વિવેકાનંદ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય, વનકુવા

વિકિપીડિયામાંથી

શ્રી વિવેકાનંદ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાનાં ગોરજ ગામમાં આવેલા શ્રી મુનિ સેવા આશ્રમ દ્વારા સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય છે. આ વિદ્યાલય ગાંધીવિચાર પર આધારિત છે અને આશ્રમશાળા તરીકે ઓળખાતી શૈક્ષણિક સંસ્થાઓ પ્રકારની એક છે જેમાં આદિવાસી અને અન્ય પછાતવર્ગના બાળકોને શિક્ષણની સાથે-સાથે નિવાસ અને ભોજનની સુવિધા પણ પૂરી પાડવામાં આવતી હોય છે.

સ્થાપના[ફેરફાર કરો]

આ વિદ્યાલયની સ્થાપના આશ્રમના સ્થાપક સ્વ.પં.પૂ. શ્રી અનુબેને સ્વામી વિવેકાનંદ ના વિચારોથી પ્રભાવિત થઇને તેમજ સંતશ્રી જુગતરામ દવેના ગાંધીવિચારમાંથી પ્રેરણા લઇ કરી હતી, જેનો હેતુ આસપાસના આદિવાસી બાળકો શિક્ષણથી વંચીત ન રહે અને તેઓને ઉચ્ચ અભ્યાસની સ્થાનિક સ્તરે તક મળી રહે તે હતી. તેમજ ગોરજ આવ્યા બાદ પૂજય અનુબેને આજુબાજુના ગામોની મુલાકાત લીધી, મુલાકાત બાદ આ વિસ્તારના શિક્ષણના સ્તરનો ખ્યાલ આવ્યો. તેઓની આર્થિક સ્થિતિ સારી ન હતી અને રસ્તાઓની સુવિધા પણ ન હતી. આથી વનકુવાના પ્રાકૃત્તિક વાતાવરણમાં માઘ્યમિક શાળા અને તે પણ બુનિયાદી શાળા સ્થાપવાની પ્રેરણા તેમને થઇ.

શ્રી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, વનકુવા શાળાની સ્થાપના જૂન ૧૯૯૧ થી થઇ. ૧૯૯૧માં ધોરણ ૮ ના ૨૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. ત્યારથી શાળાના શ્રી ગણેશ મંડાયા. ૧૯૯૧ થી ૧૯૯૩ સુધી શાળાનું બાંધકામ ચાલુ હોવાથી શાળાનું શૈક્ષણિક કાર્ય મુનિ સેવા આશ્રમનાં પ્રાંગણમાં તેમજ બક્ષીપંચ આશ્રમ શાળામાં ચાલતું હતું. ત્યાર બાદ ક્રમશઃ છાત્રાલય અને શાળાનું બાંધકામ ચાલું હતું. ત્યાર બાદ ક્રમશઃ ધોરણ - ૮ , ૯ , ૧૦ , ના વર્ગો શરૂ થયા. ધોરણ - ૧૦ ની પ્રથમ બેચ ૧૯૯૪ માં બેઠી જેમાં ૧૯ વિદ્યાર્થીઓએ પ્રથમ બોર્ડની પરીક્ષા આપી, જેનુ જેનું પરિણામ ૪૬ % આવ્યું હતું.

૧૯૯૫ માં શાળા સંકુલનું ઉદ્દધાટન સંત શિરોમણી મોરારીબાપુ, ગુજરાતી સાહિત્યકાર અને કેળવણીકાર મનુભાઇ પંચોલી (દર્શક) તેમજ માજી મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. વર્ષ ૨૦૦૩ માં બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને અને ઉચ્ચ અભ્યાસ માટે બીજે જવું ન પડે એ હેતુસર ઉચ્ચતર માઘ્યમિકના ધોરણ ૧૧ ની શરૂઆત પણ કરવામાં આવી. જેમાં ૪૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. અને ધોરણ ૧૨ ની પ્રથમ બેચે ૨૦૦૪માં પ્રથમ બોર્ડની પરીક્ષા આપી હતી. જેનું પરિણામ ૯૧.૬૬ % હતું.

સુવિધાઓ[ફેરફાર કરો]

હાલ ૨૦૧૫ માં શાળામાં ૧૦ વર્ગખંડ, આચાર્યખંડ, કર્મચારી રૂમ, વિજ્ઞાનખંડ, પુસ્તકાલય, કોમ્પ્યુટર લેબ, કુમાર-કન્યા છાત્રાલય, (સ્વયં સંચાલિત) રમતનું મેદાન, ખેતી જમીન, પ્રાયોગીક કાર્ય માટે ગૌશાળાની સુવિધા છે.