લખાણ પર જાઓ

ચર્ચા:જાટ વંશ અને રાજ્યોની સૂચિ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

લેખ દૂર કરવા વિનંતી

[ફેરફાર કરો]

@Aniket, @Dsvyas, આ લેખ અને તેમાં વારંવાર દૂર કરવાની વિનંતીને દૂર કરવાના પ્રયત્નો જોવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૧૯, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

@KartikMistry, પરંપરાગત રીતે રદ કરવા માટેના લેખો આ પાના પર જોવા મળતા હતા.
હમણાં હમણાં પરાપંરા ભંગ એક વરવી ફેશન અને ધેલછાનુ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે એની અન્ય અસરો તો સમય જ બતાવશે પણ તાત્કાલીક અનુભવવા મળતું પરીણામ એ છે કે કેટલા પાના રદ કરવા માટે આજે નોંધાયા છે એ શોધવું અઘરૂ બને છે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૦:૨૩, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]
ઘેલછામાં એવું છે કે હાલમાં Delete કરવા માટેનું ગેજેટ બ્રોકન છે. @Dsvyasને આ બાબત વિશે ખબર છે જ. હા, વિકિપીડિયા પર સભ્યો માટે ગમે તે શબ્દો ન વાપરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૨૮, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]
મેં કોઈ સભ્ય માટે કશુ ખરાબ નથી લખ્યું. Dsvyasને ખબર હોય એનો અર્થ કાંઈ એમ ન થાય કે એ અન્ય કોઈને જાણ ન કરવા માટે યોગ્ય છે. ઘેલછા ને ઘેલછા ન કહે તો શું કહેવાય? એનો અર્થ મનનું એકમાર્ગી વલણ; તરંગ; ધૂન થાય છે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૨:૩૫, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]
ઓકે. મારા યોગદાનોને ઘેલછા કહેતા પહેલા જરા મીડિયાવિકિ_ચર્ચા:Gadget-AjaxQuickDelete.js પર નજર કરી લો. પ્રબંધક હોવાને નાતે વિકિપીડિયામાં ગેજેટ બ્રોકન હોય અને તમને જાણ ન હોય એ નવાઇની વાત છે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૪૩, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]
બેવડા ઘોરણો!!!, ત્યાં તમે અન્ય લોકોને જાણ કરી રહ્યા છો અને મને ટેગ કરવાનું (કદાચ !) હાથે કરીને ટાળ્યું છે. હું પ્રબંધક હોવાથી મને કાંઈ આત્મ સ્ફુરણા ન થાય. આ વાત ની તમને પણ જાણ છે લે તો અન્ય લોકોને તમે જાણ કરી છે. મને જણ કરવાની હતી ત્યારે કરી નહી અને હવે એવી અપેક્ષા જાહેર કરો છો કે મને જાણ હોવી જોઈએ. ખૂબ હસવું આવે છે આ તમારા બાલીશ વર્તન પર -અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૨:૫૭, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]
વણજોઇતા પાનાં દૂર કરવાની જગ્યાએ આવી ચર્ચામાં ઉતરવા માટે આભાર. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૨૦, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]
હવે તો તમને સંદેશ મળી જ ગયો છે એટલે વિકિપીડિયા:દૂર કરવા વિનંતી જોઇ શકાય છે. તેમજ તેના પર આપેલી કડીઓમાં મીડિયાવિકિ_ચર્ચા:Gadget-AjaxQuickDelete.jsથી આપોઆપ દરરોજ દૂર કરવાની શ્રેણીમાં ન આવતા પાનાં પણ જોઇ શકાય છે. દાત. શ્રેણી:રદ કરવા માટેના પાના. @Dsvyas, મીડિયાવિકિ_ચર્ચા:Gadget-AjaxQuickDelete.jsની સ્થિતિ જોવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૩૨, ૨૯ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]
પ્રબંધકોએ સમય કાઢીને આ બાબતે પગલાં લેવા વિનંતી છે. --કાર્તિક ચર્ચા ૨૨:૦૬, ૩૦ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

આ પૃષ્ઠ વિકિપીડિયા પર ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે. -- સનાતાની આર્ય (ચર્ચા) ૦૦:૧૦, ૩૦ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

હા, પણ અહીં ભાષાંતર અસ્પષ્ટ અને અર્થહીન છે, એટલે દૂર કરવાની વિનંતી કરેલ છે. જરુરી નથી કે અન્ય વિકિપીડિયા પર લેખ હોય તે ગુજરાતી વિકિપીડિયામાં હોવો જ જોઇએ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૧૯, ૩૦ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]