ચર્ચા:બેરન આઇલેન્ડ (આંદામાન ટાપુઓ)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ ટાપુનું નામ અંગ્રેજી - બેરન ટાપુ - જ રાખવું જોઇએ. --KartikMistry (ચર્ચા) ૨૦:૧૫, ૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

એવું કેવી રીતે કરી શકાય? જો Islandનું ગુજરાતી કરતા હોઈએ તો Barrenનું કેમ નહિ? હા, ટાપુનું મૂળ નામ જે હોય તે જાળવી રાખવું જોઈએ એ સાથે સહમત, તો એ મુજબ બેરન આઇલેન્ડ (આંદામાન ટાપુઓ) રાખવાનો પ્રસ્તાવ મુકુ છું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૩, ૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
બેરન ટાપુ સારુ લાગે :D --KartikMistry (ચર્ચા) ૧૬:૪૭, ૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
સારૂ તો "बैरी पीया, बडा दु:ख दीया, तेरे लखनने ..." ગીતના તાલ પર "બૈરન ટાપુ" પણ લાગે :D, પણ હાલ પુરતું તો અા બાબતે બેરન આઇલેન્ડ (આંદામાન ટાપુઓ) વધારે વ્યાજબી લાગે છે. --એ. આર. ભટ્ટ ૧૬:૫૯, ૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
સારું લાગવા કરતા યોગ્ય કયું ગણાય? જો ભાષાંતર કરવું જ હોય તો સંપૂર્ણ કરવું નહિ તો ના કરવું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૭, ૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
તો પહેલાં આંદામાન આઇલેન્ડ કરીએ? ધવલભાઇ, કમ ઓન. બેરન નામ છે. આઇલેન્ડને ગુજરાતીમાં ટાપુ કહેવાય. --KartikMistry (ચર્ચા) ૧૬:૪૭, ૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
સોરી. ચા પીધા પછી પણ ખોટી કોમેન્ટ :/ --KartikMistry (ચર્ચા) ૧૬:૫૪, ૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
મારો મત સ્પષ્ટ જ છે ==> બેરન આઇલેન્ડ (આંદામાન ટાપુઓ) વધારે વ્યાજબી લાગે છે<==.
કેમકે એ
૧. એ ટાપુ આંદામાન ટાપુ-સમુહનો ભાગ છે
૨. આઇલેન્ડનું ગુજરાતી ટાપુ થાય પણ બેરન આઇલેન્ડમાં આઇલેન્ડ એ વિખ્યાત નામનો ભાગ છે અને નામનું ભાષાંતર ન કરાય એવો એક નિયમ આપણે પહેલા બહુમતિથી લીધો હતો.

પ્રબંધક શ્રી જો નામનું ભાષાંતર કરવાની છુટ આપતા હોય તો વદનવહી અને છબીદુકાન મથાળાવાળા બે લેખ વર્ષોથી પોતે અવતાર પામે એની રાહ જુવે છે. હકીકતે વદનવહી લેખની તો બાળ-હત્યા થઇ ચુકેલી છે.
--એ. આર. ભટ્ટ ૦૮:૫૬, ૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
ભાઈઓ, મારો તો હંમેશા મત એવો રહ્યો છે કે કોઈ પણ નામનું ભાષાંતર ન કરવું. ધણા સમય પહેલા કોઈકે લંડનના એક વિસ્તાર સાઉથ હેરો કે સાઉથ કેન્સિન્ગ્ટનનું ભાષાંતર દક્ષિણ હેરો કે દક્ષિણ કેન્સિન્ગ્ટન એવું કર્યું હતું ત્યારે પણ મેં જણાવ્યું હતું કે સાઉથનું દક્ષિણ ન કરવું જોઈએ, પણ દલિલ એમ હતી કે સાઉથ આફ્રિકાનું ગુજરાતી દક્ષિણ આફ્રિકા કર્યું જ છે. એ જ રીતે ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સને શું આપણે નવા દક્ષિણ વેલ્સ તરિકે ઓળખીશું? ના. બેરન પણ નામ નથી, બેરન વિશેષણ છે, આઇલેન્ડ નામ છે. કેમકે તે ટાપુ ઉજ્જડ છે, તેને બેરન (Barren) કહેવામાં આવે છે. માટે ક્યાં તો નામ ઉજ્જડ ટાપુ (આંદામાન ટાપુઓ) કરવું જોઈએ નહિતર બેરન આઇલેન્ડ (આંદામાન ટાપુઓ).--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૧, ૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
તો એવું કરીએ કે બેરન આઇલેન્ડ (આંદામાન ટાપુઓ)ને મુળ લેખ તરીકે રાખીએ અને ઉજ્જડ ટાપુ (આંદામાન ટાપુઓ) પરથી એના પર રી-ડાયરેક્ટ આપીયે. --એ. આર. ભટ્ટ ૨૨:૦૦, ૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
તરફેણ તરફેણ. અને જો હાલમાં છે એ નામ પણ રાખવું જ હોય તો બેરન ટાપુ (આંદામાન ટાપુઓ)ને પણ બેરન આઇલેન્ડ (આંદામાન ટાપુઓ) પર રિડાયરેક્ટ આપીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૯, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
તરફેણ તરફેણ. --KartikMistry (ચર્ચા) ૧૮:૨૧, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]