લખાણ પર જાઓ

ચરોતરી બોલી

વિકિપીડિયામાંથી

ચરોતરી બોલી ચરોતર (સાબરમતી નદી થી મહીસાગર નદીની વચ્ચેનો પ્રદેશ) અને તેની આસપાસ આવેલા વિસ્તારોમાં બોલાય છે.

લાક્ષણિકતાઓ

[ફેરફાર કરો]
  • "શ"ની જગ્યાએ "સ" = ‘હ’ બોલવામાં આવે છે.

દા.ત. સાણશી – હોંણશી.

  • "ઈ"ની જગ્યાએ "ઐ/ય" બોલવામાં આવે છે.

દા.ત. ભાઈ - ભૈય, આઈ - આય

  • "આ"ની જગ્યાએ "ઓ" બોલવામાં આવે છે.

દા.ત. પાણી – પોણી, કાણી – કોણી, માણસ - મોણહ.

  • "ઇ", "ળ"ની જગ્યાએ "એ", "ર" બોલવામાં આવે છે.

દા.ત. નિશાળ – નેહાર, પિપળો - પેપરો

ઉદાહરણ

[ફેરફાર કરો]

એક વાણિયો’તો એના સાર સોકરા તા ને એનો બાપ મોંદે પડ્યો, એણે વસ્યાર કરયો કે હું મરેશ તારે સોકરા વઢિ મરશે તેથી તે પસે જિવતા જિવે મોટા તૈણને બસેં બસેં રુપિયા આલ્યા.