ચર્ચા:દેવ સ્વરૂપ
પાનું દૂર કરવું
[ફેરફાર કરો]જે રીતે સભ્ય દ્વારા આ ભાષાંતર કરવામાં આવ્યું છે તે જોતા તેમાં તે સભ્ય દ્વારા સુધારાનો અવકાશ નથી. વધુમાં આ કોઇ મહત્વનો લેખ ન હોવાથી તેમાં સુધારો કરવો એ સમયનો બગાડ કરશે તેમ લાગે છે. દૂર કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૧૬, ૫ મે ૨૦૨૦ (IST)
- સમર્થન · વિષય નોંધપાત્ર નથી. -- કેપ્ટનવિરાજ () ૧૫:૧૯, ૬ મે ૨૦૨૦ (IST)
- તે નોંધપાત્ર વ્યક્તિ છે. તે સરકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, નવી દિલ્હીના વધારાના સચિવ પણ છે. પૃષ્ઠને રાખવા અને સુધારવાની વિનંતી છે. તે વિકિપીડિયા માર્ગદર્શિકાની વિરુદ્ધ નથી.Sbmnlaw (ચર્ચા) ૨૦:૪૨, ૬ મે ૨૦૨૦ (IST)
- વિરુદ્ધ ગુજરાતી વિકિપીડિયા અત્યંત નાનું વિકિપીડિયા છે. ગુજરાતી ન જાણતા લોકો અહીં આવીને અસ્પષ્ટ ભાષાંતર કરેલો લેખ મૂકી જાય અને પછી ગુજરાતી વિકિપીડિયાના સભ્યો તે સુધારે તેવી માંગણી કરે એ થોડું વધારે પડતું નથી? જો તમે તેમાં સુધારો ન કરી શકતા હોવ તો આ પ્રકારના લેખોનો અહીં કોઇ અર્થ સરતો નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૧૯, ૬ મે ૨૦૨૦ (IST)
પુન:ચર્ચા
[ફેરફાર કરો]@Sbmnlaw: તમે આ પાનું બનાવ્યું તેને મેં ગયા અઠવાડિયે દૂર કરવા માટે અંકિત કર્યું હતું, તેને બચાવવા માટે તમે કોઈ તર્ક રજૂ કર્યા ન હતા, કે ન તો તમે તેમાં કોઈ સુધારા કર્યા. જો તમે કોઈ આર્થિક લાભ માટે આ પાનું વારંવાર બનાવતા હોવ તો મારે તમારા પર પણ પ્રતિબંધ મૂકવો પડશે. હું તમને ત્રણ દિવસનો સમય આપું છું, અહિં આ ચર્ચામાં ભાગ લેવા માટે અને લેખમાં સમજાય તેવી ગુજરાતી ભાષાનું લખાણ ઉમેરી તેને સુદૃઢ બનાવવા માટે. જો તમે ત્રણ દિવસમાં એમ નહિ કરી શકો તો આ પાનું છેલ્લી વખત દૂર કરવામાં આવશે. --ધવલચર્ચા/યોગદાન ૧૭:૧૪, ૧૪ મે ૨૦૨૦ (IST)
- અસ્પષ્ટ ગુજરાતી ભાષા, મુખ્યત્વે મશીન ભાષાંતરનો દુરઉપયોગ. ખાસ આ જ લેખમાં અંગત રસ.
- વિરુદ્ધ તે નોંધપાત્ર વ્યક્તિ છે. તે સરકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, નવી દિલ્હીના વધારાના સચિવ પણ છે. પૃષ્ઠને રાખવા અને સુધારવાની વિનંતી છે. કૃપા કરીને મને એક તક આપો અને ભવિષ્યમાં પૃષ્ઠ યોગ્ય કાળજી સાથે બનાવવામાં આવશે.Sbmnlaw (ચર્ચા) ૦૮:૧૩, ૧૬ મે ૨૦૨૦ (IST)