ગૌતમેશ્વર મહાદેવ મંદિર (સિહોર)

વિકિપીડિયામાંથી
ગૌતમેશ્વર મહાદેવ મંદિર
ગૌતમેશ્વર મહાદેવ મંદિર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોભાવનગર
દેવી-દેવતાશિવ
સ્થાન
સ્થાનસિહોર
રાજ્યગુજરાત
દેશભારત
ગૌતમેશ્વર મહાદેવ મંદિર (સિહોર) is located in ગુજરાત
ગૌતમેશ્વર મહાદેવ મંદિર (સિહોર)
ગૌતમેશ્વર મહાદેવ મંદિરનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ21°41′48″N 71°57′20″E / 21.696742°N 71.955427°E / 21.696742; 71.955427
સ્થાપત્ય
નિર્માણકારગૌતમ ઋષિ
મંદિરના પરીસરની સામે દેખાતું કુદરતી દૃષ્ય
ગૌતમેશ્વર મહાદેવ મંદિર સંકુલના પરીસરમાં જોવા મળતી મંદિરના ઈતિહાસની માહિતિ આપતી તક્તી

ગૌતમેશ્વર મહાદેવનું મંદિર સિહોર શહેર પાસેની ડુંગરમાળામાં ગૌતમી નદીના વહેણની નજીક ડુંગરની કોતર પર આવેલું છે. સિહોરમાં નવનાથ આવેલા છે. જેમાં ગૌત્તમેશ્વર મહાદેવનું મંદિર તેના પ્રાકૃતિક સૌંદર્ય ના કારણે પ્રખ્યાત છે. આ સ્થળ સિહોર બસ સ્ટેશનથી ૩ કિ.મી દુર આવેલું છે. અહીં રીક્ષા દ્વારા પહોંચી શકાય છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

ગૌતમ ઋષિએ આ સ્થળે રાતવાસો કર્યો હતો. સવારે એમણે જોયું કે એક જગ્યાએ ગાયના આંચળમાંથી દૂધનો અભિષેક થઈ રહ્યો છે. એ જગ્યાએ માટી હટાવતા એમને આ શિવલિંગ મળી આવ્યુ હોવાનું મંદિરના પરીસરમાં કોતરેલી તક્તી પર લખેલું છે. શિવલિંગ મળ્યા પછી એમણે આ સ્થળે વરુણદેવનું આહ્વાન કર્યું અને નદી પ્રગટ થઈ જે આજની ગૌતમી નદી છે, તેમ પણ એ તક્તીમાં લખ્યું છે.

અન્ય માહિતી[ફેરફાર કરો]

કાનપુરનો ઘેરા પછી એવું જાણવા મળે છે કે બીબીગઢની ઘટના પછી નાનાસાહેબ પેશ્વા અદ્રશ્ય થઇ ગયા. અંગ્રેજોએ તેમને શોધવા માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે મળ્યા નહિ. આ સમયે નાનાસાહેબ ગુજરાતમાં આવ્યા હતા તેવું જાણવા મળે છે કારણ કે તેના સાથી તાત્યા ટોપે છોટાઉદેપુર માં આવ્યા હતા. ગુજરાતમાં ભ્રમણ કરતાં કરતાં નાનાસાહેબ સૌરાષ્ટ્ર ના ગોહિલવાડ પંથકમાં આવ્યા આ પ્રદેશ ગિરિમાળાઓ થી સમૃદ્ધ હતો તેથી નાનાસાહેબ ને આ વિસ્તાર છુપાવા માટે યોગ્ય લાગ્યો. તેઓ સિહોર કે સિંહપુર ની ગીરિમાળાઓમાં રહ્યા હતા. થોડો સમય નાના સાહેબ પેશ્વા છુપાવેશે આ મંદિરની આજુબાજુમાં આવેલા ડુંગરો પરનાં જંગલમાં અને કોતરોમાં છુપાઈ ને રહ્યા હતા એવું મનાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]