ચર્ચા:મુંબઈ મેટ્રોના સ્ટેશનોની યાદી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ પાનાનું નામ યાદી- મુંબઈ મેટ્રો ના સ્ટેશનોના સ્થાને મુંબઈના મેટ્રો સ્ટેશનોની યાદી એવું કંઈક હોવું જોઈએ. આપનો મત જણાવશો.--Vyom25 (talk) ૧૯:૧૨, ૨૩ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

વ્યોમભાઈ, મને પણ એવું લાગ્યુ શરૂઆતમાં. પણ પછી થયુ કે, આવી અનેક યાદીઓ બની શકે છે. તેથી આવુ નામ રાખ્યુ. તમે શું કહો છો?-દર્શની કંસારા.--Darshani Kansara (talk) ૧૯:૧૮, ૨૩ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
આ પ્રકારની યાદીઓનાં લેખનું મથાળું "મુંબઈ મેટ્રોના સ્ટેશનોની યાદી" "xyzની યાદી", "abcની યાદી" એ પ્રમાણે રાખવા વિનંતી. અગાઉના યાદી પ્રકારના તમામ લેખો એ પ્રકારે જ છે. (ઉદા: વિકિપીડિયાની યાદી, ગણિતમાં જોઇતા લેખની યાદી, જાળસ્થળો ની યાદી, સર્ચ એન્જિનોની યાદી, દક્ષીણ અમેરિકાના રાષ્ટ્રોની યાદી, ગુજરાતી દૈનિકપત્રોની યાદી, પાળેલાં પશુઓ પર થતી શસ્ત્રક્રિયાની યાદી વગેરે.)
એ ઉપરાંત એક વણમાગી સલાહ (આમ તો માર્ગદર્શન) આપી દઉં, આપ જે નવા લેખ પર કાર્ય કરતા હો (ઉદા:મુંબઈ મેટ્રો) તે પર હાલ ભલે કશી નોંધપાત્ર વિગતો ન હોય પણ આપ તે પાનાને સમૃદ્ધ બનાવવાના જ હો તો, કૃપયા ત્યાં મથાળે એક ઢાંચો, "ઢાંચો:કામ ચાલુ" ( કોપી-પેસ્ટ કરો : {{કામ ચાલુ}} ) એ મુકી દેશો. જે નીચે પ્રમાણે સંદેશ દર્શાવશે.

એટલે સૌને ખબર પડશે કે અહીં હાલ ખોટો ચંચૂપાત કરવો નહિ !!!! (જેમ કે, ખાલી કે વિગતહિન પાનું હોય તો ડિલિશન ટેગ વગેરે મુકવાનો) આપ સરસ કાર્ય કરો છો. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૧૧, ૨૩ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

અશોકભાઈ, માર્ગદર્શન માટે ધન્યવાદ! ભલે, પાનાનું મથાળુ્ં બદલી નાખશો. (કઇ રીતે બદલવું તેની મને જાણ નથી). દર્શની કંસારા.--Darshani Kansara (talk) ૨૦:૩૪, ૨૩ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--Vyom25 (talk) ૨૨:૩૩, ૨૩ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
ધન્યવાદ!--Darshani Kansara (talk) ૦૦:૧૨, ૨૪ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

વધુ માહિતી[ફેરફાર કરો]

આ પાનાં પર યાદીની શરૂઆત થતાં પહેલાં મુંબઈ મેટ્રોના વિષે પ્રાથમિક માહિતી મુકી દો તો સારું. દરેક યાદી પ્રકારના લેખમાં યાદી વિશે થોડી માહિતી શરુઆતમાં રાખવી એ સામાન્ય પ્રથા છે પરંતુ સમય મળે તો જ કોઈ બંધન નથી.--Vyom25 (talk) ૧૪:૨૯, ૨૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

વ્યોમભાઈ, તમારો સુઝાવ ગમ્યો. માહિતી નાખી છે. તમને કંઈક બીજું લખવા જેવું લાગે તો નાખો. મેટ્રો માટે જુદું પાનું ય છે, તે તમને ધ્યાન માં હશે જ. મુંબઈ મેટ્રો.--Darshani Kansara (talk) ૨૦:૨૦, ૨૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
હા, જરૂર હું કોશિષ કરીશ. મુંબઈ મેટ્રો મારા ધ્યાનમાં છે.--Vyom25 (talk) ૧૫:૨૬, ૩૦ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]