લખાણ પર જાઓ

ચર્ચા:જીમ કોર્બેટ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

વિનંતિ

[ફેરફાર કરો]

આદરણીય પ્રબંધકશ્રીઓને જો યોગ્ય લાગે તો તેઓ એમને અનુકૂળ સમયે સ્ટબ ટેગ હટાવવાની કૃપા કરે. -- સભ્ય નથી ૧૨:૪૮, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

શ્રી.....આપે ઘણું સુંદર પ્રદાન કર્યું છે. ધન્યવાદ. સ્ટબ ટૅગ હટાવી છે. આપને વિનંતી કે, યોગ્ય જણાય તો, આપ વિકિનાં સભ્યપદે પણ જોડાઈ આમ જ સુંદર પ્રદાન કરતા રહો. ફરી એક વખત, આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૫૯, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
મારી વિનંતીને માન આપીને સ્ટબ ટૅગ હટાવવા બદલ આભાર -- સભ્ય નથી
લખાણમાં આપને જો કોઇ ત્રુટીઓ / ભુલો દેખાય કે અન્ય કોઇપણ પ્રકારનું સમારકામ કરવાની જરૂર લાગે તો કરી લેખને વિકિલાયક બનાવવા માટે દોરવણી આપવા વિનંતિ -- સભ્ય નથી
મિત્ર શ્રી શક્ય હોય તો આપે આ માહિતી જ્યાંથી (કોઈ પુસ્તક, કોઈ વેબસાઈટ કે લેખ અથવા સમાચાર કોઈપણ સ્થાન) લીધી હોય તેને સંદર્ભ તરીકે ઉમેરી શકો તો સારું રહેશે, આપ અન્ય લેખો દ્વારા સંદર્ભ કેવી રીતે મૂકવા તે જાણી શકશો.--Vyom25 (talk) ૧૮:૩૦, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
મારા આકાશી પરમ મિત્ર વ્યોમભાઇ, જો આપે ગુગલ કરી જોયું હશે તો આપને ખ્યાલ આવ્યો હશે કે આ લખાણ આ ભાષામાં બીજે કશે ઊપલબ્ધ નથી. સંદર્ભ કેવી રીતે ઊમેરવા એ બદલ દિશાસુચન કરવા માટે આભાર. એ કાર્ય પણ તદ્દન નજીકના ભવિષ્યમાં કરી નાખવાની ઇચ્છા તો છે જ, બાકી જેવી માલીકની મરજી. ધન્યવાદ. { Disclaimer: ઇન્ટરનેટના આકાશમાં આપણી મિત્રતા થઇ છે અને આપના નામનો સુંદર અર્થ થાય છે એટલે આ પ્રકારનું સંબોધન લખ્યું છે. કોઇને જો ભળતા-સળતા અર્થ કે અનર્થ દેખાય કે કોઇ જાણીતા કે અજાણ્યા / સજીવ કે નિર્જીવ / વ્યક્તિ કે પદાર્થની નાજુક લાગણીઓ દુભાઇ જાય તો તદ્દન વિનમ્રતાથી સ્પષ્ટતા કરવાની કે આ લખનારનો એવો કોઇ પણ પ્રકારનો ઇરાદો નથી, બાકી જેવી માલીકની મરજી.} -- સભ્ય નથી
ગેરસમજનો કોઈ પ્રશ્ન છે જ નહિ કારણ કે મને મારા નામનો અર્થ ખબર છે ;). મૂળ વાત ઈન્ટરનેટ પર આ માહિતી ઉપલબ્ધ નથી એ અતિ આનંદની વાત છે કારણ કે આપણે એવી માહિતી આપી છે જે અન્ય રીતે ઈન્ટરનેટ પર મળવી શક્ય નથી. આપ આ રીતે શ્રેષ્ઠ કાર્ય કરતા રહો એવી શુભકામના અને સાથોસાથ એવી અપેક્ષા.--Vyom25 (talk) ૧૨:૨૮, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
ભાઈઓ ભાઈઓ ભાઈઓ, સંદર્ભ બાબતે ચર્ચા જોઈ એટલે જોડાયા વગર રહી શકતો નથી. આ ભાષામાં ઓનલાઈન માહિતી ઉપલબ્ધ નથી એના બે અર્થ થાય, એક તો એ કે, ઓફલાઈન આ ભાષામાં આ માહિતી ઉપલબ્ધ છે, અને બીજો એ કે ઓનલાઈન આ સિવાયની અન્ય ભાષામાં આ માહિતી ઉપલબ્ધ છે. બંને સંજોગોમાં એ સ્પષ્ટ છે કે આ માહિતીનો કોઈક સ્રોત તો છે જ. અને જે પણ સ્રોત હોય તેને અહિં સંદર્ભ તરીકે ઉમેરવો જ જોઈએ. અસંદર્ભ માહિતીની વિશ્વસનિયતા હોતી નથી અને આપણે કરેલી મહેનતને કોઈપણ વ્યક્તિ શંકાની નજરથી જોઈ શકે છે. માટે સભ્ય નથી તે ભાઈ કે બહેનને એક વિનંતિ કે યોગ્ય સંદર્ભ લેખમાં ઉમેરવો. તમારી પાસે નો સ્રોત જણાવશો તો હું સંદર્ભ કેવી રીતે ઉમેરવો તે જણાવી શકું. સ્રોત પ્રમાણે સંદર્ભ ઉમેરવાની રીતો અલગ અલગ છે, માટે તમને આ પ્રશ્ન પૂછ્યો છે. આશા છે કે તમે સંદર્ભની જરૂરિયાત સમજી શકશો અને અમને સહકાર આપશો.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૯, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
કઇ વાતમાં સહકાર નથી આપ્યો? સંદર્ભ ગઇકાલે જ ઊમેર્યા છતા પણ "સહકાર આપો" એમ લખીને જાણે કોઇ બાબત સહકાર ન આપ્યો હોય એવું લખવા પાછળ કોઇ છુપો પુર્વગ્રહ કામ કરી રહ્યો છે?--210.56.148.152 ૦૯:૪૦, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
આપે કદાચ એ પણ નોંધ્યુ હશે કે સ્રોત પ્રમાણે અલગ અલગ છે રીતે જ સંદર્ભ ઉમેરવાની રીતો અજમાવી છે. આભાર.--210.56.148.152 ૦૯:૫૧, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
તમે રીતે તો સાચી જ અજમાવી છે અને પ્રશંસનીય કામગીરી કરી છે પરંતુ તેમાં એક સ્થાને સંદર્ભ તરીકે અંગ્રેજી વિકિને લીધેલ છે જેની છૂટ નથી (છૂટ નથી કરતાં વિશ્વસનીય નથી એમ વાંચશો) કારણ કે અંગ્રેજી વિકિ પરની માહિતી પણ મારા તમારા જેવા લોકોએ જ મૂકેલ હોય છે. માટે તેને સ્થાને કોઈ સારો સંદર્ભ અથવા અંગ્રેજી વિકિ પર જ જે સંદર્ભ વપરાયો હોય તે મૂકો તો સારું.--Vyom25 (talk) ૧૧:૦૫, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
આપ લોકોને જેમ અનુકૂળ હોય તેમ કરશો. જેની છુટ ન હોય તે કાઢી પણ નાખો, મને કોઇ વાંધો નથી. મેં સહકાર આપવા છતા સહકાર ન આપ્યા જેવું લાગ્યુ હોય અને એમાં મારી કોઇ ભૂલ હોય તો ક્ષમા ચાહું છુ. પરંતું લોકો પુરી વાત સમજ્યા વિના ગમે તેમ લખે તે સારૂ ન જ કહેવાય.
અરે મિત્ર તમે માઠું ન લગાડો તમે કરો છો તે બરાબર જ છે અને છૂટ નથી તેનું કારણ પણ મેં આપ્યું છે અને તમે સહકાર આપો છો પછી ક્યાં ખોટું લગાડવાની વાત આવી. વિકિના સભ્યોનો સામાન્ય અનુભવ એવો હોય છે કે લોકો સંદર્ભની વાત સમજતા નથી માટે ધવલભાઈએ એવું લખ્યું છે પણ તમે સંદર્ભની મહત્તા સમજો છો માટે તમે સંદર્ભ ઉમેર્યા જ છે માટે કોઈ પ્રશ્ન નથી. આપ આ લેખ પર કામ કરી રહ્યા છો ત્યારે આપને મેં આ ક્ષતિ પ્રતે ધ્યાન દોર્યું અને આપે મને તે સંદર્ભ કાઢી નાખવા સુધી કહ્યું તે જ દર્શાવે છે કે આપ શું કરી રહ્યા છો તેની આપને બરાબર જાણ છે અને જે વ્યક્તિ જાણતી હોય કે તે શું કરે છે તે હંમેશા સારું કાર્ય જ કરતી હોય છે માટે લાગ્યા રહો અને કામ ચાલુ રાખો.--Vyom25 (talk) ૧૧:૨૩, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
મિત્ર સભ્યનથી, ધવલભાઇ એક સારા પ્રબંધક છે અને એમનો ઇરાદો એવો ન હોય. આપ આપનુ કાર્ય ચાલુ રાખજો. --77.92.68.65 ૧૧:૨૯, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
સભ્ય નથી શ્રી, જો મારા અમને સહકાર આપશો કહેવાથી તમારી લાગણી કોઈ પ્રકારે દુભાઈ હોય તો હું આપની ક્ષમા ચાહું છું. ઉપર વ્યોમભાઈએ જણાવ્યું તેમ, અમારો અત્યાર સુધીનો અનુભવ એવું કહે છે કે સામાન્ય જનતા સંદર્ભની અગત્યતા સમજતી નથી. આપના કાર્યની સરાહના કરું છું અને આશા રાખું કે આપના જ્ઞાન અને રસનો લાભ ગુજરાતી વિકિપીડિયાને નામી અનામી રીતે મળતો રહે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૯, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]