લખાણ પર જાઓ

ચર્ચા:માળિયા હાટીના તાલુકો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

નામફેર કરવા બાબતે

[ફેરફાર કરો]

મિત્રો, આ તાલુકાનું નામ "માળીયા હાટીના" એ રીતે સરકારી અને વ્યવહારીક રીતે પ્રસિદ્ધ છે. તો આ પ્રમાણે નામફેર કરવા સૂચન કરૂં છું. (લેખનું નામફેર કેમ કરાય તે વિશે માર્ગદર્શન આપવા વિનંતી) સંદર્ભ : માળીયા હાટીના તાલુકાની વેબસાઈટ --અશોક મોઢવાડીયા ૧૫:૩૩, ૬ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ચોક્કસ અશોકભાઈ. માળીયા હાટીના એમ જ આ તાલુકો અને ગામ જાણીતા છે. અને આમે, અમારા માટેતો જૂનાગઢ જિલ્લાની ઓથોરિટી તમે, એટલે તમે કહો તે સાચું જ. નામ ફેર કેમ કરવું તે જાણવા માંગતા હોવ તો ઉપર 'ઈતિહાસ જુઓ' પછી ડાઉન એરો જોવા મળશે, તેના પર ક્લિક કરતા, ડ્રોપ ડાઉન મેનુ ખુલશે. આ મેનુમાં 'ખસેડો' પર ક્લિક કરતા, પાનાનું નામ ફેર કરવા માટે જરૂરી પાનું ખુલશે. તેમાં તમે 'આ નવું નામ આપો:' ખાનામાં નવું નામ લખીને પાનું રિડાયરેક્ટ કરી શકશો. તેની નીચે 'પાછળ દિશા સૂચન છોડો' એવું એક ટિક-બોક્સ હશે, તેને ટિક રહેવા દેવાથી જૂના અને નવા ંને નામના પાના બનશે, અને જૂના નામનું પાનું નવા નામના પાના પર રિડાયરેક્ટ થશે. જ્યારે, બોક્સમાંથી ટિક કાઢી નાંખતા જૂના નામનું પાનું દૂર કરવામાં આવશે અને તેનું સ્થાન નવા નામનું પાનું લઈ લેશે. આ કિસ્સામાં આપણે બંને નામો રહેવા દઈએ તો ચાલશે. હું સામાન્ય રીતે જ્યારે ખોટી જોડણી વાળા પાનાનું નામ બદલું ત્યારે પાછળ દિશા સૂચન નથી છોડતો.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૬, ૬ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
આભાર ધવલભાઈ, ચેક કરી લેશો. --અશોક મોઢવાડીયા ૧૩:૩૯, ૭ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ગામનોની સંખ્યા

[ફેરફાર કરો]

લેખમાં ઉપર આપેલા ફકરા પ્રમાણે તાલુકામાં ૬૪ ગામ છે. પણ નીચે આપેલી યાદીમાં ફક્ત ૪૯ ગામ મળ્યા. સુધારો કરવાની જરૂર છે?--Sushant savla (talk) ૧૨:૪૯, ૨૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

અહીં ક્લિકીને સઘળાં ગામોની યાદી પર જવાશે. જ્યાં ૬૩ ગામ છે, એક તાલુકામથક ‘માળીયા’ પોતે એમ કુલ ૬૪ થયાં. (કોઈક ગામના નામના ઉચ્ચારમાં કદાચ ફેરફાર હશે, પણ આપ નચિંતપણે બનાવો, જરૂરી ચકાસણી કરવાની સેવા મારા તરફથી !!) ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૦૨, ૨૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

આ ગામનું નામ બે વખત દેખાય છે. આ નામે બે ગામ છે કે પછી છાપકામની ભૂલ છે? નક્શો જોતી વખતે હું તો ધ્યાન રાખીશ જ પણ ખબર હોય તો જણાવશો. --Sushant savla (talk) ૧૩:૧૬, ૨૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

આ બે ગામ છે. (૧) અકાળા - જે માળીયાની બરાબર પૂર્વ તરફ અડીને મળશે. (૨) અકાળા (ગીર) - જે માળીયાથી દક્ષિણ-પૂર્વ ખૂણે, તાલુકાનું સાવ છેલ્લું ગામ છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૯, ૨૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

છૂટા પડેલા બે ગામ, પીખોર અને પાણીધ્રામાંથી પીખોરનું નામ લીસ્ટમાં નથી.--Sushant savla (talk) ૧૩:૩૫, ૨૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

પીખોર ગામ યાદીમાં લેવું, તા.પં.ની વેબ પરનાં લીસ્ટમાં (અંગ્રેજી-ગુજરાતી બંન્નેમાં) છે જ. (પાટલા અને પીપલાવાની વચ્ચે).--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૭, ૨૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

ગુજરાત હેલ્થના નક્શામાં અને લેટાલોંગ.નેટ ના અક્ષાંસ 21.158500 અને રેખાંશ 70.392129 પર KALIMBHD આ નામે એક ગામ મળ્યું. આ નામનું ગામ તાલુકાના ગામડાની યાદીમાં નથી. તો શું કરશું?--Sushant savla (talk) ૨૧:૫૧, ૨ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

સુશાંતબાપુ ! ઉપર અપાયેલી તા.પં.ની લિંક પર એ ગામ છે જ. (ત્રીજી કોલમમાં ચોથું નામ) મેં ૬૩ ગામ (+ માળીયા ૬૪મું) થાય છે એમ લખેલું તેણે કદાચ ગોટો કર્યો !!! ખરેખર તો એ કારણે જ આ ગામ (જેનો સાચો ઉચ્ચાર "કાલીંભડા" છે) સમાવ્યા વગર પણ એ જાદૂઈ આંક ઢાંચાની યાદીએ દર્શાવી દીધો છે !! ખરેખર તો, એ ૬૩માં માળીયા પોતે આવી જ જાય છે. રહી વાત ૬૪માંની, તો એ (હાલ ઢાંચામાં સામેલ, પણ પંચાયતની યાદીમાં નથી એ) "ચોરવાડ" છે. જે ગ્રામ ન હોતાં ‘નગર’ (નગરપાલીકા) છે એથી પંચાયતની ગામોની યાદીમાં નથી. (જે ‘હોલીડે કેમ્પ’ નામે પણ અને ભારતનાં એક પ્રખ્યાત ઉદ્યોગપતિ (અંબાણી)નાં વતન તરીકે બહુ જાણીતું નગર છે). એ ઉપરાંત ઢાંચામાં હાલ દેખાતું ગામ "લાઠોદ્રા" માંગરોળ તાલુકાનું છે (જુઓ:લાઠોદ્રા (તા.માંગરોળ)) જે અગાઉથી જ અહીં ખોટી રીતે દર્શાવાયેલું હતું તેથી પણ ગણનામાં ભુલ થાય છે. તો હવે "કાલીંભડા" ને સામેલ કરવા અને "લાઠોદ્રા"ને હટાવીએ. જીણવટભારી નજર માટે ધન્યવાદ. (મારે તો આમે ચશ્મા છે !!)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૩૨, ૩ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]