ચર્ચા:Hudhud

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પરંપરા ભંગ[ફેરફાર કરો]

મિત્રો, પરંપરા તોડીને આ પાનું અંગ્રેજી શીર્ષક સાથે બનાવું છું એ આશા સાથે કે આ શબ્દ હાલમાં ગરમ વિષય (હોટ ટોપિક) હોવાથી અંગ્રેજી શબ્દથી શોધતા લોકો આ ગુજરાતી લેખ સુધી પહોંચશે. થોડા સમય પછી યેનકેન પ્રકારે આ શબ્દથી કેટલો ટ્રાફિક મળ્યો તે જોવાની ઈચ્છા છે. જો આપ આ અખતરા સાથે સહમત ન હોવ તો અહિં જણાવશો, આપણી નીતિ મૂજબ અંગ્રેજી શીર્ષકવાળું પાનું દૂર કરી દેવામાં આવશે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૯, ૧૪ ઓકટોબર ૨૦૧૪ (IST)

અખતરાના પરીણામો (જ્યારે મળે ત્યારે) જનતા જનાર્દન સાથે વહેચવા વિનંતિ. --એ. આર. ભટ્ટ (talk) ૧૦:૧૬, ૧૫ ઓકટોબર ૨૦૧૪ (IST)
આજે તા: ૨૦/૬/૨૦૧૭ના રોજ કુલ પેજવ્યુ=૨૮ (આશરે ૨.૭૫ વર્ષમાં) તે સામે એ જ લેખનાં ગુજરાતી વર્ઝન હુદહુદ (ચક્રવાત)ને મળ્યા છે ૩૪૮ પેજવ્યુ (એટલા જ સમયમાં).(Pageviews Analysis) જે બાબત ધવલભાઈને ચકાસવી હતી તે ચકાસાઈ ગઈ ! મને લાગે છે કે, સર્ચ એન્જીન્સ અંગ્રેજી શબ્દ સર્ચકર્તાઓને ગુજરાતી વિકિ પર મોકલતું લાગતું નથી. ગુજરાતી શબ્દ સર્ચ કરાય છે ત્યારે અહીં આવવાનાં ચાન્સ વધુ રહેતા હશે. તારણ: ગુજરાતી વિકિ પર ગુજરાતીને વળગી રહેવું :-) આ તો આજે અહિ પહોંચ્યો તો જરા મસ્તી કરી ભાઈ. આવા પ્રયોગો પણ કરવા જરૂરી. ઘી કેમણું ઢળે છે એ ખબર તો પડે !!! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૦૩, ૨૦ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]