ચર્ચા:વલ્લભ વિદ્યાનગર

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઇસ્કોન અંગે સંદર્ભ[ફેરફાર કરો]

મહર્ષિભાઈ, આપે ઉપરોક્ત વિષય પર આજે જે પ્રશ્ન ઉઠાવ્યો છે તે મેં ઘણા સમય પહેલા આપના સભ્ય:V dasનાં ચર્ચાનાં પાનાં પર તેમને પુછ્યો હતો, પરંતુ તેમણે તેનો જવાબ આપવાનું ઉચિત સમજ્યું નથી. માટે, હું એમ માની લઉં છું કે તેઓની જાણમાં આ અંગે કોઈ ખુલાસો છે નહી, અને તે કારણે તેમના આ ફેરફારને ભાંગફોડીયા પ્રવૃત્તિ (Vandalism) ગણીને હું લેખમાંથી દૂર કરું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૯, ૧૦ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

વલ્લભ વિદ્યાનગર લેખમાં ઈસ્કોન[ફેરફાર કરો]

હરે કૃષ્ણ પ્રભુ,દંડવત પ્રણામ ઈસ્કોન વલ્લભવિદ્યાનગર દ્વારા સર્ટિફિકેટ આદ્યાત્મિક કોર્સો ચલાવવામાં આવે છે. ઉદા. ભક્તિ સદાચાર, ગીતા કોર્સ વગેરે કોર્સો ચલાવવામાં આવે છે. મારા નજીકના ઈસ્કોન કેન્દ્રો દ્વારા પણ આ કોર્સો ચલાવવામાં આવે છે.

ભક્તિ સદાચાર[ફેરફાર કરો]

  • આ કોર્સ લગ-ભગ ૪ દિવસનો હોય છે.
  • આ કોર્સમાં દંડવત પ્રણામ વખતે બોલાતો મંત્ર, ભોગ ધરાવતી વખતે બોલાતો મંત્ર, પ્રસાદ ગ્રહણ કરતી વખતે બોલાતો મંત્ર, માળા કૈ રીતે કરવી વગેરેનો સમાવેશ થાય છે.
  • છેલ્લા દિવસે પરીક્ષા લઇ સર્ટિફિકેટ આપવામાં આવે છે.

ગીતા કોર્સ[ફેરફાર કરો]

  • આ કોર્સ લગ-ભગ ૭ દિવસનો હોય છે.
  • આ કોર્સમાં ગીતાનાં ૧૮ અધ્યાની જાણકારી આપવામાં આવે છે.
  • નિયમીત ભાગ લેનારને સર્ટિફિકેટ આપવામાં આવે છે.

વધુ જાણકારી માટે તમારા નજીકના ઈસ્કોન કેન્દ્રો પર સંપર્ક કરો. - V dasનાં જય સ્વામિનારાયણ

સંદર્ભ[ફેરફાર કરો]

શૈક્ષણિક સંસ્થાઓ મથાળું સરકાર માન્ય ડિગ્રી અથવા ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ તેવા સર્વગ્રાહી અર્થના સંદર્ભે લેવો ઘટે. ૪ દિવસ કે ૭ દિવસ ના કોર્સ અહીં રાખી શકવા વિકિનીતિ ને બંધબેસતા નથી. ધારોકે કોઇ બહેન એક સપ્તાહમાં મહેન્દી શીખવાડતા હોય કે રસોઇ શીખવાડતા હોય અને કોર્સને અંતે પ્રમાણપત્ર આપતા હોય તો તેમની વિગત અહિં લખીયે? ના. આ મારો મત છે જેની પુષ્ટિ કરવી હોય તો પ્રયોગ ખાતર [Vallabh Vidhyanagar] ના અંગ્રેજી વિકિ લેખ પર મુકી જોઇયે. મને ખાત્રી છે કે ત્યા તે માહિતી હટાવવામાં આવશે. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૮:૩૭, ૧૧ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

હું તેનાથી એક ડગલું આગળ વધીને એમ કહીશ કે, શૈક્ષણિક કોર્સ એને કહેવાય જે કોઈ યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાન સંલગ્ન સંસ્થા દ્વારા ચલાવવામાં આવતો હોય, ઇસ્કોન વૃંદાવનમાં ગુરૂકુળ ચલાવે છે, તે ચોક્કસ પણે શૈક્ષણિક સંસ્થા છે, પરંતુ માળા કેવી રીતે કરવી, અને પ્રણામ વકહ્તે કયો મંત્ર બોલવો, તેને માટે ચલાવવામાં આવતા કોર્સને શૈક્ષણિક કોર્સ ના ગણાવી શકાય. મહર્ષિભાઈએ જણાવ્યું છે તેમ, મહેંદી કે રસોઈનાં કોર્સ ઘેર-ઘેર કરાવવામાં આવતા હોય છે, શહેનાઝ હુસેનનાં સર્ટિફિકેટ્સ પણ વહેંચવામાં આવે છે, તો શું અમદાવાદની દરેક સોસાયટીઓ અને પોળો ઉપર લેખો બનાવી તેમને આપણે શૈક્ષણિક સંસ્થાઓની શ્રેણીમાં ઉમેરીશું? કેમકે ત્યાં આવા શૈક્ષણિક કોર્સો ચલાવવામાં આવે છે. બસ, તો પછી, ઇસ્કોન વિદ્યાનગર દ્વારા ચલાવાતા આવ કોર્સને પણ અહીં ના ઉમેરી શકાય. હરિ હરિ!--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૮, ૧૧ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)