પદ્મારાણી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પદ્મારાણી
જન્મ૨૫ જાન્યુઆરી ૧૯૩૭ Edit this on Wikidata
મૃત્યુ૨૫ જાન્યુઆરી ૨૦૧૬ Edit this on Wikidata
કુટુંબસરિતા જોશી Edit this on Wikidata

પદ્મારાણી ( મરાઠી: पद्माराणी) ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં, મોટી સંખ્યામાં પીઢ અભિનેત્રીની ભુમીકા માટે જાણીતા હતા. કેટલીક બોલિવુડની ફિલ્મોમાં પણ તેઓએ પીઢ અભિનેત્રીનું પાત્ર ભજવેલ છે. તેઓ સ્ટેજ તરફ વધુ પ્રખર હતા અને ઘણા ગુજરાતી નાટકોમા કામ કર્યું હતું. તેઓ ૨૫ જાન્યુઆરી, ૨૦૧૬ ના રોજ મૃત્યુ પામ્યા.[૧]

જન્મ અને જીવન [ફેરફાર કરો]

તેઓનો જન્મ પુણે એક મધ્યમ વર્ગના મરાઠી પરિવારમાં થયો હતો અને ઉછેર વડોદરામાં થયો હતો. તેઓના પિતા, ભીમરાવ ભોંસલે, એક વકીલ અને માતા કમલાબાઈ રાણે, ગોવાથી હતા.

પરિવારની નાણાકીય સમસ્યાઓના કારણે, તેઓની બહેન સરિતા જોશી સાથે નાની ઉંમરે અભિનય કરવાનું શરૂ કર્યું હતું. 

તેઓના લગ્ન ૧૮ વર્ષની ઉમરે પારસી પરિવારમાં, નામદાર ઈરાની સાથે થયા હતા. નામદાર ઈરાની જાણીતા જમીનદાર હતા અને પછી નાટકોના દિગ્દર્શક બન્યા હતા. તેઓ નામદાર સાથે પ્રેમમાં હતા, એટલે નાની ૧૮ વર્ષની ઉમરમાં લગ્ન કાર્ય હતા. તેઓની માતૃભાષા મરાઠી અને નામદાર, જેઓ પારસી હતા અને તેઓની માતૃભાષા ગુજરાતી હતી. જે કારણે મરાઠી અને ગુજરાતી, બંને ભાષામાં પ્રભુત્વ હોવાને કારણે ગુજરાતી અને મરાઠી, બંને ભાષાના નાટકો અને ફિલ્મમાં કામ કર્યું છે. તેઓની પુત્રી, ડેઈઝી ઈરાની પણ અભિનેત્રી છે. ડેઈઝી તેના લગ્ન પછી સિંગાપુર માં સ્થાયી થયા હતા. 

તેમણે ગુજરાતી નામાંકિત અભિનેતા અરવિંદ રાઠોડ સાથે અનેક નાટકોમાં કામ કર્યું છે. બા રીટાયર્ડ થાય છે, એ તેઓનું જાણીતું નાટક છે.

કારકિર્દી[ફેરફાર કરો]

પદ્મારાણીએ ફિલ્મોમાં અભિનય કર્યો તે પહેલાં, નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું, અને થિયેટર હંમેશા તેમને પ્રિય રહ્યું છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, સ્ટેજ તેના માટે ખાસ મહત્વ હતું, તેઓએ રવિવારે ફિલ્મો માટે શૂટ ક્યારેય કર્યું નહોતું, કારણ કે રવિવારે તેઓ સ્ટેજ પર કોઈ ને કોઈ નાટક માટે મુંબઈ માં હાજર જ હોય. તેમણે કુલ ૬,૦૦૦ નાટકના શો કર્યા છે. તેઓ ના ખુબ પ્રચલિત નાટકો - બા રીટાયર્ડ થાય છે, બા એ મારી બાઉન્ડ્રી, કેવડાના ડંખ, સપ્તપદી, ચંદરવો, 5 star Aunty, વચન... છેલ્લા થોડા દાયકાઓમાં, તેમણે માતાની મુખ્ય ભૂમિકા ભજવી છે અને ઘણી વખત નિરુપા રોય સાથે સરખાવવામાં આવેલ છે.

પ્રથમ ફિલ્મ, ૧૯૬૧માં નરસૈયાની હુંડી હતી. તેના આગામી મોટી ફિલ્મ ૧૯૬૩માં આશા પારેખના મુખ્ય પાત્ર વળી ફિલ્મ, અખંડ સૌભાગ્યવતી હતી. તે સમયમાં તેઓ ના લગ્ન થયા. ગુજરાતી કવિ - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (ઉપનામ - કલાપી) ના જીવન પર આધારિત ફિલ્મ - કલાપીમાં (1966) સંજીવ કુમાર સાથે ભૂમિકામાં હતા. પાતળી પરમાર (૧૯૭૮ - ઉપેન્દ્ર ત્રિવેદી), ગંગાસતી (૧૯૭૯), લોહીની સગાઇ (૧૯૮૦), ભગત પેપાજી (૧૯૮૦ - પ્રખ્યાત કવિ ભગત પીપા ના જીવન પર આધારિત), કસુંબી નો રંગ, શામળશાહ નો વિવાહ જેવી અનેક ફિલ્મો માં તેઓએ અભિનય કર્યો છે.   

ગુજરાતી ફિલ્મો સિવાય, તેઓએ બોલીવુડની ફિલ્મમાં ઘણી યાદગાર ભૂમિકા ભજવી છે - પરિવાર (૧૯૬૮), વીર ઘટોત્કચ (૧૯૭૦), જય સંતોષી મા (૧૯૭૫), દિલ (૧૯૯૦), ઝાલિમ (૧૯૯૪) જેવી બોલીવુડ ફિલ્મમાં યાદગાર ભૂમિકા ભજવી છે. તેમણે અન્ય ઘણી ફિલ્મો, ધાર્મિક અને પૌરાણિક વિષયો સાથે તેમને ઘણું કામ કર્યું છે.

પદ્મારાણીએ ગાયક હિમેશ રેશમિયા સાથે ૩ વખત શો કર્યો છે. તેઓ સ્વપ્ન કિનારે ટીવી શોના ૧૦૦૦મા હપ્તામાં દેખાયા હતા. તેઓની એક મુલાકાતમાં અનુસાર, તેમણે ઘણા ટીવી શોની ઓફર નકારી હતી, કારણકે સ્ટુડિયો દૂર હતો. ઘણા નવા દિગ્દર્શકો ભૂમિકા માટે ઓડિશન માટે તેમને પૂછતા ત્યારે તે નકારી દેતા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Baker, Rachel (૨૫ જાન્યુઆરી ૨૦૧૬). "Veteran Gujarati actress Padmarani passes away". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. Retrieved ૨૬ જાન્યુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]