ચર્ચા:પદ્મારાણી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અન્ય પાનેથી ચર્ચા[ફેરફાર કરો]

(રદ કરાયેલા સંબંધીત પાના પદમા રાણી ના ચર્ચાનુ પાનું રેકર્ડ અર્થે અહીં લાવ્યા)

વિરોધ[ફેરફાર કરો]

પદમા રાણી નામે પાનું બનેલુ હતુ મતલબ કે લોકો આ જોડણીથી પણ સર્ચ કરે છે. આ દિશા નિર્દેશન તેમને સાચા પાના તરફ લઈ જાય છે. રદ કરવા માટે નિવેદન કરનારા સભ્યને વિનંતી કે હકારાત્મક અભિગમ અપનાવે.--106.76.112.19 ૧૮:૪૭, ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

લોકો પદમા રાની કે પદ્મા રાની નામે પણ શોધ કરે છે. તો એ નામે પણ પાનાં બનાવવા વિનંતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૫૨, ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]
અહીં દિવ્ય ભાસ્કરમાં બન્ને જોડણીનો પ્રયોગ થયો છે. દિશા નિર્દેશન આવા શબ્દો માટે જ હોય છે. વળી તે ઉપયોગી છે, કોઇને નડતું નથી. સભ્યને વિનંતી કે હકારાત્મક અભિગમ અપનાવી ઉપકૃત કરે. આભાર સહ નમ્ર. વિનંતી.--106.76.112.19 ૧૯:૦૬, ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]
દિભા તો જનમટીપને જનમટીમ લખે છે. બોલો, શું કહેવું? :/ ટૂંકમાં, દિભાની જોડણી પર આધાર રાખવો નહી --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૧૨, ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]
નામના દરેક પ્રકારના ઉચ્ચારણોના પાના બનાવવા વ્યાજબી લાગતું નથી.
--એ. આર. ભટ્ટ ૧૯:૧૮, ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
આ પાનું બનેલુ હતું તેથી તેને દિશાનિર્દેશિત કરાયું છે.--49.14.22.1 ૧૯:૪૮, ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]
નકારાત્મક વલણવાળો ફેરફાર પાછો વાળ્યો.--49.14.22.1 ૨૧:૦૪, ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]
પદમા રાણી, પદમારાણી, પદમા રાની, પદમારાની, પદ્મા રાણી, પદ્મારાની, પદ્મા રાની, પદ્‌મારાણી, પદ્‌મા રાણી, પદ્‌મારાની, પદ્‌મા રાની, આટલા બધા પાના બનાવીને રિડાયરેક્ટ કરવા જોઈએ?--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૮, ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]
જયારે પણ પદમારાણી ના નામે સર્ચ કરવા માં આવે છે આજ જોડણી વાપરવા માં આવે છે.મેં કોઈ પણ દિવસ પદ્મારાની આ અભિનેત્રી ના નામે વાંચ્યો નથી.એમના નાટકો એ ફિલ્મો માં પણ હમેશા પદમારાણી જ શબ્દ વપરાતો હતો.આ પાનુ કાઢો જરૂર કાઢો પણ જે જગ્યાએ એ રીડેકટ થાય છે ત્યાં આજ જોડણી વપરાવી જોઈએ કારણકે એ જ નામે એમના નામનો શબ્દપ્રયોગ થયેલો છે.
ભાઈ શ્રી યોગેશભાઈ, આપ કયા નામની હિમાયત કરી રહ્યા છો? પદમા રાણીની કે પદમારાણીની? સર્ચ કયા નામે કરવામાં આવે છે એનો આધાર સર્ચ કરનાર પર છે, મેં કદી પદમારાણી નામથી સર્ચ કર્યું નથી. હવે ગુગલ સર્ચના આંકડા જોઈએ તો, પદમા રાણી કે જે આ લેખનું શીર્ષક છે અને તેને ન હટાવવા માટે દલીલો થઈ રહી છે તેના માટે કુલ ૨૭૯ પરિણામો, તમે હમણા પહેલી જ વખત ઉચ્ચારેલી જોડણી પદમારાણી માટે ૪૨૯ પરિણામો અને પદ્મારાણી માટે કુલ ૫૮૫૦ પરિણામો મળે છે. હવે તમે જ જણાવો કે કઈ જોડણી સૌથી વધુ વપરાઈ છે? બીજા ધોરણના ગણિતનો પ્રશ્ન છે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૧, ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]
ધવલભાઇ નિબંધ ઉપરાંત આ ગણિતનો નવો ક્લાસ ચાલુ કર્યો લાગે છે. :) ઉપરની જે પદમારાણી વાળી ટિપ્પણી છે તે મારી નથી. અન્ય તમામ ટિપ્પણીઓ મારી છે.

હું કોઇ જ શબ્દની હિમાયત કરતો નથી. આ પદમારાણી નવું આવ્યું અને પદમારાણી કે પદ્મારાણીમાંથી સાચી કે વધુ વપરાતી જોડણી કઇ છે તે આપ નક્કી કરી જ લેશો એમ માનું છું.
હું કોઇ શબ્દની હિમાયત કરતો નથી. હું માત્ર હકારાત્મક અભિગમ અપનાવવાની હિમાયત કરું છું. મારો દ્રષ્ટિકોણ એવો છે કે કોઇ નવાગંતુક ભળતા નામે લેખનું પાનું બનાવે તો આપણે તેને હટાવવાના બદલે સાચા નામ સાથેના લેખ તરફ દિશાનિર્દેશિત કરી દેવું જોઇએ. એનાથી એક ફાયદો તો એ છે કે લેખ બનાવનાર નવાંગતુક સમજી જશે કે આ નામનો લેખ પહેલેથી છે જ. લેખ હટાવવાથી નવાગંતુક યોગદાનકર્તાના માનસ પર તેની ખરાબ અસરો પડે છે એ કરતાં પાનાને દિશાનિર્દેશિત કરવાનો વિકલ્પ આવકાર્ય છે. આ વાતનો મતલબ પદમારાની પદ્મારાની જેવા ભળતા તમામ નામથી દિશાનિર્દેશિન બનાવવા જોઇએ એવો થાય છે ? એ રીતે દિશાનિર્દેશિન કરવાની હિમાયત કરવાનો અહીં કોઇ જ પ્રયત્ન કરાયો નથી. એવા પાના બનાવીને સમય વેડફવો પણ ન જોઇએ. પાના હટાવવાની જે વૈશ્વિક નીતિ છે તમાં પણ ભળતા નામના દિશાનિર્દેશિનના પાના હટાવી દેવા તેવી નીતિ નથી. જે લેખ છે જ નહીં એવા મથાળા તરફ દિશાનિર્દેશન હોય તો જરુર હટાવવામાં આવે છે.
કોઇ વ્યક્તિએ અહીં ભળતા તમામ નામોના દિશાનિર્દેશન બનાવવાનો પ્રયત્ન કર્યો નથી. એવી પ્રવૃત્તિ કરીને સમય બગાડવો પણ ન જોઇએ. તેથી એ મુદ્દો હજુ ઉપસ્થિત થયો નથી. આપ પ્રબંધક છો. સર્વ સત્તા ધરાવો છો પણ અમારા જેવા નાનકડા કાર્યકરની અરજ જરુર સાંભળશો તેવી વિનંતી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૯:૧૧, ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

એક વિનંતિ કે આ ચર્ચાની શૃંખલામાં છેક ઉપરની પહેલી ચર્ચા (106.76.112.19 ૧૮:૪૭, ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)) જોઈ જુઓ, જેમાં તમે જણાવ્યું છે કે આ પાનું પહેલેથી હતું, તો પછી "કોઇ નવાગંતુક ભળતા નામે લેખનું પાનું બનાવે તો આપણે તેને હટાવવાના બદલે સાચા નામ સાથેના લેખ તરફ દિશાનિર્દેશિત કરી દેવું જોઇએ" તે કયા આધારે કહો છો? અંગ્રેજી વિકિપીડિયા પર Goojrat એવી જોડણી વાળું પાનું અંગ્રેજીમાં બનાવીને તેને Gujarat પર રિડાયરેક્ટ આપીએ તો શું પરિણામ આવે? અને જે "વૈશ્વિક નીતિ"ની તમે વાત કરો છો તે કઈ છે? ક્યાં છે? મને તો એવી કોઈ વૈશ્વિક નીતિની માહિતી નથી. દિશાનિર્દેશન ફક્ત લેખો હોય જ નહી તેવા નહી પણ અયોગ્ય દિશાનિર્દેશન પણ આપણે હટાવીએ છીએ, તમે મારી બધી જ હરકત પર નજર રાખતા આવ્યા છો તો એની પણ ખબર જ હશે, હું ઉદાહરણો શોધવામાં મારો સમય બગાડવાનો નથી અને નથી તો આ ચર્ચા આગળ લંબાવવામાં મારો સમય બગાડવાનો. તમે ખોટા છો તેમ સાબિત થયા પછી પણ એ કબુલ ન કરો તો મને કોઈ રસ નથી કે હું મારી જાતને અને કાર્તિકભાઈએ કરેલા ડિલિશન માટેના નામાંકનને સાચું સાબિત કરું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૪, ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]