ચર્ચા:અરણેજ (તા. ધોળકા)
વ્યોમજી, આપ ખુબ સંદર અને જડપી કાર્ય કરી રહ્યા છો પણ આપને વિનંતિ કરવાની કે આપ જડપી કાર્ય કરવા જાવ ત્યારે ભુલમાં ખોટા અક્ષાંશ રેખાંશ ઉમેરાય ન જાય. જે ગામનાં આપ અ.રે. શોધવાનો પ્રયત્ન કરો છો એને માટે એક સરળ સિદ્ધાંત યાદ રાખવો કે એ ગામ મોટે ભાગે તાલુકા મથકથી બહુ દુર ન હોય એવી રીતે મળી આવશે લગભગ ૧૦૦ કિમિથી ઓછા અંતરે. આ ગામનું ઉદાહરણ લઇએ તો એ ધોળકા તાલુકામાં આવેલ છે જે અમદાવાદ જિલ્લામાં છે. હવે આપે આ લેખના ઇ.જુ. માં દેખાતા નક્શામાં જોઇએ તો આ ગામ રાજકોટમાં બતાવે છે. જે ખોટુ સ્થાન છે. ખરૂ સ્થાન આ પ્રમાણે હોવું જોઇએ. લેટલોંગ.નેટ પર અરણેજ તા. ધોળાકનું સ્થાનફેર-ચકાસણી કરવા વિનંતિ --વિહંગ ૧૪:૩૧, ૩૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- અક્ષાંશ રેખાંશ વિષે યાદ રાખવા જેવી બાબતોમાં અન્ય માર્ગદર્શન ઉમેરેલ છે. વાંચવા વિનંતિ.--વિહંગ ૧૪:૪૫, ૩૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- માફ કરશો વિહંગભાઈ ભૂલ હતી અને સુધારવા બદલ આભાર. પણ મારો ખ્યાલ છે ત્યાં સુધી કોપી પેસ્ટમાં ભૂલ હતી કારણ કે અરણેજ ગામ હું જઈ આવ્યો છું અને ત્યાં કોઠ પાસે ગણપતિનું પ્રખ્યાત મંદિર છે જેની મુલાકાત ગયે અઠવાડિયે જ વડોદરા જતાં લીધેલ એટલે આ ગામથી હું અન્ય ગામો કરતાં વધુ વાકેફ હતો. પણ છતાં કોઈ પણ રીતે ભૂલ થઈ અને તમે તેના તરફ ધ્યાન દોર્યું તે બદલ આભાર અને ધન્યવાદ. તમે સંચાલક તરીકે ૧૦૦% કાર્યદક્ષ છો.--Vyom25 (talk) ૧૭:૪૮, ૩૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- આપની વાત તદ્દન ખરી છે. એ જગ્યા તો ખુબ જાણીતી છે. હું પણ ગણપતીપુરા અને અરણેજ નિયમિત જાઉ છું. આભાર --વિહંગ ૧૮:૫૧, ૩૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- માફ કરશો વિહંગભાઈ ભૂલ હતી અને સુધારવા બદલ આભાર. પણ મારો ખ્યાલ છે ત્યાં સુધી કોપી પેસ્ટમાં ભૂલ હતી કારણ કે અરણેજ ગામ હું જઈ આવ્યો છું અને ત્યાં કોઠ પાસે ગણપતિનું પ્રખ્યાત મંદિર છે જેની મુલાકાત ગયે અઠવાડિયે જ વડોદરા જતાં લીધેલ એટલે આ ગામથી હું અન્ય ગામો કરતાં વધુ વાકેફ હતો. પણ છતાં કોઈ પણ રીતે ભૂલ થઈ અને તમે તેના તરફ ધ્યાન દોર્યું તે બદલ આભાર અને ધન્યવાદ. તમે સંચાલક તરીકે ૧૦૦% કાર્યદક્ષ છો.--Vyom25 (talk) ૧૭:૪૮, ૩૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- અક્ષાંશ રેખાંશ વિષે યાદ રાખવા જેવી બાબતોમાં અન્ય માર્ગદર્શન ઉમેરેલ છે. વાંચવા વિનંતિ.--વિહંગ ૧૪:૪૫, ૩૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
અરણેજ (તા. ધોળકા) વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve અરણેજ (તા. ધોળકા).