ગોહિલવાડ ટીંબો

વિકિપીડિયામાંથી
ગોહિલવાડ ટીંબો
ગોહિલવાડ ટીંબો
ગોહિલવાડ ટીંબો is located in ગુજરાત
ગોહિલવાડ ટીંબો
ગોહિલવાડ ટીંબો
ગુજરાતમાં સ્થાન
સામાન્ય માહિતી
સ્થાનઅમરેલી નજીક, ગુજરાત
દેશભારત
અક્ષાંશ-રેખાંશ21°36′13.4136″N 71°12′19.1988″E / 21.603726000°N 71.205333000°E / 21.603726000; 71.205333000
Designationsભારતીય પુરાતત્વ ખાતું, રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-66)

ગોહિલવાડ ટીંબો ગુજરાતના અમરેલી જિલ્લાના અમરેલીથી ૧.૬ કિમી દૂર પશ્ચિમે આવેલું પુરાતત્વીય સ્થળ છે. આ સ્થળને ભારતના પુરાતત્વીય ખાતા વડે રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે દ્વારા આરક્ષિત જાહેર થયેલું છે. તે વાડી અને થેબીના વહેણો વચ્ચે આવેલું છે.[૧][૨] આ સ્થળ પર હવે ગેરકાયદેસર કબ્જો જમાવવામાં આવ્યો છે.[૩]

પુરાતત્વ[ફેરફાર કરો]

પુરાતત્વીય ઇતિહાસ

ગોહિલવાડ ટીંબાનો અર્થ ગોહિલવાડનો ટેકરો થાય છે. તે થેબી અને વાડીના વહેણો વડે બનતા ત્રિકોણમાં આશરે ૧૫ ફીટની ઉંચાઇ પર ૧.૬ કિમી સુધી વિસ્તરેલો છે.[૪] વરસાદના પાણીથી આ ટીંબો ઘણાં નાનાં ટેકરાઓમાં વિભાજિત થયેલ છે. એમ, બી અને જી નામાંકિત કરાયેલા ત્રણ ટેકરાઓ ૧૯૪૫ પહેલાં હીરાનંદ શાસ્ત્રી દ્વારા ખોદાયેલા હતા. બાદમાં, એસ. આર. રાવ દ્વારા ૧૯૫૨-૫૩માં ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું.[૫][૬]

તારણો

ટીંબાની પૂર્વ અને પશ્ચિમ બાજુએ બાંધકામના અવશેષો મળી આવ્યા છે. આ કદાચ સોનીની ભઠ્ઠી હોઇ શકે છે અને તેની ઉત્તર-પશ્ચિમે માટીનો ટીંબો મળી આવ્યો છે. પકવેલી માટીની હિંદુ તેમજ બૌદ્ધ મૂર્તિઓ મળી આવી છે. કોતરણી કરેલ અને સાદા વાસણો, કાળા અને રાતાં વાસણો, કબરો, માળાઓ, સિક્કાઓ, શંખની કોતરણી કરેલી બંગડીઓ પણ મળી આવી છે. પથ્થરની દિવાલો તેમજ પથ્થરથી બનાવેલા ઓરડાઓના અવશેષો પણ મળી આવ્યા છે. ૧૨ ઇંચ x ૧૭ ઇંચ x ૨ ૩/૪ ઇંચના માપની એક કબર મળી આવેલી હતી. કેટલાક સિક્કાઓ પશ્ચિમી સત્રપો અને ગૌતમીપુત્ર સતકર્ણીના આંધ્ર સિક્કાઓ મળી આવ્યા હતા. કુમારગુપ્ત પહેલો (૫મી સદી)ના સમયના બે હજાર સિક્કાઓ પણ શોધી કાઢવામાં આવ્યા હતા.[૨][૭] શ્રી-શિલાદિત્યની દંતકથા ગુપ્ત લિપિમાં કોતરેલું ચિહ્ન અને ખારગ્રહ પહેલાની તાંબાની તકતી પણ મળી આવી છે.[૮][૫][૬]

પૂરક વાચન[ફેરફાર કરો]

  • S. R. Rao (૧૯૬૬). Excavations at Amreli: A Kshatrapa-Gupta Town. ૧૮. Baroda: Museum & Picture Gallery.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Parmanand Gupta (૧૯૭૭). Geographical Names in Ancient Indian Inscriptions. Concept Publishing Company. પૃષ્ઠ ૨૬–૨૭. GGKEY:H2W9TXBL6W9.
  2. ૨.૦ ૨.૧ John Cumming (૧૯૩૯). Revealing India`s Past: A Record Of Archaeological Conservation And Exploration In India And Beyond. Cosmo Publications. પૃષ્ઠ ૨૭૫. ISBN 978-81-307-0087-8.
  3. "Encroachment at 13 ASI protected monument sites in Gujarat". DeshGujarat News from Gujarat. ૧૯ માર્ચ ૨૦૧૫. મેળવેલ ૪ સપ્ટેમ્બર ૨૦૧૬.
  4. Proceedings and Transactions of the All-India Oriental Conference. ૧૯૫૩. પૃષ્ઠ ૩૪૫.
  5. ૫.૦ ૫.૧ S. R. Rao (૧૯૬૬). Excavations at Amreli: A Kshatrapa-Gupta Town. 18. Baroda: Museum & Picture Gallery.
  6. ૬.૦ ૬.૧ Burton-Page, J. (૧૯૭૦). "S. R. Rao: Excavations at Amreli, a Kshatrapa-Gupta town. (Museum and Picture Gallery, Baroda. Bulletin, Vol. XVIII)". Bulletin of the School of Oriental and African Studies. Cambridge University Press (CUP). ૩૩ (૩): ૬૪૪. doi:10.1017/s0041977x00126862. મેળવેલ ૪ સપ્ટેમ્બર ૨૦૧૬.
  7. Susan Verma Mishra; Himanshu Prabha Ray (૫ ઓગસ્ટ ૨૦૧૬). The Archaeology of Sacred Spaces: The Temple in Western India, 2nd Century BCE–8th Century CE. Routledge. પૃષ્ઠ ૭૪. ISBN 978-1-317-19374-6.
  8. Baroda (૧૯૩૮). Administration Report. Printed at the Times Press. પૃષ્ઠ ૨૮૬.