સભ્યની ચર્ચા:V das

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય V das, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--સતિષચંદ્રચર્ચા/યોગદાન

વલ્લભ વિદ્યાનગર લેખમાં ઈસ્કોન[ફેરફાર કરો]

મિત્ર વી દાસ, આપે વલ્લભ વિદ્યાનગર લેખમાં જે આ ફેરફાર કર્યો છે, તે સંદર્ભે વધુ જણાવશો? ઈસ્કોન વલ્લભવિદ્યાનગર દ્વારા કયો આદ્યાત્મિક કોર્સ ચલાવવામાં આવે છે? તે ડિગ્રી, ડિપ્લોમા કે સર્ટિફિકેટ એમ કયા લેવલનો કોર્સ છે? કેમકે જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી ઈસ્કોનનાં કોઈ પણ કેન્દ્ર દ્વારા કોઈ શૈક્ષણિક કોર્સ ચલાવવામાં નથી આવતો. જો આપ મને આ માહિતી આપશો તો હું આપનો આભારી રહીશ.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૩, ૭ એપ્રિલ ૨૦૧૦ (UTC)

શ્રી દાસભાઈ, આશા છે કે ઉપરોક્ત વિષયે લેખની ચર્ચાનાં પાનાં પર લખેલા મારા સંદેશા સાથે આપ સહમત હશો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૫, ૧૦ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

શિક્ષાષ્ટક[ફેરફાર કરો]

હરે કૃષ્ણ પ્રભુ, આપે શિક્ષાષ્ટક નામે જે લેખ બનાવ્યો છે, તે વિકિપીડિયાનાં સ્કોપની બહાર છે, આ લેખ વિકિસ્ત્રોત માટે સુસંગત છે, પરંતુ, ગુજરાતી વિકિસ્ત્રોતમાં આપણે ફક્ત ગુજરાતી સાહિત્યજ મુકી શકીએ, માટે આને માટે આપે કોઈક અન્ય સ્થળ શોધવું પડશે. આપના વિચારો તેના ચર્ચાના પાના પર જણાવશો. --દાસ...ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૮, ૨૦ જુલાઇ ૨૦૧૦ (UTC)

બ્રહ્મા[ફેરફાર કરો]

દંડવત પ્રણામ પ્રભુ, આપે બ્રહ્મામાં ફરીથી પાછું આ વાક્ય લખ્યું હતું જે મેં દૂર કર્યું છે, કેમકે ...એ ત્રણેના નિયંતા કૃષ્ણ છે એવી માન્યતા ફક્ત ગૌડિય વૈષ્ણવ પરંપરામાં જ છે, તે સિવાય અન્ય પરંપરાઓમાં કૃષ્ણને વિષ્ણુથી પર નથી માનવામાં આવતાં. વિષ્ણુના એક અવતાર રૂપે કૃષ્ણને જોવામાં આવે છે, જ્યારે આપણી ગૌડિય વૈષ્ણવ ફિલોસોફીમાં આપણે કૃષ્ણનાં વિસ્તાર તરિકે માનીએ છીએ. કોઈ એક સંપ્રદાયની માન્યતાઓને આપણે અહીં ભારપૂર્વક ના રજૂ કરી શકીએ. મહદંશે હિંદુ ધર્મમાં શું માનવામાં આવે છે તે અહીં આપણે રજૂ કરવાનું છે, નહીકે ઇસ્કોન/ગૌડિય વૈષ્ણવો શું માને છે તે. આશા છે કે આપ મારી વાત સમજી શકશો અને નિરપેક્ષ દૃષ્ટિએ યોગદાન કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૬, ૨૦ જુલાઇ ૨૦૧૦ (UTC)

દંડવત પ્રણામ, આભાર કે આપે મને શિક્ષાપત્રીમાંથી પણ અવતરણ ટાંક્યાં. પરંતુ, હજુ મારો મત તો એ જ છે કે આ બ્રહ્મા લેખમાં આ વાક્ય ના હોવું જોઈએ, તે પાછળ ઘણા કારણો છો. પહેલું તો એ કે ફક્ત આપે વર્ણવેલા બે વૈષ્ણવ સંપ્રદાયો સિવાય અન્ય ધણા વૈષ્ણવ સંપ્રદાયો છે, અને તે બધામાં કૃષ્ણને વિષ્ણુનો આવતાર ગણવામાં આવે છે, તથા બ્રહ્મા, વિષ્ણુ અને મહેષને આદિ દેવો ગણવામાં આવે છે, અને શ્રીમદ્ ભાગવતમ્ (મૂળ ભાગવતમ્, તેના ભાવાર્થમાં નહી)માં પણ આ પ્રમાણે જ છે, તો આપણે કોઈ એક-બે સંપ્રદાયોની માન્યતાને હાલ પુરતી કોરાણે મુકવીજ યોગ્ય છે.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૦૧, ૨૧ જુલાઇ ૨૦૧૦ (UTC)

નવા લોગો માટે આપનો મત[ફેરફાર કરો]

દાસભાઈ, આ બધી લખાણના પ્રકાશનાધિકારની ભાંજગડ જાણે ઓછી હોય તેમ, હવે આપણા ગુજરાતી (અને અન્ય ભારતીય ભાષાઓનાં) વિકિપીડિયાના લોગોમાં વપરાયેલા ફોન્ટ્સના પ્રકાશનાધિકારનો પ્રશ્ન ઉભો થયો છે. તેના નિવારણ અર્થે ઓપનસોર્સ ફોન્ટ્સનો ઉપયોગ કરીને નવો લોગો બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મને શોધ કરતાં ફક્ત ત્રણ જ ઓપનસોર્સ ગુજરાતી ફોન્ટ્સ મળ્યા હતા, જેનો ઉપયોગ કરીને વિકિમિડિયા ફાઉન્ડેશને ત્રણ લોગો બનાવ્યા છે, જે આપ ચોતરા પરની આ ચર્ચામાં જોઈ શકશો. આપને અને અન્ય સભ્યોને વિનંતિ કરૂં છું કે, આપ પણ તે ચર્ચામાં આપનો માત જણાવો. કૃપા કરી સંદેશો શરૂ કરતા પહેલા તેની ઉપરના સભ્યએ લખેલા સંદેશામાં જેટલા કોલોન્સ (:) હોય તેના કરતા એક વધુ કોલોન ઉમેરીને સંદેશો લખશો, જેથી વ્યવસ્થિત ઇન્ડેન્ટેશન થઈ શકે, અને દરેક સંદેશા સરળતાથી અલગ તારવી શકાય, અને હા,ાપના મતને અંતે --~~~~ ઉમેરીને સહી કરવાનું ના ભુલશો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૮, ૨૯ જુલાઇ ૨૦૧૦ (UTC)

બહુપર્યાયી શબ્દને ડિલીટ કરો[ફેરફાર કરો]

આપના જણાવેલા બન્ને લેખોને હટાવી દીધા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૪, ૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

પ્રબંધક[ફેરફાર કરો]

મારા મત મુજબ ગુજરાતી વિકિ ખુબ નાનું છે, નાનું તેમાં આવેલા કુલ લેખોની સંખ્યાની દૃષ્ટિએ નહી, પરંતુ તેમાં થતાં દૈનિક ફેરફારોની સંખ્યાની દૃષ્ટિએ. અને આ કદના વિકિમાટે એક પ્રબંધક પર્યાપ્ત છે. હા, જ્યારે એક પ્રબંધક નિષ્ક્રિય થઈ જાય, અથવા જરૂરી કામોને પહોંચી ના વળે ત્યારે અન્ય પ્રબંધક નિમી શકાય. પ્રબંધકની નિમણૂંક મત દ્વારા કરવામાં આવે છે, અને વિકિમિડીયા ફાઉન્ડેશન આપના સભ્યનામને પ્રબંધકની ટેગ આપે છે જેથી આપ અમુક કાર્યો કે જે સામાન્ય સભ્ય ના કરી શકે તે કરી શકો છો. આપ મને જણાવશો કે આપને પ્રબંધક કેમ બનવું છે? એવા કયા કાર્યો છે જે આપને કરવામાં પ્રતિકૂળતા પડે છે જે આપ માનો છો કે આપ પ્રબંધક બનવાથી સહેલાઈથી કરી શકશો? મારા મતે આપને હજુ વિકિમાં વધુ (સારૂ) યોગદાન કરવાની જરૂર છે (વધુ નો અર્થ quantity નહી, પણ quality છે). મારા પોતાના મતે આપનો ઝુકાવ ફક્ત એક જ વિષય પરત્વે છે, અને તેમાં પણ આપ પૂર્વગ્રહ (bias) યુક્ત લખાણ લખો છો, પ્રબંધક તરિકે આપે બહોળી વિચારસરણી વિકસાવવી પડે અને તટસ્થતા કેળવવી પડે. આપનો ઝુકાવ (ખાસ કરીને ગૌડિય) વૈષ્ણવ પરંપરા અને સિદ્ધાંતો તરફ વધુ છે, જો કે તેમાં કશું ખોટું નથી, અલબત્ત સારૂં છે કે તે આપના રસનો વિષય હોવાથી આપ તેમાં ઘણુ જાણતા હોવ અને સુંદર યોગદાન કરી શકો છો, અહીં એવા વિષય નિષ્ણાતોની જરૂર હંમેશા રહે છે. પરંતુ, વિકિ કોઈ પ્રશસ્તિપત્ર નથી, આ જ્ઞાનકોષ છે, માટે અહીં તેને અનુરૂપ લેખનશૈલી વિકસાવવી પડે. આપના અંગ્રેજી વિકિમાં કરેલા ઘણા યોગદાનો પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકવામાં આવી ચુક્યું છે, અને અનેક લેખો ત્યાંથી દૂર પણ કરવા પડ્યા છે, જે જણાવે છે કે આપને વિકિની નીતિઓથી હજુ થોડા વધુ માહિતગાર થવાની જરૂર છે, અને પ્રબંધક તરિકેની પરિપક્વતા કેળવવાની જરૂર છે. આ મારો મત છે, ઘણી વખત ખોટો હોઉં છું તેમ આ વખતે પણ મારા અનુમાનો બાંધવામાં ખોટો હોઈ શકું છું. આપ મને આપની પ્રબંધક બનવાની ઇચ્છાનું કારણ જણાવશો તો કદાચ આપની પ્રબંધક બનવાની પ્રક્રિયા આપણે શરૂ કરી શકીશું.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૨૩, ૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

જય સ્વામિનારાયણ દાસજી, માફ કરજો, આપની ઇચ્છા એ આપના પ્રબંધક બનવા માટેનું યોગ્ય કારન ના ગણાવી શકાય. મેં આપને ઉપરોક્ત સંદેશામાં લખ્યું છે કે વિકિ એ જ્ઞાનકોષ છે, અહીં કોઈ એક વ્યક્તિ કે ધર્મની માન્યતા પ્રમાણેનું લખાન લખવામાં નથી આવતું, અહીં સર્વમાન્ય અને સર્વ સ્વિકૃત માહિતીઓજ તેના યથાયોગ્ય સંદર્ભ સાથે લખવામાં આવે છે. આવતીકાલે કોઇ મુસ્લિમ ધર્મનો ચાહક આવીને કહે કે તેને તેનો ધર્મ માને છે કે હિમ્દુ ધર્મનાં દેવી-દેવતાઓ ફાલ્તુ વાતો છે, અને તેને વિષે લેખો ના હોવા જોઈએ, માટે તેમને ડિલિટ કરવા માટે તેણે પ્રબંધક બનવું છે, તો શું આપ તેને પ્રબંધક બનાવી દેશો? આપની ભાવના સારી છે કે અહીં જ્યારે લોકો આહાર, નિંદ્રા, ભય અને મૈથુન પર જ મહદંશે લેખો લેખો લખે છે (જો કે મે તો મૈથુન વિષે લખેલો એકે લેખ જોયો નહી, કદાચ મારી દૃષ્ટિ જ એવી હશે કે મને આવું બધું નહી દેખાતું હોય) અને તમે ધર્મ વિષે લેખો લખવા માંગો છો, મેં જણાવ્યું જ હતું કે આપના લેખો ધર્મ, અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય પર હોય છે, જે ખુબ સારી વાત છે. પરંતુ, માફ કરજો, જે આપ જણાવી રહ્યા છો તે યોગ્ય નથી. આ ઘાતક વસ્તુ છે, આપને પણ મારી અંગત વિનંતિ કે આપ પોતાના અંગત વિચારો કોરાને મુકી ફક્ત આધારભુઉત માહિતી જ અહીં મુકો, અને હાલ પુરતી આપણે તમારા પ્રબંધક બનવાની ઇચ્છા પરની ચર્ચા અહં જ અટકાવીએ. નજીકનાં ભવિષ્યમાં તે શક્ય બને તેવું મને લાગતું નથી. આપને માતે એક સુઝાવ જરૂર કરી શકું, કે આપ પોતાની એક વેબસાઈટ શરૂ કરો, અને ત્યાં વિકિનાં સંદર્ભો આપી આપને જે લેખોમાં આપની માન્યતા વિરુદ્ધ ભગવાનનું વર્ણન જોવા મળે છે તેનું ત્યાં પુનઃલેખન કરો, જે આપને સંપૂર્ણ સ્વતંત્રતા આપશે અને સંભવતઃ ખ્યાતિ પણ અપાવશે. તે પ્રકારે કરેલું સુનિયોજિત કાર્ય શક્ય છે કે આપને આપનો એક અલાયદો ભક્ત સમુદાય પણ બનાવી આપે. જો તે કાર્ય માટે આપને મારી કોઈ પણ મદદની જરૂર હોય તો વિના સંકોચે મારો સંપર્ક કરશો, હું મારાથી શક્ય તમામ પ્રકારનો સહયોગ આપને આપવાની કોશીશ કરીશ. હરે કૃષ્ણ!--ધવલચર્ચા/યોગદાન ૧૦:૪૯, ૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
માફ કરજો પ્રભુ, તે શક્ય નથી. આપ જે તે લેખની ચર્ચાનાં પાનાં પર આપનાં મંતવ્યો અને વાંધાઓ જણાવી શકો છો, અન્ય સભ્યો તે ચર્ચામાં ભાગ લેશે, અને સહુના મત અને માન્યતા પ્રમાને સામુદાયિક રૂપે તેના પર નિર્ણય લેવામાં આવશે. જે રીતે તાજેતરમાં બનાવેલા લેખ, જગદગુરુ સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ સાથે અન્ય સભ્ય સહમત નહોતા, પરંતુ તેમણે તે લેખને દૂર કરવાને બદલે તેનું નામફેર કરવાનું સુચન આપ્યું હતું, આપને પણ વિનંતિ છે કે આપ પણ આ ચિલાને અનુસરો. આપણે પહેલા આપણું વર્તન એવું બનાવવું જોઈએ કે લોકો આપણને અનુસરવા માટે તત્પર બને, નહીકે આપણે આપણી માન્યતાઓ અન્યો પર ઠોકી બેસાડીને આપણાં વર્તનને ઉમદા બનાવીએ. દરેક લેખની સાથે ચર્ચાનું પાનું આપ્યું જ છે આને માટે, આપને યોગ્ય લાગે તે મુદ્દો ત્યાં ઉઠાવો, અને ચર્ચા કરો. જો તમને લાગે કે તે ચર્ચા પર મારૂં ધ્યાન નથી ગયું, તો તે મારા ધ્યાન પર લાવો અને આપણે યોગ્ય નિર્ણય લઈશું. શું કહો છો તમે?--ધવલચર્ચા/યોગદાન ૧૧:૨૭, ૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
માફ કરજો, હું ઉદાહરણ આપવા ગયો તે લેખનાં શીર્ષકનું અને આપનું નામ તેમાં સાંકળતા પહેલા ચોક્સાઈ કરવાનું યાદ ના રહ્યું. આપના પર કોઈ આરોપ લગાવ્યો નથી, પરંતુ તેમ છતાં આપને એવું લાગ્યું હોય તો માફી માંગું છું. પરંતુ હજુ વાત બદલાતી નથી, અન્ય સભ્યએ શરૂ કરેલી ચર્ચાને આધારે તે લેખ આજે પણ બદલાયેલા શીર્ષક સાથે અસ્તિત્વમાં છે, જ્યારે તમારા પ્રબંધન હેઠળ તે આપની માન્યતા પ્રમાણે દૂર કરી દેવામાં આવ્યો હોત. મોટા ભાગનાં ઇસ્કોન સ્વામીઓ પર આપે લેખો બનાવ્યા છે, માટે મારાથી આ ભૂલ થઈ ગઈ, જે બદલ ફરી એક વખત આપની માફી માંગું છું. અનેઔપરોક્ત સંદેશામાં રહેલી દોષપૂર્ણ માહિતી મેં દૂર કરી છે, જે હવે આપને સ્વિકાર્ય હશે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૫૭, ૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

કોમન્સ પર વિડીઓ[ફેરફાર કરો]

પ્રિય મિત્ર, કોમન્સ પર આપ જે રીતે ફોટોઝ અપલોડ કરો છો તે જ રીતે વિડિઓ પણ અપલોડ કરી શકો છો. ફક્ત ફરક છે તે માટે યોગ્ય ફોર્મેટનો. જેમ આપણે ફોટોઝ મોટે ભાગે .JPG એક્સ્ટેન્શન સાથે અને ક્યારેક .BMP કે એવા અન્ય એક્સ્ટેન્શન સાથે અપલોડ કરતા હોઈએ છીએ, તે રીતે વિડિઓ ઘણાબધા ફોર્મેટ્સમાં ઉપલબ્ધ હોય છે, મોટે ભાગે WMV, AVI કે MP4, પરંતુ મોટાભાગનાં બધા ફોર્મેટ્સ પ્રકાશનાધિકારથી સુરક્ષિત હોય છે. અને આપતો જાણતા જ હશો કે વિકિ પ્રકાશનાધિકારની બાબતમાં કેટલું સાવધાન રહે છે. માટે જ વિકિ કોમન્સમાં ફક્ત Ogg Theora અને GIF ફોર્મેટ્સમાં જ વિડિઓ સ્વિકાર્ય છે. આપની પાસે રહેલા વિડિઓને આપે પહેલા આ ફોર્મેટમાં રૂપાંતરિત કરવા પડશે અને ત્યારબાદ આપ તેને સહેલાઈથી અપલોડ કરી શકશો. હા, જ્યારે વિડિઓ અપલોડ કરો ત્યારે, કોમન્સમાં તેને વિડિઓની શ્રેણીમાં વર્ગિકૃત કરવાનું ના ભુલશો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૭, ૧૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

આપ જે ફાઈલ અપલોડ કરવા માંગો છો તે મને ઇમેલ કરી શકશો? અથવાતો તે કોઈ ઓનલાઇન ફાઇલ શેરીંગ વેબસાઈટ પર હોય તો તેની લિંક મને ઇમેલમાં મોકલો, હું પ્રયત્ન કરી જોઉં જેથી મને ખ્યાલ આવે કે ખરેખર શું સમસ્યા નડે છે. આપે ફાઈલનું કદ જોયું? ખુબ મોટી તો નથીને? જોકે કદને કારણે 'MIME Format' ની એરરનો મેસેજ ના અવવો જોઈએ. મોડો ઉત્તર આપવા બદલ માફ કરજો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૪, ૧૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

આપના પ્રતિભાવની આવશ્યકતા[ફેરફાર કરો]

મિત્ર V das, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૦, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)