લખાણ પર જાઓ

ચંચુ બંબોઈ (સર્પ)

વિકિપીડિયામાંથી

ચંચુ બંબોઈ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પ્રાણી
Phylum: મેરૂદંડી
Class: સરિસૃપ
Order: સ્કુઆમાટા
Family: ટાઈફ્લોપીડેઈ
Species: Beaked Blind Snake
દ્વિનામી નામ
Grypotyphlops acutus

ચંચુ બંબોઈ કે ચંચુ આંધળો સર્પ કે ચંચુ અંધ સર્પ કે ચાંચવાળો સાપનો કણો ( અંગ્રેજી: Beaked Blind Snake, કે Beaked Worm Snake; દ્વિપદ-નામ: Grypotyphlops acutus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[] (૬૩) જાતિઓમાંની એક બિનઝેરી સર્પની જાતી છે.

ભારત આખામાં જોવા મળતા અંધસર્પોમાં સૌથી મોટો છે[]. આ સર્પ ગુજરાતનાં સુકા પ્રદેશોમાં જોવા નથી મળતો[]. આ સર્પની ખાસિયતમાં મોંના આગળના ભાગે જોવા મળતું પક્ષીની ચાંચના આકારનું ભિંગડું છે. જેના પરથી એનું આવું નામકરણ થયું છે. આ સર્પનું શરીર ઉપરના ભાગે ચળકતો બદામી હોય છે અને નિચેના ભાગે આ જ રંગ ખુબ ઝાંખો હોય છે. મોં અને પુછડી પાસે ધોળાશ પડતા રંગનો હોય છે. મોટાબાગે નિશાચર બિનચર્યા ધરાવે છે. આ મહત્તમ લંબાઈ ૬૦ સેન્ટીમીટર જેટલી નોંધાઈ છે[]. જીવનનો મોટોભાગ જમીનની નિચે પોચી જમીનમાં વિતાવે છે[].

ઢાંલીયા ન હોય એવા જીવડાં, અળસિયા, ઉધઈ, કીડી-મંકોડા અને એમના ઇંડા - આ બધુ આ સર્પનું મુખ્ય ભોજન છે[].

પ્રજનન

[ફેરફાર કરો]

પ્રજનન દરમ્યાન બાફેલા ચોખાના દાણાના કદનાં ૬ થી ૧૦ ઇંડા મુકે છે[].

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪૧.