ચક્તાવાળી બિલાડી
Appearance
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ચક્તાવાળી બિલાડી કે ચિત્તા બિલાડી એ દક્ષિણપૂર્વ એશિયાની નાની 'જંગલી બિલાડી' છે.જેને 'બંગાળી બિલાડી' તરીકે પણ વિશ્વમાં ઓળખવામાં આવે છે.
ચક્તાવાળી બિલાડી | |
---|---|
ચક્તાવાળી બિલાડી | |
સ્થાનિક નામ | ચક્તાવાળી બિલાડી,વાઘ બિલાડી,ચિત્તા બિલાડી |
અંગ્રેજી નામ | LEOPARD CAT |
વૈજ્ઞાનિક નામ | Prionailurus bengalensis (Felis bengalensis) |
આયુષ્ય | ૧૦ થી ૧૫ વર્ષ |
લંબાઇ | ૯૦ સેમી. |
ઉંચાઇ | ૩૦ થી ૩૫ સેમી. |
વજન | ૪ થી ૫ કિલો |
સંવનનકાળ | વર્ષનાં કોઇપણ સમયે,ખાસ કરીને ઉનાળામાં. |
ગર્ભકાળ | ૬૩ દિવસ, ૩ થી ૫ બચ્ચા |
પુખ્તતા | ૧૮ માસ |
દેખાવ | દેશી બિલાડી કરતાં મોટા કદની હોય છે,પીળું ભુખરૂં શરીર,લાંબા પગ અને ટુંકી પુંછડી. |
ખોરાક | ફળ,ઉંદર,છછુંદર,નાના પક્ષીઓ |
વ્યાપ | સમગ્ર નર્મદા જિલ્લો,શૂળપાણેશ્વર વન વિસ્તાર. |
રહેણાંક | ગીચ વિસ્તાર વચ્ચે રહેલા ખુલ્લા ઝાડીવાળા વિસ્તારમાં. |
ઉપસ્થિતિ ના ચિન્હો | પગનાં નિશાન (૨-૩ સેમી.પહોળાઇ,દિપડાનાં પગના નિશાન કરતાં નાનાં),અવાજ,ગામનાં કાંઠાળ વિસ્તારોમાં મરઘીનું મારણ. |
નોંધ આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૦ ના આધારે અપાયેલ છે. |
વર્તણૂક
[ફેરફાર કરો]ગામ, પાદર કે જંગલ વિસ્તારમાં રાત્રીનાં સમયે જોવા મળે છે. નદી કાંઠે વસવાટ, સવાર-સાંજ શિકારની શોધમાં જોવા મળે છે.
વિકિમીડિયા કૉમન્સ પર Prionailurus bengalensis વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.