બેરન આઇલેન્ડ (આંદામાન ટાપુઓ)

વિકિપીડિયામાંથી
બેરન આઇલેન્ડ
૧૯૯૫માં બેરન ટાપુમાં થતો વિસ્ફોટ
શિખર માહિતી
ઉંચાઇ354 m (1,161 ft)
અક્ષાંસ-રેખાંશ12°16′40″N 93°51′30″E / 12.27778°N 93.85833°E / 12.27778; 93.85833
ભૂગોળ
સ્થાનઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ, ભારત
ભૂસ્તરશાસ્ત્ર
છેલ્લે ફાટેલ૨૦૧૬[૧]

બેરન આઇલેન્ડ કે બેરન ટાપુ એટલે કે નિર્જન ટાપુબંગાળની ખાડી નજીક આંદામાન સમુદ્રમાં, ભારતના આંદામાન ટાપુઓના પૂર્વ છેડે આવેલો પર્વતીય ટાપુ છે. તે દક્ષિણ એશિયામાં આવેલો એક માત્ર સક્રિય જ્વાળામુખી છે. બાકીના આંદામાનની સાથે તે ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહનો એક ભાગ છે અને રાજધાની પોર્ટ બ્લૅરથી લગભગ ૧૩૫ કિમી (૮૪ માઇલ) દૂર ઉત્તરમાં આવેલો છે. અહિં ૧૭૮૭માં સૌપ્રથમ જ્વાળામુખી વિસ્ફોટ નોંધયો હતો. ત્યાર પછી, જ્વાળામુખીમાં દસથી વધારે વખત વિસ્ફોટ થયો છે જે પૈકીનો સૌથી તાજો વિસ્ફોટ સપ્ટેમ્બર ૨૦૧૦માં શરૂ થયો હતો અને તે જાન્યુઆરી ૨૦૧૧ સુધી સક્રિય હતો.[૨]

૧૭૮૭માં પ્રથમ વિસ્ફોટ નોંધાયા બાદ, ૧૭૮૯, ૧૭૯૫, ૧૮૦૩-૦૪ અને ૧૮૫૨માં વધુ વિસ્ફોટોની નોંધ કરવામાં આવી હતી. નિષ્ક્રિયતાની લગભગ દોઢ સદી પછી, ૧૯૯૧માં ટાપુ પર ફરીથી વિસ્ફોટ થયો હતો જે છ મહિના સુધી ચાલ્યો હતો અને નોંધપાત્ર નુકસાન થયું હતું. ૧૯૯૪-૯૫ અને ૨૦૦૫-૦૭ માં વિસ્ફોટ થયા હતાં, બાદમાં તેને ૨૦૦૪માં હિંદ મહાસાગરમાં આવેલા ધરતીકંપ સાથે જોડવામાં આવ્યો.[૩]

ભૂગોળ[ફેરફાર કરો]

ટાપુની સ્થાનિક ભૂગોળ
(લાલ વર્તુળ) પ્રકાશિત બેરન ટાપુનું સ્થાન સાથે, આંદામાન ટાપુઓનો રેખાચિત્ર નકશો

આ જ્વાળામુખી ટાપુ ભારતીય અને બર્મીઝ ટેકટોનિક પ્લેટોના કિનારા પર એક જ્વાળામુખીના પટ્ટામાં આવેલો છે. આ વિસ્તારમાં નાર્કોંડમ જેવા નિષ્ક્રિય જ્વાળામુખી છે, ઉપરાંત અલકૉક અને સીવેલ જેવા જ્વાળામુખીના દરિયાઈ પર્વત છે. બધા જ ઐતિહાસિક અને તાજેતરના વિસ્ફોટો (૧૭૮૯ અને પછી)થી ૨ કિમી (૧.૨ માઇલ) વિશાળ બહુમુખિ સક્રિય રાખના જ્વાળામુખીનો ખાડો પહાડની અંદર બન્યો છે કે જે પ્લેઇસ્ટોસેની યુગમાં સ્તરીય જ્વાળામુખીના પ્રાચીન પહાડના ક્રમિક વિનાશ દ્વારા રચના થઈ હતી. ટાપુની આસપાસ પ્રાચીન જ્વાળામુખીના પહાડનો બાકી રહેલો ભાગ સીધા ઢોળાવ જેવી ખીણ બનાવે છે (સામાન્ય રીતે તેને કૉલડેરાની દિવાલ તરીકે ઓળખવામાં આવે છે), જે પશ્ચિમ સુધી હોય છે. ટાપુ પર સૌથી વધુ ઊંચાઈ ૩૫૪ મી (૧૧૬૧ ફુટ) છે અને આ પ્રાચીન જ્વાળામુખીનો મોટો ભાગ પાણીની અંદર છે (દરિયાની સપાટીથી નીચે દરિયાના તળ સુધી ૨૨૫૦ મી (૭૩૮૦ ફુટ) ઊંડો). આ ટાપુનો વ્યાસ ૩ કિમી (૧.૯ માઇલ) અને કુલ સપાટીનું ક્ષેત્રફળ ૧૦ ચો.કિમી (૩.૯ ચો.મા.) છે.[૪]

તેના આ નામ પ્રમાણે, તે નિર્જન વેરાન વિસ્તાર છે, તેમ છતાં બકરીઓની નાની વસ્તી છે. ઉપરાંત પક્ષીઓ, ચામાચિડિયું જેવા કે ઉડતું શિયાળ અને ખિસકોલીઓ જેવી થોડીક અન્ય પ્રજાતિઓ આ કપરી પરિસ્થિતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જાણીતા છે.[૫]

સ્કુબા ડાઇવિંગ[ફેરફાર કરો]

વિશ્વના શ્રેષ્ઠ સ્કુબા ડાઇવિંગ સ્થળોમાં બેરન આઇલેન્ડની આસપાસનું પાણી પ્રખ્યાત હોવાનું મનાય છે. અહીં મુખ્ય આકર્ષણો સ્પષ્ટ સ્ફટિક દૃશ્યતા, મંતા રે (માછલી), બેસાલ્ટની રસપ્રદ સંરચના, પ્રાચીન લાવાના ભૌગોલિક પ્રવાહ અને ઝડપી વિકસતા પરવાળાના બગીચાઓ છે. અહીં તરવાનું સ્થળ ઘણુ દૂર હોવા છતાં વહાણ પર અથવા હેવલોક ટાપુ પર આવેલા સ્કુબા ઓપરેટરો મારફતે સ્કુબા ડાઇવિંગ કરી શકાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Barren Island volcano" (અંગ્રેજીમાં). ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮.
  2. "Barren Island". Global Volcanism Program. Smithsonian Institution. CS1 maint: discouraged parameter (link)
  3. Jørgen S. Aabech. "Barren Island, Andaman Islands, Indian Ocean". મેળવેલ જૂન ૨૦૧૩. Check date values in: |access-date= (મદદ)
  4. "Barren Island Volcano, Indian Ocean - facts & information". Volcanodiscovery.com. મેળવેલ જૂન ૨૦૧૩. Check date values in: |access-date= (મદદ)
  5. "Scientific Expedition to Barren Island (Andaman Islands, Indian Ocean)". ૨૦૦૩. મૂળ સંગ્રહિત માંથી 2012-04-02 પર સંગ્રહિત. મેળવેલ જૂન ૨૦૧૩. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]