ચર્ચા:વિવેકાનંદ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય, વનકુવા
Appearance
લેખને દૂર કરવા ભલામણ
[ફેરફાર કરો]આ પ્રકારના લાખો વિદ્યાલય દેશમાં અસ્તિત્વ ધરાવે છે. લેખ મુજબ આ વિદ્યાલયની સ્થાપના ૧૯૯૧ માં કરવામાં આવી હતી એટલે ઐતિહાસિક દ્રષ્ટીએ પણ કોઈ વિશેષ મહત્વ નથી. તેથી શૈક્ષણિક સંસ્થાઓનાં સ્વતંત્ર લેખ રાખવા મંજૂરી આપવામાં આવે તો આવા હજારો લેખ બને તેમ છે અને જ્ઞાનકોશની દ્રષ્ટીએ પણ આ લેખનું કોઈ ખાસ મહત્વ જણાતું નથી. એથી ઉલટું આ વિદ્યાલયની જાહેરાત થાય છે.--150.129.55.196 ૧૪:૩૯, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- આભાર. આ અંગેનો નિર્ણય પ્રબંધકો લે તો સારું. કારણ કે, અમુક વિદ્યાલયોના લેખો અહીં તેમજ અંગ્રેજી વિકિપીડિઆમાં હાજર છે જ. --KartikMistry (ચર્ચા) ૧૮:૪૬, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- આ શાળા ઉત્તર બુનિયાદી શિક્ષણ પૂરું પાડે છે અને તે પણ ગાંધીવિચારને અનુસરીને, તે કારણે તેનું વિશેષ મહત્વ છે. હા, આવી પણ (હજારો તો નહિ) ૫૦-૬૦ (શૈક્ષણિક) સંસ્થાઓ હશે જેની આશ્રમશાળાઓ ગુજરાતમાં ચાલતી હોય. એ બધી જ સંસ્થાઓ વિષે એક-એક લેખ રાખવામાં પણ કોઈ વાંધો નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૩, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)