રામ તરીકે હિતેન કુમાર
  • રાધા તરીકે રોમા માણેક
  • દાદાજી તરીકે અરવિંદ ત્રિવેદી
  • રાજેશ તરીકે રાજદીપ
  • રીટા તરીકે પિંકી પરીખ
  • સમીર રાજડા
  • ભૂમિકા શેઠ
  • દેવેન્દ્ર પંડિત
  • ડાહ્યો તરીકે રમેશ મહેતા

સાઉન્ડટ્રેક[ફેરફાર કરો]

ફિલ્મનું સંગીત અરવિંદ બારોટે આપ્યું હતું . [૫]

ફિલ્મના ગીતો
ક્રમશીર્ષકગીતArtist(s)અવધિ
1."વાવડીના પાણી ભરવા ગ્યાતા"અરવિંદ બારોટ,વત્સલા પાટીલ4:29
2."ઊંચા ઊંચા બંગલા બનાવો"અરવિંદ બારોટ,સાધના સરગમ6:49
3."જાન જોડી આવ્યા શું"અરવિંદ બારોટ,અરવિંદ બારોટ, વત્સલા પાટીલ6:47
4."એલી રાધાડી રે"અરવિંદ બારોટ,અરવિંદ બારોટ, સાધના સરગમ8:04
5."એવા માંડવ રોપાવ્યા મારે આંગણે"અરવિંદ બારોટ,અરવિંદ બારોટ, વત્સલા પાટીલ7:35
6."ઘમ્મર ઘમ્મર મારૂં વલોણું ગાજે"અરવિંદ બારોટ,અરવિંદ બારોટ, સાધના સરગમ6:46
7."દેશરે જોયા દાદા પરદેશ રે જોયા"અરવિંદ બારોટ,અરવિંદ બારોટ, સાધના સરગમ9:08
8."છોડ્યા દાદાને છોડી ડેલીયું રે"અરવિંદ બારોટ,જયશ્રી ભોજવીયા5:23

જાહેર પ્રદર્શન[ફેરફાર કરો]

દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા ફિલ્મને ૧૯૯૮ માં પ્રદર્શિત કરવામાં આવી હતી અને તેણે ૧૦ રૂપિયા અને ૧૫ રૂપિયાની ફિલ્મ ટિકિટના જમાનામાં લગભગ ૨૨ crore (US$૨.૯ million)ની આસપાસનો વકરો કર્યો હતો. તે સમયે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી. ત્યાર બાદ ચાલ જીવી લઈએ! તેનો રેકોર્ડ તોડ્યો હતો.[૬] તે હજી પણ બીજી સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gujarati films: Cheaper is not better". The Times of India. મેળવેલ 2018-03-13.
  2. "Good shot". 22 June 1998.
  3. DeshGujarat (15 April 2015). "Gujarati film maker Govindbhai Patel passes away". DeshGujarat. મેળવેલ 13 July 2015.
  4. "Gujarati tearjerker Des Re Joya Dada becomes a big grosser : FILMS". India Today. 22 June 1998. મેળવેલ 17 July 2015.
  5. "Desh Re Joya Dada Pardesh Joya (Original Motion Picture Soundtrack)". iTunes. મેળવેલ 20 May 2016.
  6. "Showtime: What is hurting box office success of Gujarati movies?". DNA India (અંગ્રેજીમાં). 2019-02-23. મેળવેલ 2019-05-27.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]