ચર્ચા:કવાંટ (તા. કવાંટ)
હટાવાયેલા અંગ્રેજી મથાળા વાળા પાના ‘Kawant’થી વિગતો અહીં લાવ્યા
[ફેરફાર કરો](કોઈકે કરેલું આ લખાણ કોપી-પેસ્ટ હોવા સંભવ છે. ચકાસણી કરી ફક્ત જરૂરી વિગતો લેખમાં ઉમેરવા માટે અહીં લાવ્યા) કવાંટ તાલુકા વિષે માહિતી. ઈતિહાસ :કવાંટ ગામ વિષે પહેલા વહેતી કરા નદીના દક્ષીણે વિસ્તાર પામેલું એક આદિવાસી પહાડી વન વિસ્તાર માં રહેલું એક ગામ છે.અહિયાં માનવી વનવાસીરહામાંક વર્ષોથી પરંપરાનું સાર હીરનો કસોટી પહાડી તીર ધારિયા પાડિયા વગેરે હથિયારો લઇ રહેતા હોય છે.તેઓનો મૂળ આદિવાસીલોક ગણવામાં આવે છે.અહિયાં ખાસ સામાજિક રીત રીવાજ તથા ઉત્સવોમાં ખાસ વિશેષતા જોવા મળે છે.કોળી સીઝન દરમ્યાન મેળા ઉત્સવોમાં ગેરનો મેળો છે.અહી અઠવાડિયે સોમવારે હાટ ભરાય તેમાં લોક જરૂરિયાત સામાન મળે છે. ગરીબ લોકોને ઘર નજીક સુવિદ્યા મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી એ છોટાઉદેપુર ને નવરચિત જીલ્લો બનાવીને કવાંટ તાલુકાનો તેમાં સમાવેશ કરેલ છે.
કવાંટ તાલુકામાં રાઠવા,તડવી,ભીલ,નાયક,હરીજન,વણકર,રોહિત વગેરે જેવી આદિવાસી પ્રજાઓ વસવાટ કરે છે. અહીના ડુંગરાળ વિસ્તારમાં ફાગણ માસ માં ખીલતા કેસુડાં ના ફૂલ ની નાહવા માટે ખાસ કરીને ઉપયોગ થાય છે.
આબોહવા:- અહિયાં ત્રણ પ્રકાર ની મોસમ છે.ઉનાળા માં સતત ગરમી પડે છે.અને શિયાળા માં સતત ઠંડી પડે છે.અને ચોમાસામાં ભારે વરસાદ પડે છે. તાલુકાનું મહત્તમ તાપમાન ૩૯.૫ અને ન્યુનતમ તાપમાન ૮.૧ રહે છે. મહત્વના નજીક ના શહેર:- પાનવડ છોટાઉદેપુર,નસવાડી,બોડેલી,સક્તાલા[M.P] વખતગડ[M.P] વગેરે.
જોવાલાયક સ્થળો:- હાફેશ્વર નર્મદા નદી માં આવેલ શિવ મંદિરની માહિતી અને શિવ મંદિર.
સ્થળની વિસ્તૃત માહિતી:- આ ગામ કવાંટ થી ૨૫ કી.મી ના અંતરે આવેલું છે.તે તેની પ્રાચીન નર્મદા નદીમાં આવેલ શિવ મંદિર માટે પ્રખ્યાત છે.આ મંદિર ગુજરાત નું એક ઉત્તમ મંદિર ગણાય છે.તે સુભ્યાન દર મહાભારતના સમય માં અહિયાં પાંડવોએ તપસ્યા દરમ્યાન સ્વર્ગ મુક્ત માટે શિવ ભગવાને પ્રપ્રસન્ન થઇ ને વરદાન માટે કહેવાયું હતું.
સ્થળ પર પોહ્ચવાની રીત:- કવાંટ થી બસ અથવા જીપ દ્વારા કડીપાની થી હાફેશ્વર લોકલ રોડ પર
કવાંટ તાલુકાની માહિતી: ભૌગોલિક સ્થાન:-અક્ષાંશ ૨૨.૨૦ અને રેખાશ ૭૩.૯૯ છોટાઉદેપુર થી ૨૫ કી.મી વિસ્તાર:-૮૫૦ ચો.મી પૂર્વ પક્ષીમ ૩૬ કી.મી ઉતર ૪૦ કી.મી
ગામ:-133 પંચાયત:-46 કુલ વસ્તી:-2,57,793 પુરુષ :-૧,૧૦,૭૫૨ સ્ત્રી:-૯૦.૮૪૧ SC:-31,915 ST:-1,69,678 OBC:-૨૨૪ Minority:-૩૯૪૭ કુલ BPL:-12,136 બાકી BPL:-2936 આવરી લીધેલ:-9200 વિધવા:- વિકલાંગ:- ક્લસ્ટર:-17 ગ્રામ પંચાયત :-૪૬
કવાંટ તાલુકાની સામાન્ય માહિતી:- ગુજરાત સરકાર શ્રી મહેસુલ વિભાગ તરફ થી છોટાઉદેપુર તાલુકાનું વિભાજન થવાથી નવીન કવાંટ તાલુકો તારીખ:૦૧/૦૪/૧૯૯૮ થી અસ્તિત્વ માં આવવા થી મહેસુલ કચેરી શરુ થયેલ છે. ૧. તાલુકા કાર્યરત થયા તારીખ :- તા . ૦૧/૦૪/૧૯૯૮. ૨ તાલુકાનું સૌથી મોટું ગામ:- કવાંટ ,૩૦૬૯ ૩.તાલુકાનું સૌથી નાનું ગામ:- પલાસ્કુવા,૨૪૩ ૪.ખેડવા લાયક જમીન :- ૩૭૧૮૫ હેક્ટર ૫.બિનખેડવા લાયક જમીન :-૧૫૪૫૭ હેક્ટર ૬.કુલ સરકારી જમીન:-૧૦૪૨૦ હેક્ટર ૭. જંગલ જમીન:-૮૪૬૯ હેક્ટર ૮. કુલ ખાતેદારો ની સંખ્યા:-૧૬૮૨૨ ૯.તાલુકના મુખ્ય પાકો:- મકાઈ,ડાંગર,તુવેર,અડદ ૧૦.તાલુકામાં આવેલ પોલીસ સ્ટેશન ની સંખ્યા :-૧ ૧૧.તાલુકામાં આવેલ આઉટ પોલીસ સ્ટેશનની સંખ્યા :-૪ પાનવડ,ઉમઠી, કડીપાની,બેડીયા ૨૪.તાલુકાની કુલ પ્રાથમિક શાળાઓ :- ૨૦૪ ૨૫.આરોગ્ય કેન્દ્રની વિગત :- (૧) CHC-કવાંટ (૨) PHC:- પાનવડ,અથાડુંગારી,પીપલડી,રંગપુર,કડીપાની,સૈડીવાસન,નાવાલ્જા,કરજવાંટ ૨૬.સ્વેછીક સંસ્થાઓ :-આનંદ નિકેતન રંગપુર ૨૭.આરામ ગૃહ :- GMDC કડીપાની ૨૮. પોસ્ટ ઓફીસ:-કવાંટ,કડીપાની,પાનવડ ૨૯.સરકારી દેવસ્થાન :-પંચેશ્વર મહાદેવ પાનવડ,હાફેશ્વર મહાદેવ હાફેશ્વર ૩૦.તાલુકાનો ઔધોગિક વિસ્તાર :- GMDC કડીપાની આ એક માત્ર ઔધોગીગ એકમ ના કારને અત્રે ના તાલુકાની આદિવાસી જનતાને રોજગારી ની સારી સવલત પૂરી પાડવામાં આવેલ છે. ૩૧.નાગરિક સુવિદ્યા કેન્દ્ર :- તારીખ:-૨૩/૦૭/૨૦૦૪ ૩૨.ઈ-ધારા કેન્દ્ર શરુ કર્યા તારીખ:-૦૧/૦૯/૨૦૦૪ ૩૩.ઓનલાઇન મ્યુટેશન શરુ કર્યા તારીખ:-૦૩/૦૨/૨૦૦૪
- જરૂરી વિગતો ઉમેરી આ વિભાગ હટાવવો. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૫, ૧૦ મે ૨૦૧૪ (IST)
- ઉપ્સ. આ તો નોટ કરવાનું ભૂલી જ ગયો હતો. આભાર! --KartikMistry (talk) ૧૭:૪૩, ૧૧ મે ૨૦૧૪ (IST)