વિકિપીડિયા ચર્ચા:વિકિપરિયોજના અક્ષાંશ રેખાંશ સુધારણા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

યે "ઈ.જૂ ", "ઈ.જુ." ક્યા હૈય ? યે "ઈ.જૂ ", "ઈ.જુ."[ફેરફાર કરો]

વિહંગભાઈ , મને તો આ ભયંકર અટપટું લાગે છે. મિત્રો આ વખતે આપણી વેબ મિટિંગમાં આને વિશે એક ડેમો રાખો ને તો સરળતા પૂર્વક સમજાય. આ "ઇન્ફોબોક્ષ ઇ.જુ." શું છે? --sushant (talk) ૨૧:૩૧, ૩૦ ઓકટોબર ૨૦૧૩ (IST)

ઢાંચો:Infobox Indian Jurisdiction = "ઇન્ફોબોક્ષ ઇ.જુ." !!--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૩, ૩૦ ઓકટોબર ૨૦૧૩ (IST)
કમાલ તો ઢાંચો:અરેસુ એ કરી છે.... અરે શું તમે પણ યાર?--Vyom25 (talk) ૨૩:૩૧, ૩૦ ઓકટોબર ૨૦૧૩ (IST)

ઉપસંહાર, ઋણ-સ્વિકાર અને આભારવિધી[ફેરફાર કરો]

આ તો કોઈ સામાજિક મેળાવડા કે અધિવેશન જેવું લાગે છે. હા હા હા. (મજાક માત્ર!) આવી બધી ફોર્મેલીટી ની જરૂર છે? ન રાખો તો સારું.

બહેરહાલ એક અન્ય વિનમ્ર સુઝાવ. હાલમાં તો માત્ર એક પાયલોટ પરિયોજના હળવા સ્વરૂપે ચાલુ કરીએ, ખપ પુરતી પરિયોજના પુરતી માહિતી, ટૂંકા સ્વરૂપે મૂકીએ અને તેમાં મળેલા અનુભવને આધારે આગળ વધીએ. --sushant (talk) ૨૧:૪૪, ૩૦ ઓકટોબર ૨૦૧૩ (IST)

સુશાંતજી, આપને વહેચણીમાં બાકી રાખ્યા છે. અમે શરૂ કરીએ એ પછી આપને સરળતા રહે એ માટે ---વિહંગ ૨૩:૫૨, ૩૦ ઓકટોબર ૨૦૧૩ (IST)


મેળાવડો સામાજીક જ રહે અને અસામાજીક ન બની જાય એ માટે કેટલીક ક્રિયા-વિધી જરૂરી હોય છે. ફક્ત એટલુ જ કર્યુ છે. (આ પણ મજાક માત્ર) --વિહંગ ૧૦:૪૩, ૩૧ ઓકટોબર ૨૦૧૩ (IST)

ફાળવણી[ફેરફાર કરો]

માફ કરજો, એ તો ભુલાઇ ગયુ. sorry. બદલી નાખુ છુ. --વિહંગ ૨૩:૫૫, ૩૦ ઓકટોબર ૨૦૧૩ (IST)
ફાળવણી સ્વીકારી છે અને સત્વરે કામ ચાલુ કરું છું. આભાર.--Vyom25 (talk) ૦૦:૦૨, ૩૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
ઇશ્વર આપને સફળ બનાવ એવી શુભેચ્છા સાથે ખુબ ખુબ આભાર વ્યોમજી--વિહંગ ૦૦:૦૭, ૩૧ ઓકટોબર ૨૦૧૩ (IST)

દાલોદ (તા. માંડલ)[ફેરફાર કરો]

વિહંગભાઈ, મેં દાલોદ (તા. માંડલ) પર કાર્ય કર્યું. તે જોઈ જશો બરોબર છે કે કેમ?

હવે મને એક વાત કહો કે ઇન્ફોબોક્ષ ઇ.જુ માં "|સ્થિતિ=યોગ્ય" ક્યાં લખવું મને તો "|સ્થિતિ=" નામનો વિકલ્પ ઇન્ફોબોક્ષ ઇ.જુ માં મળ્યો જ નહિ. --sushant (talk) ૧૩:૩૫, ૩૧ ઓકટોબર ૨૦૧૩ (IST)

આ સિવાય મેં કડવાસણ (તા. માંડલ) પર કાર્ય કર્યું. મને તે ગામ ગુગલમાં નાખતા ન મલ્યું. તેમાં કેસરી ટીપકું ન આવ્યું, પણ ગામ ને હું માંડલની આજુબાજુ શોધી શક્યો. હવે કેસરી ટપકું ન આવે તો તેના સ્ક્રીન પર જે વ્યુ દેખાય તેના જ અક્ષાંસ ચાલે કે? ગુગલ ,મેપ પર, ટપકું તૈયાર કેમ કરવું  ? --sushant (talk) ૧૩:૪૪, ૩૧ ઓકટોબર ૨૦૧૩ (IST)

આ માટે આપન www.latlong.net નામના જાળસ્થળનો ઉપયોગ કરી શકો છો. ગુગલ મેપ્સ કે આ જાળસ્થળ અંગ્રેજી લીપીની અપેક્ષા રાખે છે. આપ નામ અંગ્રેજીમાં લખશો તો મળવાની શક્યતા વધારે છે. |સ્થિતિ= એ લાઇન નવી ઇમેરવાની છે. વધુ માહિતિ પરિયોજનાનાં મુખ્ય પાના પર વાંચવા મળશે. વધુ માટે આપ અહીયા મારો પણ સંપર્ક કરી શકો છો. આભાર. --વિહંગ ૧૪:૦૯, ૩૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
ગુગલ મેપ્સ પર કોઈપણ ગામ દા.ત. દાલોદ શોધવા માટે Dalod, Dist. Ahmedabad Gujarat એમ સર્ચ કરવું આદર્શ રહેશે. અહીં પ્રથમ ગામનું નામ ત્યારબાદ જિલ્લો અને ત્યારબાદ રાજ્ય એમ ક્રમ રાખવો. ગુગલ મેપ્સ કરતાં વિહંગભાઈની સાઈટ વધુ સહેલાઈથી કામ આપે છે. તેમાં પણ આ પ્રમાણે જ સર્ચ કરવું. મેપ્સ પર તમે જે તે ગામ શોધી અને બાદમાં ડાબી બાજુની કોલમમાં પ્રિન્ટની બાજુમાં કડી જેવું દેખાય છે તેના પર ક્લિક કરશો એટલે યુઆરએલ દેખાશે જેમાં તમને અ-રે મળી શકશે.--Vyom25 (talk) ૧૭:૪૪, ૩૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
મદદ માટે આભાર વ્યોમજી.--વિહંગ ૧૮:૪૮, ૩૧ ઓકટોબર ૨૦૧૩ (IST)

તાલુકાનાં નકશા (ગામ સહેલાઈથી મળશે)[ફેરફાર કરો]

સંચાલકશ્રી અને મિત્રો, સૌ કોઈને મેપ પર ગામ શોધવું સરળ પડે એ માટે એક રસ્તો શોધ્યો છે. ગુજરાત સરકારની વેબસાઈટ gujhealth.gov.in પર ગુજરાતનાં સઘળા જિલ્લાઓનાં તાલુકાનાં ગામો દર્શાવતા નકશા, તાલુકાવાઈઝ ઉપલબ્ધ છે. જો કે સાઈઝમાં જરા નાના અને અક્ષરો જીણા છે પણ આપણને ન મળતું ગામ ચોક્કસ કયે ઠેકાણે શોધવું તે અંદાજ આપવા પૂરતા સક્ષમ છે. રીત એ છે કે ઉપરોક્ત સાઈટ પર જઈ પોતાને ભાગે આવેલા તાલુકા પર ક્લિકી નકશો (jpgમાં જ છે) સેવ કરી લેવો. બહુ ઉપયોગી થશે. પ્રયત્ન કરી જોવા વિનંતી. જો ઉપયોગી જણાય તો સંચાલકશ્રી મુખ્ય પાને રીતમાં પણ આ વિગત ઉમેરી શકે છે. ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૧, ૧ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

હું તો એ વાપરીને જ ગામ શોધું છું. --sushant (talk) ૧૪:૦૪, ૨ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

સુશાંતજી, તો પછી અમને પણ કહેતાં શું જોર પડતું હતું ?!!! નાહક આટલી મજૂરી કરાવી ! :-) :-) -- ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૪૦, ૨ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

અશોકજી, આપની શોઘ ખરેખર ખુબ મદદરૂપ થાય એવી છે. પરિયોજનાના પાના પર ઉમેરી દઇશ. સુશાંતજી તો છુપુ રત્ન નિકળ્યા. ભાય. ભાય !!! આભાર. ---વિહંગ ૧૮:૦૨, ૨ નવેમ્બર ૨૦૧૩ (IST)

આ સાઈટ પર મને માંડલનો ગુજરાતીમાં દોરેલો નક્શો મળ્યો છે. [૧]

એક જ સ્થળે બે ગામના નામ[ફેરફાર કરો]

http://www.latlong.net/ પર ઘણી વખત એક જ સ્થળે પાસ પાસે બે ગામના નામ કોઈક ખેતરને માથે દર્શાવેલા હોય છે. (દા.ત. દેત્રોજ તાલુકાના માદ્રીસણા અને ફતેપુરા) અને આવે વખતે હું વિકિમપિયા "http://wikimapia.org/" નો આશરો લઉં છું. તેમાં જે તે ગામના લોકો દ્વારા સીમાઓ દોરેલી હોવાથી ડબલ કન્ફરમેશન મળે છે. --sushant (talk) ૨૦:૫૫, ૭ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

એવું ઘણી વખત હોય છે પરંતુ હું ત્યારે ગુગલ મેપ્સ થી તાળો મેળવું છું અને નામ ભલે ખેતરમાં હોય પણ અ-રે હું વસ્તીના એટલે કે વસાહતના જ આપું છું.--Vyom25 (talk) ૨૨:૩૩, ૭ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

અક્ષાંશ-રેખાંશ અને વિકિડેટા[ફેરફાર કરો]

મિત્રો, છેલ્લા કેટલાક સમયથી હું જોઈ રહ્યો છું કે આપ સૌ મિત્રો અક્ષાંશ અને રેખાંશ માટે ઘણી કડાકૂટ અને મેહનત કરી રહ્યા છો. આપ સૌની મેહનત ને સલામ. મારૂ એક સુચન છે કે આ અ-રે આપ અહી ઉમેરતા રેહવાને બદલે જો wikidata માં ઉમેરો તો એનાથી ઘણા ફાયદા થઇ શકે એમ છે. ૧) wikidata માં માહિતી મશીન વાંચી શકે એમ હોવાથી તેનો ઘણા સ્થાને ઉપયોગ કરી શકાશે જયારે અહિયાં તે માત્ર અક્ષર સ્વરૂપે જ છે. ૨) અહિયાં ઉમેરેલા અ-રે ગુજરાતી વિકિપિડિયા પર જ કામ લાગે જયારે wikidata પર ઉમેરેલા તમામ ભાષાના વિકિપેડિયા પર કામ લાગે. ૩) એક જગ્યાએ (wikidata પર) સુધારો કરો તો તમામ વિકિપિડિયા પર સુધારાનો લાભ મળે. ૪) wikidataમાંથી અ-રે અહી ઇન્ફોબોક્ષમાં automatically pull કરી શકાય છે એટલે અહિયાં એનો ફાયદો તો મળવાનો જ. ૫) વીકીના યુનિવર્સલ નકશામાં તેનો સમાવેશ થઇ જાય એટલે બીજી વીકી આધારિત એપ્લીકેશનમાં પણ મદદરૂપ થાય.

જોકે મને ટેકનીકલ જ્ઞાન નથી નહીતો ગુજરાતી વિકિપીડિયામાંથી બોટ દ્વારા અ-રે wikidataમાં ઉમેરી શકત અને પાછા એનો જ લાભ ગુજરાતી વિકિપિડિયાને ઇન્ફોબોક્ષમાં ટેકનીકલ ફેરફાર કરી આપી શકત. છે કોઈ જ્ઞાની માંધાતા?? Vyom25 આપનો શું અભિપ્રાય છે? --Nizil Shah (ચર્ચા) ૦૦:૨૭, ૧૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

નિઝિલભાઈ અ-રે અહિ મુકી અને વિકિડેટામા લાવવા શક્ય છે અને ત્યાથી અહિ પણ શક્ય છે. તે મારા ધ્યાન પર છે જ પણ અહિ મુકવાનુ કારણ એ કે અહિ કામ કરતા મિત્રો પણ નવી માથાકૂટમા પડ્યા સિવાય યોગદાન આપી શકે. વળી આ યોજના શરૂ થઈ ત્યારે વિકિડેટા પર અ-રે ડેટા પ્રકાર હાજર નહોતો. આ ઉપરાત ડેટા પર એવા બોટ મોજૂદ છે જે અહિથી અ-રે આયાત કરી આપોઆપ મુકી દે. પણ તેના માટે એકવાર કામ આહિ પતે અથવા મોટાભાગનુ પતે તે બાદ એમ કરવુ યોગ્ય રહેશે.--Vyom25 (ચર્ચા) ૧૧:૫૨, ૧૧ ઓકટોબર ૨૦૧૫ (IST)