ચર્ચા:ઓખાહરણ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ખુલાસા[ફેરફાર કરો]

રૂપા, આપે આ વાર્તા ક્યાંથી લીધી છે તેનો સ્ત્રોત જણાવશો, અને મારા ખ્યાલ મુજબ જેને તમે સુખદેવ કહો છો, તે શુકદેવ હોવું જોઇએ, જરા ખાતરિ કરીને લેખમાં સુધરો કરશો? --ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૬, ૩૦ મે ૨૦૦૮ (UTC)

ખુલાસા[ફેરફાર કરો]

ધનયવાદ, મારું નામ રુપલ છે. તે શુકદેવ જી જ છે. અને આ વારતા મે મહાકવી પરેમાનંદ કૃત સંપૂણ ઓખાહરણ માંથી લીધી છે.

રુપલ, તમારું નામ ખોટુ લખવા બદલ માફી માંગુ છું અને જવાબ માટે ઘણો ઘણો આભાર. મે તમારા ચર્ચાના પાનામાં તમારા માટે સંદેશો મુક્યો છે, તે જોશો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૪, ૪ જૂન ૨૦૦૮ (UTC)

ખુલાસા[ફેરફાર કરો]

તમે પુછેલુ તે બધનો મેં જવાબ આપ્યો છે,અને હજુ પણ કોઇ પ્રશ્ન હોય તો મારા ચર્ચા ના પાના મા સંદેશો મુકશો.હજુ મારે આ કથા આખી લખવાની બાકી છે.

આભાર, તમે લેખને ઘણો સારો બનાવી દિધો છે, મને ખોટો ના સમજશો, પરંતુ, પ્રબંધક હોવાને નાતે, લેખનાં મુળ નિયમો જળવાઇ રહે તેની કાળજી રાખવી મારૂં કર્તવ્ય છે, માટે સવાલો પુછુ છું અને થોડું ઘણું મારા જ્ઞાન માટે, તમે લખ્યું છે કે મારા પ્રશ્નોનો જવાબ આપ્યો છે, પરંતુ મને હજુ શિવની પુત્રી ઓખા અને ચિત્રલેખાની બહેન્પણી ઓખાનો ખુલાસો નથી મળ્યો. વધુમાં જણાવવાનું કે, તમાર જવાબને અંતે --~~~~ ટાઇપ કરીને તમારી સહી ઉમેરવાની રખશો તો સારૂ રહેશે, વિકિની નિતિ છે, કે ચર્ચાના પાના ઉપર ભાગ લેનાર દરેકે પોતાની સહી કરવી.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૭, ૫ જૂન ૨૦૦૮ (UTC)

ખુલાસા[ફેરફાર કરો]

ઓખા એ શિવજી ની પુત્રી જ હતી અને પાર્વતી ના શ્રાપ થી તેણે બાણાસુર ના ત્યા જન્મ લેવો પડ્યો અને ત્યા તેની બહેન્પણી ચિત્રલેખા હતી. જેના વિશે હજુ મારા લેખ મા લખવાનુ બાકી છે.--rupal

રૂપલબેન તમે બહુ સારો લેખ લખ્યો છે અને અપણા પુરાણો માં આનું વર્ણન છે હું ઈચ્છીશ કે તમે આગળ આ લેખ પૂરો કરો શીવપુત્રી ઓખા ને શિવ પરિવાર માં ગણવામાં નથી આવતી એટલે એનું વર્ણન શીવમહાપુરાણ માં નથી પણ એનું અલગ જ મહત્વ છે અને સંપૂર્ણ ૧ લાખ શ્લોકો વાળા શીવમહાપુરાણ માં અનેક શ્લોકો માં એ સાબિતી મળે છે કે શિવ ને એક્પુત્રી હતી જેને ધર્મ ના પ્રચાર હેતુ એની દૈવી શક્તિઓ ત્યાગી મનુષ્ય બનવાનું હતું .--hardik jani

રૂપલ બહેન, તમારી લેખની મહેનત બદલ ખુબ ખુબ આભાર, પણ એક વાત ના સમજાઈ. અહીં ઓખાનું હરણ (અપહરણ) ક્યાં થાય છે? નામ બેઠું નહીં.... Parikhjigish ૨૧:૫૩, ૧ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

હટાવવા સંબંધે[ફેરફાર કરો]

આ લેખ પર ડિલિશન ટેગ લાગી છે. લેખનું લખાણ વિકિપીડિયાને યોગ્ય નથી તે બાબતે સહમત. પણ...હવે આખું ઓખાહરણ વિકિસ્રોત પર ઉપલબ્ધ છે જ તો સંપૂર્ણ લેખ ડિલિટ કરવાને બદલે અહીં માત્ર એ ’સાહિત્ય કૃતિ’ વિષયે પ્રાથમિક વિગત રાખી (જે આપણે વિકિસ્રોત પરનાં આ કૃતિના મુખ્યપાનેથી લઈ શકીએ) અને વિકિસ્રોતની આંતરવિકિ લિંક (જે લેખના અંતે છે જ) રાખીએ એ મારા મતે વાજબી અને વિકિયોગ્ય ગણાશે. જો કે આ નમ્ર સૂચનમાત્ર છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૦૫, ૨ નવેમ્બર ૨૦૧૨ (IST)

હા, ચોક્કસ. કેમ નહિ?--ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૩, ૨ નવેમ્બર ૨૦૧૨ (IST)
Yes check.svg કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૩૭, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
સુંદર, અતિ સુંદર!--ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૦૩:૪૩, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)