વિકિપીડિયા:વિકિપરિયોજના
વિકિપરિયોજના એ વિકિપીડિયાને સમૃદ્ધ બનાવવા ઇચ્છતા સંપાદકો દ્વારા સાથે મળી અને બનાવાતું જૂથ છે. આ જૂથ કોઈ એક કાર્ય પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી અને કાર્ય કરે છે. (જેમ કે, કોઈ ખાસ વિષયના પાનાઓ સંપાદિત કરવા કે બનાવવા વગેરે.)
વિકિપરિયોજનાના પાનાઓ સીધા જ જ્ઞાનકોશ લેખો મુકવા માટે નહિ પણ જ્ઞાનકોશ લેખોનાં એકીકરણ અને વ્યવસ્થાપન કરવા તેમજ તેમને સંપાદિત કરવા માટે ઉપયોગી થશે. પસંદ કરેલા ચોક્કસ વિષય પર જૂથના સંપાદકોને કાર્ય કરવા માટેનું માર્ગદર્શન, જરૂરી વિગતો, ઢાંચાઓ, શ્રેણીઓ વગેરે અહીંથી મળશે. જે તે પરિયોજનાના પાના સાથે જોડાયેલું ચર્ચાનું પાનું સહકાર્ય કરતા સંપાદકશ્રીઓને જે તે વિષયની ચર્ચા માટે, પરિયોજનાની પ્રગતિની માહિતી માટે, સંચાલકશ્રી અને અન્ય સભ્યશ્રીઓ સાથે પ્રશ્નો અને સલાહસૂચનની આપ-લે માટે વપરાય છે.
વિકિપરિયોજના એ નિયમો ઘડનાર સંગઠન નથી. વિકિપરિયોજના પર સ્વૈચ્છીક કાર્ય કરતા સંપાદકશ્રીઓ પણ અન્ય સંપાદકશ્રીઓ જેટલા અને જેવા જ હક્કો ધરાવે છે.
હાલમાં ચાલતી પરિયોજનાઓ[ફેરફાર કરો]
- વિકિપીડિયા:વિકિપરિયોજના ગ્રામ્ય માહિતીચોકઠાં - સંચાલન: હર્ષ કોઠારી
- વિકિપરિયોજના અક્ષાંશ રેખાંશ સુધારણા - સંચાલન: વિહંગ