વિકિપીડિયા:વિકિપરિયોજના અક્ષાંશ રેખાંશ સુધારણા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
Globus im Geographieunterricht.jpg
 • પશ્ચાદભૂમિ:બાજુમાં મુકેલી તસ્વીરમાં આપ એક બાબાભાઇને એક ગ્રંથ અને પૃથ્વીના ગોળાની સાથે કંઇક મથામણ કરતા જોઇ શકો છો. એ બાબાભાઇએ ગુજરાતી વિકિ પર કોઇ ટચૂકડા ગામનો લેખ વાંચ્યો પણ અક્ષાંશ-રેખાશ સુઘારવાની જરૂર જણાતા એ પૃથ્વીના ગોળાનો અને હાથમાંના સંદર્ભ ગ્રંથનો ઉપયોગ કરીને સાચા અક્ષાંશ-રેખાંશ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવો, આપણે એમના જેવા અસંખ્ય લોકોને મદદ કરીએ અને ગુજરતી વિકીને વધારે પરીપુર્ણતા અર્પવા તરફ એક ડગલું આગળ વધીએ.
  આ માટે ફકત આટલું જ કરવાનું છે. ગુજરાતી વિકિપીડિયા પરના ભૌગોલિક વિસ્તારો વિષયક લેખો (ખાસ તો ગામને લગતા લેખો)માં માહિતીચોકઠાંઓમાં જે અક્ષાંશ-રેખાંશ લખેલા છે તેની ચકાસણી કરી ને એ જો સાચા નહોય તો સાચા અક્ષાંશ-રેખાંશ શોધી ને માહિતીચોકઠાંઓ સમારવા.

આ કાર્યમાં સહકાર્યકર્તાઓને શક્ય એટલી વધુ સરળતા રહે એ રીતે કાર્યનિતિ ઘડવાની ઇચ્છા છે. માટે એવો કોઇ રસ્તો શોધવાનાં પ્રયત્ન ચાલુ છે. એવું કંઇક કરવાની ઇચ્છાછે કે જેથી સભ્યે કરેલા વિકાસ માટે સભ્યે કોઇ વધારાની મહેનત ન કરવી પડે શક્ય એટલુ બધુ જ કામ સરળતા વાળુ બને. ખાસ કરીને રીપોર્ટીગ આપોઆપ થાય એવી ઇચ્છા છે. આ માટે આપના સુચન આવકાર્ય છે.

 • પરિયોજનાનો ઉદ્દેશ :
  [૧] જે પણ ગામનાં લેખમાં માહિતીચોકઠાંઓમાં જે અક્ષાંશ-રેખાંશ લખેલા છે તેની ચકાસણી કરી ને એ જો સાચા નહોય તો સાચા અક્ષાંશ-રેખાંશ શોધી ને માહિતીચોકઠાંઓ સમારવા.
  [૨] જે પણ ગામનાં લેખમાં અક્ષાંશ-રેખાંશ એક કરતા વધારે વખત લખેલા છે તેમાં ચોકઠામાં લખેલાને રહેવા દઇને બાકીનાને દુર કરવા.
  [૩] જો કોઇ ગામમાં માહિતિ ચોકઠુ ગેરહાજર હોય તેમાં ઉમેરવું
  [૪] ગામનો લેખ જ ગેરહાજર હોય તો બનાવવો -સાચા અ.રે. સાથે જ વળી.
 • માર્ગદર્શકો: બધા જ પ્રબંધકશ્રીઓ
 • સેવક: વિહંગ

કાર્યરીતી[ફેરફાર કરો]

યોગદાન કરવાની રીત[ફેરફાર કરો]

 1. આપને સોંપેલી ગામની યાદીમાંથી અનુક્રમે એક ગામ લો.
 2. દરેક ગામને માટે અક્ષાંશ રેખાંશ શોધો. કેવી રીતે શોધવા એ નિચે સમજાવેલું છે.
 3. જો લેખમાં ઇન્ફોબોક્ષ ઇ.જુ.માં લખેલા અક્ષાંશ રેખાંશ અને આપને મળેલા અક્ષાંશ રેખાંશ સમાન હોય તો ઇન્ફોબોક્ષ ઇ.જુ.માં
  |સ્થિતિ=યોગ્ય
  ઉમેરી દો.
 4. જો લેખમાં ઇન્ફોબોક્ષ ઇ.જુ.માં લખેલા અક્ષાંશ રેખાંશ અને આપને મળેલા અક્ષાંશ રેખાંશ સમાન ન હોય તો સાચા અક્ષાંશ રેખાંશ ઉમેરીને પછી ઇન્ફોબોક્ષ ઇ.જુ.માં
  |સ્થિતિ=યોગ્ય
  ઉમેરી દો.
 5. જો સાચા અક્ષાંશ રેખાંશ ન મળે પણ એટલી ખાત્રી હોય કે જે લખ્યા છે તે તો ખોટા જ છે તો ઇન્ફોબોક્ષ ઇ.જુ.માં
  |સ્થિતિ=અયોગ્ય
  ઉમેરી દો.
 6. જો સાચા અક્ષાંશ રેખાંશ કે ગામનું સ્થળ પણ ન મળે તો ઇન્ફોબોક્ષ ઇ.જુ.માં
  |સ્થિતિ=અયોગ્ય
  ઉમેરી દો.
 7. જો ઇન્ફોબોક્ષ ઇ.જુ. ગેરહાજર હોય તો સાચા અ.રે. સાથે નવુ મુકી દો.
  |સ્થિતિ=યોગ્ય
  પણ ઉમેરી દો.
 8. જો લેખ જ ગેરહાજર હોય તો આપને અનુકુળ હોય તો નવો લેખ ઇન્ફોબોક્ષ ઇ.જુ સાથે નવો બનાવી દો. સાચા અ.રે. સાથે.
 9. આપના ફેરફાર નાના ફેરફાર તરીકે સાચવી લો...અને ફરી ૧ પ્રમાણે શરૂ કરો.


અક્ષાંશ રેખાંશ વિષે યાદ રાખવા જેવી બાબતો[ફેરફાર કરો]

 • અક્ષાંશ રેખાંશ બે ફોરમેટમાં રાખી શકાય છે.
 • દશાંશ પદ્ધત્તિ (ઉદાહરણ: 27.174526 N, 78.042153 E)
 • DMS પદ્ધત્તિ (ઉદાહરણ: 27° 10' 28.2936 N, 78° 2' 31.7508 E)

એક વાત ખાસ યાદ રાખવી કે ગામનું નામ એક કરતા વધારે જગ્યાએ હોઇ શકે છે. જ્યારે આવુ થાય ત્યારે નિચે પ્રમાણે નિર્ણય લેવો.

 • કચ્છ સિવાયના જિલ્લાના બહુ લાંબા પહોળા નથી. આથી આપને મળેલું ગામ જો તાલુકા મથકથી બહુ દુર મળેલું હોય તો આપની શોઘ ખોટી હોય શકે છે. આવી પરીસ્થિતિમાં ગુગલ મેપમાં તાલુકા મથક શોધીને પછી જાતે તેની આજુબાજુ એ ગામ શોધવાનો પ્રયત્ન કરવો.
 • ઉપરની જ વાત અન્ય રીતે કહું તો જો આપને મળેલા અ.રે. અને તાલુકા મથકનાં અ.રે. વચ્ચેનો તફાવતનો જવાબ પુર્ણાક સંખ્યામાં મોટો (૧ કરતા વધારે અંકનો) આવતો હોય તો તમને મળેલા અ.રે. ખોટા હોવાની શક્યતા વધી જાય છે. ઉદાહરણ તરીકે ૭૨E ઉપર ૨૨N અને ૨૧N વચ્ચે ૧૧૧.૨ કિ.મી. નું અંતર છે અને ૨૨N ઉપર ૭૧E અને ૭૨E વચ્ચે ૧૦૩.૧ કી.મી.નું અંતર છે. પૃથ્વીની ગોળાઇને લીધે આ અંતર બદલાતું રહે છે જે વિષુવવૃત પાસે મહત્તમ અને ધૃવ પ્રદેશોમાં નુન્યતમ હોય છે.

આપણા લગભગ દરેક તાલુકાની રચના એવી છે કે મોટાભાગના કિસ્સામાં તાલુકા મથકથી જે તે ગામ ૧૦૦ કી.મી.થી નજીક જ હોય. જોકે અપવાદો તો હોઇ શકે છે.

અક્ષાંશ રેખાંશ કેવી રીતે શોધવા?[ફેરફાર કરો]

આ સાંભળવામાં લાગે છે તેટલુ અટપટું નથી. સૌથી વધારે જાણીતો અને લગભગ બધા લોકોને ખબર હોય એવો રસ્તો છે ગુગલ મેપ્સ. બીજો રસ્તો આ વેબસાઇટનો ઉપયોગ કરવો એ છે.

ગુગલ મેપ્સની મદદથી અક્ષાંશ રેખાંશ શોધવાની રીત[ફેરફાર કરો]

ગુગલ મેપ્સની મદદથી અક્ષાંશ રેખાંશ શોધવાની રીત
ક્રમ આટલું કરો ઉદાહરણ
પગલું ૧લું આપની પસંદગીના કોઇપણ વેબસાઇટ પ્રદર્શક (વેબ બ્રાઉઝર)માં કથીત વેબસાઇટ (વેબસાઇટ) ખોલો ફાયરફોક્ષ વેબ બ્રાઉઝરનાં LocationBarમાં maps.google.com લખીને પ્રવેશ કળ(EnterKey) દબાવો.
પગલું ૨જુ વેબસાઇટ સંપુર્ણપણે ખુલી ગયા પછી પૃષ્ઠ પર ઉપર આવેલ શોઘ કરવાની જગ્યામાં ગામનું નામ, તાલુકા કે જિલ્લાનું નામ, ગુજરાત લખી પ્રવેશ કળ (EnterKey) દબાવો. જો ઉદાહરણમાં લખેલા છે તેવા બઘા પ્રયત્ન કરવા છતા ગામ ન મળે તો બીજુ કોઇ ગામ પસંદ કરી આગળ વધો maps.google.comના પૃષ્ઠ પર નેસડા, સિહોર, ગુજરાત લખીને પ્રવેશ કળ(EnterKey) દબાવો. આ કીસ્સામાં ગુગલ મેપ્સ એવું કહેશે કે આવું કોઇ ગામ નથી. જરાપણ ગભરાયા વગર Nesda, Sihor, Gujarat (અંગ્રેજી લીપી વાપરીને) લખવાથી ગુગલ મેપ્સમાં તર્ત જ એ ગામ દેખાશે. ટૂંકમાં જો ગુજરાતી નામ ન મળે તો અંગ્રેજીલીપીનો ઉપયોગ કરીને શોધવાથી મળવાની શક્યતા વધશે. બીજુ એ પણ ધ્યાન પર રાખવું કે તાલુકાનું નામ ભુલવું નહી કેમકે સરખા નામનાં ગામ બહુ બધે ઠેકાણે હોઇ શકે છે.
પગલું ૩જુ આછા લાલ રંગમાં આવૃત કરેલું ગામનું સ્થળ જો ગુગલ મેપ્સ આપને બતાવે તો જ આ પગલું લાગુ પડે છે.
ડાબી બાજુની જગ્યમાં ઉપર સાંકળ જેવા ચિન્હ વાળી એક ચાંપ દેખાશે. એ દબાવો. આ ચાંપ દબાવતાની સાથે એક નવું ચોકઠું ખુલશે જેમાંથી એચટીએમએલ કોપી કરી લો. અને પછી નોટપેડ એપ્લીકેશનમાં પેસ્ટ કરી દો. એમાં ll= લખ્યુ હોય એ પહેલાનો બધો ભાગ કાઢી નાખો. અાંકડા પુરા થયા બાદ નો બધો ભાગ પણ કાઢી નાખો. ll= પછીનો કોમા (,) સુઘીનો પહેલો આંકડો અક્ષાંશ અને બીજો આંકડો રેખાંશ દર્શાવે છે. યોગ્ય જગ્યાએ આ આંકડાનો ઉપયોગ કરો.
અાપને મળશે ll=21.763594,71.986071

સાધન પેટી[ફેરફાર કરો]

 1. શ્રેણી: શ્રેણી:અક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન
 2. ઢાંચો: ઢાંચો:અક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન

અન્ય વેબસાઇટનો ઉપયોગ કરી અક્ષાંશ રેખાંશ શોધવાની રીત[ફેરફાર કરો]

અન્ય વેબસાઇટની મદદથી અક્ષાંશ રેખાંશ શોધવાની રીત
ક્રમ આટલું કરો ઉદાહરણ

આ બધી રીતો શીખીને લો તમે પણ બની ગયા વામન અવતાર અને ત્રણ પગલામાં બ્રમ્હાંડ માપતા શીખી ગયા.

પરિયોજનાની કાર્યભાર વહેંચણી[ફેરફાર કરો]

પ્રોજેક્ટમાં ફક્ત આટલુ જ કરો ==> અ.રે. સરખા કર્યા પછી ફક્ત આ

|સ્થિતિ=યોગ્ય

લાઇન ઇ.જુ. ના અંતે | } ની આગલી હરોળમાં ઉમેરી દેવી. આખો તાલુકો પતે એટલે નિચે વહેચણીવાળા હિસ્સામાં તાલુકાના નામની બાજુમાં {{Tick}} મૂકી દેશો. ઉદા. ફલાણા તાલુકાના ગામ YesY

આભાર.

જિલ્લાવાર કાર્ય અને સ્થિતિ[ફેરફાર કરો]

તાલુકાવાર કાર્ય અને સ્થિતિ[ફેરફાર કરો]

શંકા[ફેરફાર કરો]

 1. ધોળકા તાલુકો : ચર્ચા:અરણેજ (તા. ધોળકા) અને અક્ષાંશ રેખાંશ વિષે યાદ રાખવા જેવી બાબતો જરૂર વાંચજો. - વ્યોમ
 2. બરવાળા તાલુકો : ત્રણ ગામ અયોગ્ય ઠર્યાં છે ચર્ચાનાં પાનાં જોઈ જશો -વ્યોમ
  વાંધો નહી, હાલમાં પ્રગતી ચાલુ રાખીએ. ----વિહંગ (talk) ૨૦:૦૮, ૧૪ નવેમ્બર ૨૦૧૩ (IST)
 3. માંડલ તાલુકો : ઉઘરેજ ગામ નક્શામાં ન મળ્યું
  મને પણ ના મળ્યુ. :(, વાંધો નહી, હાલમાં પ્રગતી ચાલુ રાખીએ.----વિહંગ (talk) ૨૦:૦૮, ૧૪ નવેમ્બર ૨૦૧૩ (IST)
 4. ઉમરાળા તાલુકો : એક ગામનો લેખ વિકિ પર ન મળ્યો. વધુ તપાસ કરી બનાવવો કે નહિ તે જણાવીશ. અને લગભગ બધાં ગામના ઈન્ફોબોક્ષમાં વાહન કોડ જીજે - ૦૧ બતાવાયો છે જે શંકાસ્પદ છે કારણ કે ભાવનગરનો કોડ જીજે - ૦૪ છે કદાચ.-વ્યોમ
લેખ બનાવવાની જરૂર નથી.--Vyom25 (talk) ૧૨:૩૪, ૧૨ નવેમ્બર ૨૦૧૩ (IST)
વ્યોમજી આપની માહિતિ તદ્દન સાચી છે. વાહનકોડ જીજે-૦૪ જ હોવો જોઇએ.--વિહંગ ૧૩:૦૩, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)
તો હવે તેને સુધારવા બોટ જો વાપરી શકાય તો કોશિષ કરીએ નહિતો જાતે જ સુધારવા પડશે.--Vyom25 (talk) ૧૬:૦૫, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)
બોટના ખલાસીને કહી જોઇએ, કેમકે હલેસા એમની પાસે જ છે. :), બીજુ, ભાવનગરનાં મહુવાતાલુકાના બઘા ગામમાં Type=નગર ને Type=ગામ પણ કરવું પડે એમ છે. એ માટે પણ નાવીક ના મળે તો જાતે તરીને જવું પડે એમ છે. --વિહંગ ૧૬:૪૬, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)
તરવૈયા કરતાં નાવિક વધુ અનુકૂળ રહેશે તમે અરજી કરી જુઓ. નહિ તો પછી તરવૈયા તો છે જ. લાવીશું ઝંપ.--Vyom25 (talk) ૧૯:૪૪, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)
અરજી મુકી છે.--વિહંગ ૨૦:૦૩, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)
મોટા ભાઈઓ, આવા કામની અરજીઓ ના હોય, હુકમ હોય. હુકમ કરો તો કામ થઈ જશે, અરજી હશે તો સરકારી તંત્ર પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૬, ૧૨ નવેમ્બર ૨૦૧૩ (IST)
 1. એકમાત્ર કાનુડાધાર (તા. ઘોઘા) ગામનાં અ-રે મળ્યા નથી. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૮, ૧૪ નવેમ્બર ૨૦૧૩ (IST)
 2. થોરાળી (તા. પાલીતાણા), મોટા ગરજીયા (તા. પાલીતાણા) આ ગામના અ-રે દર્શાવતા સ્થળે કોઈ માનવ વસ્તી ન દેખાણી. જરા જોઈ જશો.
 3. લાખુપરા (તા.મહુવા) નાં અ-રે મળ્યા નથી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૩, ૨૫ નવેમ્બર ૨૦૧૩ (IST)
 4. જુનાગઢ તાલુકો : નવાગામ---> ન મળ્યું, રામનાથ---> કોઈ ગામ ન મળ્યું, સાગડીવિડી----> ઈવનગર અને સાગડીવીડી એક જ સ્થળે છે. , સણાથા---> ન મળ્યું. પીપલાણા --> ન મળ્યું--sushant (talk) ૨૨:૧૩, ૨ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
(એક મહાપ્રશ્ન=આ જૂનાગઢ તાલુકામાં શ્રેણી=અરેસુ વગેરેનો અતોપતો જ કેમ નથી ?? ઢાંચામાં |state_name = gujarat છે તે ગુજરાતીમાં "ગુજરાત" કરવું પડશે.) "સાગડીવીડી" ખાતે માત્ર સંશોધનકેન્દ્ર છે, ગામતળ નથી. પણ સિમતળ છે. ઈવનગર એ નજીકનું ગામ અને સીમ બંન્ને છે. (આપણે સિંહ જોવા ગયા ત્યારે ત્યાંથી પસાર થયેલાં) અ-રે ગોઠવ્યા. "રામનાથ" દાતારના ડુંગરની પાછળ આવેલું એક મંદિર છે, જ્યાં પણ માત્ર કેટલુંક સીમતળ છે. ગામ નથી. અ-રે ગોઠવ્યા. અન્ય ત્રણ ગોઠવી દઈશ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૫૮, ૬ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
 1. મહાદેવપુરા નથી મળ્યો.--Vyom25 (talk) ૦૦:૧૨, ૬ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
 2. વિસાવદર તાલુકો : ખંભાડા, માનાનડીયા--> ન મળ્યું, ચાવંડ નવી --> સ્થાન મળ્યું પન ત્યાં ગામ ન મળ્યું, ઝાંઝેસર -->જાંજેસર નામે ગામ મોજૂદ છે અન્ય ગામ એ જ નામનું ન મળ્યું. આ સિવાય દક્ષીણ વિદાવદર તો આખું ડુંગરામાં છે. ત્યાં સ્થળના નામ છે પણ ત્યાં કોઈ ગામ નથી. --(સુશાંતભાઈ)
ઘટતા અ-રે મેળવ્યા. ગીર પંથકના અમુક ગામ નેશ પ્રકારનાં હોય, બહુ જ ઓછાં રહેઠાણ ધરાવતા, એ પણ વનરાઈથી ઢંકાયેલા, કોઈ સુવિધા વગરનાં (રોડ વગેરે) હોઈ શકે છે એટલે મેપમાં શોધ્યા જડતા નથી. પણ અંદાજે અ-રે મુકી દેવા. (નામ લખ્યું હોય તેની આસપાસનાં). YesY--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૦:૫૭, ૨૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
 1. સુત્રાપાડા તાલુકો - સરા - સ્થાન મળ્યું પણ કોઈ ગામ ન દેખાયું
 2. કોડીનાર તાલુકો - ગોવીંદપુર ભંડારીયા સ્થાન મલ્યું પણ ત્યાં કોઈ ગામ નથી. (હાલ મળેલા અ-રે અહીં જણાવવા વિનંતી) , નગડલા સ્થાન મળ્યું પણ કોઈ ગામડું નથી. બરડા અને ગોહીલની ખાણ આ બંને નામની વચ્ચે એક જ ગામ છે.; માલગામ સ્થાન મળ્યું પણ કોઈ ગામડું નથી.

સહકાર્યકર્તાઓ[ફેરફાર કરો]

સહભાગી સભ્યો[ફેરફાર કરો]

 1. sushant (આ પાનુ બન્યા પહેલા ચોતરા પર ઇચ્છા જાહેર કરી)
 2. અશોક મોઢવાડીયા (આ પાનુ બન્યા પહેલા ચોતરા પર ઇચ્છા જાહેર કરી)
 3. Vyom25 (આ પાનુ બન્યા પહેલા ચોતરા પર ઇચ્છા જાહેર કરી)
 4. મહાથી (વિહંગને ઇમેલ દ્વારા જાણ કરી)
 5. વિહંગ
 6. ધવલચર્ચા/યોગદાન
 7. --KartikMistry (talk) ૧૧:૦૬, ૧૨ નવેમ્બર ૨૦૧૩ (IST)

RACI Chart of the tasks for members[ફેરફાર કરો]

સભ્યોની જાણકારી માટે કાર્યભારણ, જવાબદારી, સલાહ-સુચન અને માહિતિનો કોઠો
ક્રમ કાર્યનું નામ કોનો કાર્યભાર કોની જવાબદારી જરૂર પડે કોના સલાહ સુચન લેવા કોને માહિતિગાર રાખવા
ઢાંચો:Infobox Indian Jurisdictionમાં જરૂરી પ્રયોગ કરવા YesY
વિહંગ વિહંગ પ્રબંધક શ્રીઓના પ્રબંધક શ્રીઓને
જરૂરી પ્રયોગ પુરા થયે મતદાન કરાવીને વિકાસનોંધનો વિકલ્પ પસંદ કરાવવો YesY વિહંગ વિહંગ પ્રબંધક શ્રીઓના પ્રબંધક શ્રીઓને
શરૂવાતનાં તબક્કાની વિધિઓ પતાવીને પરિયોજનાને ખરેખર શરૂ કરાવવી YesY વિહંગ વિહંગ પ્રબંધક શ્રીઓના પ્રબંધક શ્રીઓને
પરિયોજનાનાં સભ્યોને અ.રે. સુધારણા અંગે માર્ગદર્શન પુરૂ પાડવું YesY વિહંગ અને અન્ય બધા સભ્યો વિહંગ પ્રબંધક શ્રીઓના પ્રબંધક શ્રીઓને
ગુંચવણ ભરી પરીસ્થિતિનો ઉકેલ લાવવો વિહંગ અને અન્ય બધા સભ્યો વિહંગ પ્રબંધક શ્રીઓના પ્રબંધક શ્રીઓને
ભાંગફોડીયા પ્રવૃત્તિને કાબુમાં લાવવી પ્રબંધક શ્રીઓ અને અન્ય બધા સભ્યો પ્રબંધક શ્રીઓ પ્રબંધક શ્રીઓના પ્રબંધક શ્રીઓને
અક્ષાંશ રેખાંશ વ્યવસ્થિત ચકાસીને ઉમેરવા બધા સભ્યો દરેક સભ્ય પોતે પ્રબંધક શ્રીઓના પ્રબંધક શ્રીઓને અને વિહંગને

પરિયોજનાની પ્રગતિનોંધ[ફેરફાર કરો]

 1. દિવસ (પ્રથમ ૨૪ ક્લાક)નાં અંતે : ૧૩૦ ગામની ચકાસણી થઇ ચુકી છે. વિકાસનો દર: 0.82179%. અભિનંદન. વ્યોમજીનો ફાળો અંત્યત ઉલ્લેખનીય. આભાર. શરુવાતનાં લર્નીગ-કર્વ પછી હાવે સુશાંતભાઇની આ કાર્ય પર સુંદર પકડ બેસી ચુકી હોય એેમ લાગે છે. ખાસ્સુ ઉત્સાહપ્રેરક વાતાવરણ બની રહ્યુ છે.
 2. રાત્રે અશોકભાઇનો જાદુ ફરી વળ્યો હતો. કહે છે ને કે સામાન્ય જનતા ઉંઘતી હોય ત્યારે યોગીઓ કાર્ય કરી રહ્યા હોય છે. ૧૬૧નાં આંકડા સાથે આપણે પુર્ણાક સંખ્યામાં પ્રવેશ કરી ચુક્યા છીએ. (કુલ પ્રગતિ 1.016799293%)--વિહંગ ૦૮:૫૫, ૧ નવેમ્બર ૨૦૧૩ (IST)
 3. વારંવાર ગણત્રીની જંજટમાથી છુટવા આપોઆપ ગણતરી થયા કરે એવો ઢાંચો મુક્યો.
પરીયોજનાની પ્રગતિના આંકડા
ક્રમ વિગત અાંકડા પ્રગતિની ટકાવારી
અભિયાનમાં સમાવાયેલા કુલ લેખ ૧૮,૬૭૬ ૧૦૦ %
ચકાસણી બાકી હોય એવા લેખ ૧૪,૬૯૧ 78.66%
અ.રે. યોગ્ય હોય એવા લેખ ૩,૫૨૫ 18.87%
અ.રે. અયોગ્ય હોય એવા લેખ ૩૭૭ 2.02%
પ્રકાર અને સ્થિતિ પ્રમાણે પ્રગતિપત્રક
  વિવિધ સ્થિતિઓ
  સ્થિતિનું ઉમેરણ બાકી સ્થિતિની ચકાસણી બાકી સ્થિતિ યોગ્ય છે સ્થિતિ અયોગ્ય છે કુલ
સ્થળના પ્રકાર ગામ 14385 191 3422 376 18374
નગર 41 59 71 1 172
શહેર 3 11 31 0 45
મેટ્રોપોલિટન શહેર 0 0 1 0 1
અન્ય 254 3 6 0 263
કુલ 14683 264 3525 377 18592
ખરેખરી પ્રગતિ (કુલ યોગ્ય + કુલ અયોગ્ય ) 3902

20.99 %

કાર્યનાં વિકાસની નોંધ રાખવા માટેની પદ્ધતિ પસંદગીનાં વિકલ્પ[ફેરફાર કરો]

વિકલ્પ ૧લો[ફેરફાર કરો]

X mark.svg નહિ થાય.
આ વિકલ્પ ચોતરા પર ચર્ચાયેલો છે. જેમાં ઢાંચો:અક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન|સ્થિતિ=ચકાસો ને બોટ દ્વારા દરેક ગામમાં ઉમેરવાની વાત હતી. અશોકભાઇના માર્ગદર્શન પછી એ વિષેની વિચારણા પડતી મુકવામાં આવે છે.

વિકલ્પ ૨જો[ફેરફાર કરો]

X mark.svg નહિ થાય.

વર્ણન[ફેરફાર કરો]

આ પહેલાની પરીયોજનામાં વપરાયેલી માનવશક્તિથી થતી વિકાસ નોંધ પદ્ધત્તિ

આ પદ્ધતિના ફાયદા[ફેરફાર કરો]

 1. નિવડેલી અને અને સીધી સાદી પદ્ધત્તિ છે.
 2. સભ્યોને આના પર કામ કરવાનો અનુભવ છે.

આ પદ્ધતિના ગેરફાયદા[ફેરફાર કરો]

 1. થતી વિકાસ નોંધ પુરેપુરી રીતે માનવ-કાર્ય પર આધારીત
 2. વિકાસ કરવા છતા વિકાસની નોંધ કરવી રહી ગઇ - પ્રકારની ભૂલો થવાની સંભાવના

વિકલ્પ ૩જો[ફેરફાર કરો]

YesY. હાલમાં આ વિકલ્પ પ્રમાણે કાર્ય પ્રગતિમાં છે.

વર્ણન[ફેરફાર કરો]

ઢાંચો:Infobox Indian Jurisdiction માં નિચે મુજબની એક લાઇન છે.

|- <!-- ###### Type ###### -->
{{#if:{{{type|}}}|
<tr class="mergedtoprow"><!-- ***category*** -->
<td colspan=2 style="text-align: center; background-color: {{IIJ/P|PT|{{{type|}}}}}">—  '''<span class="category">{{#if:{{{settlement_type|}}}|{{{settlement_type|}}}|{{{type}}}}}</span>'''  —</td>
</tr>

અહીયા </tr> પહેલા નિચે મુજબનો કોડ ઉમેરી દઇએ તો પણ હાથેથી દરેક પાને શ્રેણી ઉમેરવાની જંજટ મટી જાય એમ છે. અને કોઇ પણ પાના પર ઢાંચો ઉમેરવાની જરૂર ન રહે.

{{#ifeq: {{{type|}}} |ગામ| {{અરેસુ|પરિસ્થિતિ={{{સ્થિતિ}}}| }} }}

આમ કરવાથી કોઇ જ નવા ઢાંચા ઉમેર્યા વગર જ શ્રેણી લાગુ પડશે. અને યોગદાન કરનારે રીપોર્ટીંગ માટે વધારાનું કોઇ જ કામ નહી કરવુ. પડે. ઢાંચો:Infoboxમાં ફક્ત છેલ્લી લાઇન | } ને બદલે |સ્થિતિ=યોગ્ય | } કરી નાખવાથી કામ પતી જશે. (પ્રયોગ કરવાનો બાકી છે.)

આ પદ્ધતિના ફાયદા[ફેરફાર કરો]

 1. વિકાસનોંધ સંપુર્ણ રીતે આપોઆપ થાય છે.
 2. વિકાસનોંધ કરવા માટે કરવા પડતા વધારાના Editsથી છુટકારો અપાવે છે.

આ પદ્ધતિના ગેરફાયદા[ફેરફાર કરો]

 1. નવી પદ્ધત્તિ હોવાથી સભ્યોને આ પદ્ધત્તિની સફળતા વિષે આશંકા હોઇ શકે છે.

આપની પદ્ધત્તિ માટેની પસંદગીનું મતદાન અહીંયા કરો[ફેરફાર કરો]

પાઇલોટ પ્રોજેકટ સફળતાપુર્વક અને સરળતાથી ચાલી રહ્યો હોય એમ લાગે છે. એથી કુદરતી પસંદગી વિકલ્પ-૩ તરફ ઢળે છે. પણ ફોર્માલીટી તરીકે અાપણે વિકલ્પ પસંદગીની મતદાન શરૂ કરીયે છીએ. મહેરવાની કરીને આપનો મત નિચેના કોષ્ટકમાં (વળી પાછુ કોષ્ટક!!!, લાગે છે જીંદગી કોષ્ટકો નિચે દબાઇ જશે, નહી!!!) આપવા વિનંતિ. --વિહંગ ૧૦:૧૩, ૩૧ ઓકટોબર ૨૦૧૩ (IST)

વિકલ્પ-૨ વિકલ્પ-૩
  અશોકજી
  વિહંગ
  YesY

આપના સૂચનો અહીંયા લખવા વિનંતિ[ફેરફાર કરો]

બીજેથી અહીં લવાયા[ફેરફાર કરો]

 • હું શ્રી.વિહંગભાઈ આ પરિયોજનાનું સંચાલન સંભાળે એ માટેનો પ્રસ્તાવ કરૂં છું. સાથે સૂચનો...
  • સૌ પ્રથમ આપણે શ્રી.વિહંગભાઈનાં સંચાલન તળે "વિકિપીડિયા:વિકિપરિયોજના અક્ષાંશ રેખાંશ સુધારણા"નું પાનું બનાવીએ. YesY(નમૂના માટે જુઓ પાનું (વિકિપીડિયા:વિકિપરિયોજના ગ્રામ્ય માહિતીચોકઠાં)
  • આ પરિયોજનામાં સ્વૈચ્છીક સહયોગ આપનાર સભ્યશ્રીઓ ત્યાં નામ નોંધાવે. YesY
  • પરિયોજનાને પાને સંચાલકશ્રી અ-રે ક્યાંથી/કઈ રીતે મેળવવા તેનું સંક્ષેપ માર્ગદર્શન પણ સૌને આપે. Symbol wait.svg કરું છું.
  • દરેક સભ્યશ્રીને સંચાલકશ્રી પ્રથમ એક જિલ્લો નક્કી કરી એનો એક એક તાલુકો સોંપી દે. સભ્યશ્રી એનાં તમામ ગામનાં અક્ષાંશ-રેખાંશ ચકાસી/ઉમેરી/સુધારી એ પૂર્ણ થયે ત્યાં પરિયોજના પાને નોંધ મુકી અન્ય તાલુકો સંભાળે. (ટૂંકમાં તાલુકા પ્રમાણે ગામો લેવાથી દરેક સભ્યને અલગ અલગ કાર્ય મળશે અને મહેનત બેવડાશે નહિ.)YesY
  • સંચાલકશ્રી એ પાને, એક વિભાગમાં, પૂર્ણ થયેલા જિલ્લા/તાલુકાની યાદી રાખતા જાય. (નમૂનો: વિકિપીડિયા:વિકિપરિયોજના ગ્રામ્ય માહિતીચોકઠાં/પરિયોજના વિકાસ)X mark.svg નહિ થાય.
  • આમ આ કાર્ય પરિયોજનાને ધોરણે (જે આપણે વિકિસ્રોત પર પણ સફળ રીતે અજમાવેલી જ છે) સહેલાઈથી અને સુવ્યવસ્થિતપણે કરી શકીશું.
  • જે તાલુકાનાં ગામનાં પાના બનવા બાકી હોય કે તેમાં ઢાંચો ઈન્ફોબોક્ષ બાકી હોય (જે આશરે ૨% લેખો પર બાકી છે) તેને સંચાલકશ્રી અલગ કાઢી એ કાર્ય રસ ધરાવતા અન્ય મિત્રોને સોંપી શકે.
  • આ પરિયોજના પુરતું કંઈ મુશ્કેલી (જેમ કે, ગામ ‘અ’નાં અ-રે વિશે કંઈ અસમંજસ સર્જાય, સાચા-ખોટા કોને ગણવા, કોઈ ગામ બેવડાતું કે ખોટી માહિતીવાળું ધ્યાને ચઢે તો કયું રાખવું-ન રાખવું, કોઈ ગામનાં અ-રે પ્રાપ્ત ન બને તો કામચલાઉ શું કરવું, કોઈ સભ્યશ્રી અનિવાર્ય સંજોગાનુસાર સોંપાયેલું કાર્ય પૂર્ણ ન કરી શકે તો એ કામ અન્યને સોંપવું વગેરે બાબતો) સર્જાય. તેમાં આખરી નિર્ણય સંચાલકશ્રીનો માન્ય ગણવો. (આમાં અને જરૂરી તકનિકી બાબતોમાં તેઓ સ્વેચ્છાએ પ્રબંધકોની સલાહ/મદદ લઈ શકે છે.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૦, ૨૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
 • એક બાબત એ છે કે આપણે પરિયોજના ચાલુ કરીએ અને જે તે તાલુકાના ગામો પર અ-રે મૂકીએ તો તાજા ફેરફારોનું પાનું તેનાથી ભરાઈ જશે માટે તેનો કોઈ ઉપાય જેમ કે નાના ફેરફાર ગણવા વગેરે પણ કરશો. જેથી અન્ય ફેરફારો જોઈ શકાય અને ભાંગફોડ ધ્યાન બહાર ન જાય. બાકી ૧૦૦% સહમત.--Vyom25 (talk) ૧૧:૦૮, ૩૦ ઓકટોબર ૨૦૧૩ (IST)
Very Good suggestion --વિહંગ ૨૦:૩૯, ૩૦ ઓકટોબર ૨૦૧૩ (IST)
 • ઢાંચો:અક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન|સ્થિતિ=ચકાસો બોટ દ્વારા ઉમેરવું શક્ય છે. પરંતુ તેના બદલે અશોકભાઈએ ઉપર કરેલા સુચનને વળગીને ચાલીએ તો સહેલું થશે. સાથે સાથે વ્યોમભાઈનું સુચન પણ વ્યાજબી છે કે દરેક ભાગલેનાર સભ્યે પોતાના ફેરફારને નાનો સુધારો છે, તરીકે અંકિત કરવો જેથી તાજેતરના ફેરફારોમાંથી તેમને અલગ તારવી શકાય. અને હા, પરિયોજનાનાં પાને નામ નોંધાવ્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૮, ૩૦ ઓકટોબર ૨૦૧૩ (IST)
જી સાહેબ, એ ઢાંચો ઉમેરવાનો ખ્યાલ તો અશોકભાઇના સુચન પછી પડતો જ મુક્યો છે. (કદાચ હું પરિયોજનાના પાન પર બરોબર સમજાવવામાં નિષ્ફળ નિવડ્યો હોઉ એમ બને)એ સીવાય નું સૂચન એ કરેલ છે કે ઢાંચો:Infobox Indian Juridiction માં એક નાનકડું કોડ સ્નીપેટ ઇન્જેક્ટ કરીને કામ પાર પાડવું. વધારે પરીયોજનાના પાને વાચવા મળશે.--વિહંગ ૨૦:૨૦, ૩૦ ઓકટોબર ૨૦૧૩ (IST)

અહીંયા જ લખાયેલા[ફેરફાર કરો]

મિત્રો, મેં બહુ વિચાર્યું (!?) તો એક બાબત ‘વધુ’ યોગ્ય જણાઈ કે, "વિકલ્પ ૩જો" એ બહુ ઉપયોગી બાબત બની શકે છે. જો કે સંચાલકશ્રી માન્ય કરે તો જ આ સૂચન કાર્યરત કરવું પણ એ વિકલ્પ ૩જોની સાથે હું એક બાબત ઉમેરીશ કે, ભલે સૌ પ્રથમ તો આપોઆપ જ બધા લેખો શ્રેણી ‘અક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી’ (જે ડિફોલ્ટ છે)માં જતા રહે. પણ પરિયોજનામાં જોડાયેલા સૌ મિત્રોને, અગાઉ જણાવ્યું તેમ, પ્રથમ એક જિલ્લો નક્કી કરી તેનાં અલગ અલગ તાલુકાઓ સોંપવા (અથવા જે સભ્ય જે તાલુકો સ્વેચ્છાએ સંભાળે તેને અહીં પરિયોજના પાને, નક્કી કરાયેલાં સ્થળે, દર્શાવી દે). આમ એકસાથે કાર્યરત એવા બે સભ્યશ્રી વચ્ચે નાહક કાર્ય બેવડાવાનું જોખમ ટળશે, તબક્કા વાર કાર્યથી ઝડપ પણ થશે. (મંકોડાની જેમ આડાઅવળા, મનફાવે ત્યાં, ફરવાને બદલે કીડીઓની જેમ કતારબદ્ધ ક્વિકમાર્ચ થતી લાગશે !!) દરેક સભ્યએ અ-રે સુધારી અને સાથે ઢાંચામાં ઉપર જણાવેલો કોડ (|સ્થિતિ=યોગ્ય) પણ મુકી દેવો. આમ આપોઆપ એ લેખની શ્રેણી બદલાઈ જશે અને સંચાલકશ્રી તથા અન્ય મિત્રો અને વાચકને પણ એ લેખનાં અ-રે ચોક્કસ હોવા, ન હોવા, વિશે પાક્કો ખયાલ આવી જશે. ટૂંકમાં, ‘વિકલ્પ ૩’ અને ‘પરિયોજનાની વહેંચણીની પ્રથા’ એ બંન્નેનો સુભગ સમન્વય કરી જોઈએ. સફળ તો થશું જ. વિહંગજીને વિનંતી કે શરૂઆત કરવા ઇચ્છતા મિત્રો માટે ત્વરાએ "કાર્ય વહેંચણી" નામક વિભાગ ઉમેરી તેમાં કોઈ એક જિલ્લો (જેનાં વધુમાં વધુ તાલુકાનાં ગામો ઇન્ફોબોક્ષ સહિત લેખ ધરાવતા હોય) અહીં સૂચવી આપે. આ મારો નમ્ર વિચારમાત્ર છે. હું પરિયોજના પર કાર્યરત થવાની શરૂઆત તો કહો ત્યારે કરી દઉ, અને કોઈને દિવાળી મનાવી નવા વર્ષથી શરૂઆત કરવી હોય તો પણ છૂટ જ છે. સૌને દિવાળીની હાર્દિક વધાઈ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૭, ૩૦ ઓકટોબર ૨૦૧૩ (IST)
સાહેબ, બસ એક પ્રયોગ પુરો થવાની રાહ હતી. વહેચણીની બાબતમાં આપનું માર્ગદર્શન યોગ્ય જ છે. હાલ પ્રયોગ સફળ રહ્યો હોય એમ લાગી રહ્યુ છે. ભરવાડ એક વાંભ મારે[૧] અને બધા જ પાળતુ પશુઓ ચુપચાપ વાડામાં ગોઠવાય જાય એમ ઢાંચો:Infobox Indian Jurisdiction માં ફક્ત એક લાઇન ઉમેરી છે અને ગામડાઓ અાપોઅાપ યથાયોગ્ય શ્રેણીમાં ગોઠવાવા લાગ્યા છે. લાગે છે કે સવાર સુધીમાં બધુ જ રાગે પડી જશે. --વિહંગ ૨૩:૩૨, ૩૦ ઓકટોબર ૨૦૧૩ (IST)
 1. વાંભ મારવી એટલે પાળતુ ઢોર ને કશોક સંકેત કરવા માટે (જેમકે ભેગા થવા માટે) મોટેથી હલકદાર અવાજે એક ખાસ પ્રકારનો લાંબો સાદ પાડવો - પાળતું પશુઓનાં સંદર્ભમાં જ વપરાય છે.

પરીયોજના વિષે નહી પણ પરીયોજનાના આ પાનાના માળખા કે એવી કોઇ અન્ય લાગુ પડતી બાબતો[ફેરફાર કરો]

ઉપસંહાર, ઋણ-સ્વિકાર અને આભારવિધી[ફેરફાર કરો]

સૌ પ્રથમ તો આભાર એ બધા જ સભ્યોનો કે જેમણે બધે ઢાંચો:Infobox Indian Jurisdiction ઉમેર્યો. જો એ નહોત તો આ કાર્ય આટલી સરળતાથી ક્યારેય ન થઇ શક્યુ હોત.

ઉપરાંત ધવલજી અને અશોકજી ના સતત, સચોટ અને ઝીણવટભર્યા માર્ગદર્શન વગર આ કાર્ય શક્ય જ ન હતું. ૧૬૦૦૦ કરાતા વધારે લેખોમાં વપરાયેલા હાઇ-વોલ્યુમ ઢાંચા સાથે છેડછાડ કરવાની મને છુટછાટ આપવા જેટલો મારામાં વિશ્વાસ મુકવા બદલ હું એમનો ઋણી છું.

અને અન્ય બધા જ મિત્રો જેમણે પરિયોજના હજુતો કાચી રુપરેખાનાં સ્વરૂપે હતી ત્યારથી જ પોતાના યોગદાનની ખાત્રી આપેલ. અહીંયા સુશાંતજીનો ખાસ ઉલ્લેખ કર્યા વગર નહી રહી શકાય કેમકે એ સૌ પ્રથમ એવી વ્યક્તિ છે કે જેમણે પોતાનાથી શક્ય એટલો બધોજ સહયોગ આપવાની ખાત્રી આપેલ છે.

બધાના નામ અહીંયા ન લખી શકાયા પણ એનો અર્થ એવો જરા પણ નથી કે બાકીના સભ્યોનું યોગદાન અહીંયા જેમનો આભાર માનવામાં આવ્યો છે એમના કરતા જરા પણ ઉણુ ઉતરે છે. મહેરબાની કરીને એવું માઠુ ન લગાડશો.