લખાણ પર જાઓ

ચેરાપુંજી

વિકિપીડિયામાંથી
ચેરાપુંજી
Sohra
—  town  —
ચેરાપુંજીનું
મેઘાલય અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 25°18′N 91°42′E / 25.3°N 91.7°E / 25.3; 91.7
દેશ ભારત
રાજ્ય મેઘાલય
જિલ્લો East Khasi Hills
વસ્તી

• ગીચતા

૧૦,૦૮૬ (2001)

• 375/km2 (971/sq mi)

અધિકૃત ભાષા(ઓ) અંગ્રેજી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 1,484 metres (4,869 ft)

આબોહવા

• વરસાદ


     11,430 mm (450 in)

કોડ
  • • ફોન કોડ • +03637

ચેરાપુંજી audio speaker iconpronunciation  (જેની જોડણી ચેરાપુન્જી કે ચેરાપૂંજી તરીકે પણ કરાય), ભારતના મેધાલય રાજ્યના પૂર્વીય ખાસી પર્વતોના જિલ્લામાં આવેલું નગર છે. તે દુનિયાના સૌથી વરસાદી વિસ્તાર તરીકે પ્રસિદ્ધ છે. જોકે, હાલ તેની નજીકમાં આવેલા માવસિનરામમાં વધુ વરસાદ પડે છે. ચેરાપુંજી પરંપરાગત રીતે હીમ (ખાસી આદીવાસી સરદાર દ્વારા બનાવેલ એક નાનું રાજ્ય)ની રાજધાની છે, જેને સોહરા કે ચુરા તરીકે ઓળખવામાં આવે છે

ઇતિહાસ[ફેરફાર કરો]

આ શહેરનું મૂળ નામ સોહરા છે જેનું ઉચ્ચારણ "ચુરા" એ રીતે થાય છે, બ્રિટિશ લોકોએ ત્યારબાદ તેને બદલીને ચેરાપુંજી પાડ્યું. ચેરાપુંજીમાં સતત ચાલતા વરસાદ બાદ પણ ત્યાંના રહેવાસીઓને પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મોટેભાગે તેમને પીવા લાયક પાણી મેળવવા માટે લાંબુ અંતર કપાવું પડે છે.[૧] જંગલમાં લોકોના અતિક્રમણના કારણે અતિશય વરસાદ પડવાથી ટોચની જમીનનું ધોવાણ થાય છે, જે જમીન સિંચાઇની આડે આવે છે. હાલમાં, મેધાલય રાજ્યની સરકારે ચેરાપુંજીનું નામ બદલીને "સોહરા" રાખવાનું નક્કી કર્યું છે, જે તેનું સ્થાનિક નામ છે. ચેરાપુંજીના સ્મશાનમાં ડેવિડ સ્કોટ (ભારત એનઇ (NE)ના બ્રિટિશ પ્રબંધક, 1802–31)નું એક સ્મારક આવેલું છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ચેરાપુંજી અહીં 25°18′N 91°42′E / 25.30°N 91.70°E / 25.30; 91.70આવેલું છે. તેની સરેરાશ ઊંચાઇ 1,484 metres (4,869 ft) છે. ચેરાપુંજી ખાસી પર્વતોની દક્ષિણ ટોચ પર આવેલું છે, અને તેનું મુખ બાંગ્લાદેશ તરફ છે. બંગાળની ખાડી તરફથી ફૂંકાતા વરસાદી પવનોના કારણે ચેરાપુંજીના ઊભા ખડકોમાં આટલો ભારે વરસાદ થાય છે. આજ કારણે, આ વિસ્તારમાં ખુબ ભીનાશવાળું વાતાવરણ રહે છે.

આબોહવા[ફેરફાર કરો]

ચેરાપુંજીમાં વાર્ષિક વરસાદ સરેરાશ 11,430 millimetres (450 in) આટલો રહે છે. આ આંકડાઓએ તેની પાસે આવેલા વિસ્તાર મેધાલયના, માવસિનરામથી ચેરાપુંજીને પાછળ પાડી દીધો છે, જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 11,873 millimetres (467.4 in) થાય છે. ચેરાપુંજીમાં દક્ષિણપશ્ચિમી અને ઉત્તરપૂર્વીય વરસાદી પવનોથી વરસાદ આવતો હોવાથી ત્યાં એક જ વરસાદી ઋતુ હોય છે. ચેરાપુંજી ખાસી પર્વતોના પવનની દિશા તરફ આવેલું છે. એરોગ્રાફિક વરસાદ પડવાના પરિણામે, અને વરસાદી પવનોને ફરજપૂર્વક મોટા ભાગનો તેમનો ભેજ અહીં જમવાને કારણે અહીં આટલો વરસાદ પડે છે. શિયાળાની ઋતુમાં અહીં બ્રહ્મપુત્રાની ખીણ તરફથી આવતો ઉત્તરપૂર્વીય વરસાદ પડે છે.

1860ની ઓગસ્ટ અને જુલાઇ 1861ની વચ્ચે 22,987 millimetres (905.0 in) અને 1861ની જુલાઇના એક જ મહિનામાં 9,300 millimetres (370 in) સૌથી વધુ માત્રમાં વરસાદ પડવાને કારણે તે એક વર્ષમાં સૌથી વધુ માત્રામાં વરસાદ પડવાને કારણે બે ગીનીસ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ ધરાવે છે.[૨]

ભારે વરસાદના કારણો[ફેરફાર કરો]

ચેરાપુંજી દુનિયાની સૌથી વધુ વરસાદી જગ્યા છે
Cherrapunji
Climate chart (explanation)
JFMAMJJASOND
 
 
9.5
 
15
6
 
 
23
 
16
8
 
 
110
 
20
13
 
 
363
 
21
14
 
 
645
 
22
16
 
 
1299
 
23
18
 
 
1277
 
23
18
 
 
902
 
22
18
 
 
560
 
23
17
 
 
216
 
23
16
 
 
25
 
20
12
 
 
6
 
17
8
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: Allmetsat. For graphing purposes, the blue numbers of this graph are at a scale of 1:2. (All figures for that part of the graph have been halved.)

ભારતના ઉનાળા વરસાદની એક ફાંટ બંગાળની ખાડીમાંથી ચેરાપુંજીને વરસાદ મેળે છે. આ વરસાદી વાદળો બાંગ્લાદેશના મેદાનો પર 400 કીમીમાં કોઇ રોકટોક વગર ભ્રમણ કરે છે. ત્યારબાદ તે ખાસી પર્વતોથી અથડાય છે, ખાસી પર્વતો 2 થી 5 કીમીના વિસ્તારની અંદર જ અચાનક સમુદ્ર સ્તરથી 1307 મીટરની ઊંચાઇ સુધી ઊઠી નીકળતા આમ બને છે. વિશાળ વિસ્તારોમાંથી આવતા નીચી ઊંચાઇએ ઉડાતા (150-300 એમ (m)) ભેજ ભરેલા વાદળોને અનેક ઊંડી ખીણોની નહોરોવાળી આ પર્વતની ભૂગોળ તેને ચેરાપુંજીની ઉપરના એકત્રિત કરે છે. પવન વરસાદી વાદળોને, કોતરો અને સીધા ઢોળાવવાળી ટેકરીઓના માધ્યમથી ધકેલે છે. ઉપરી આબોહવા વાદળોના ઝડપી ચડાણને ઝડપથી ઠંડી કરે છે અને વરાળને પ્રવાહીમાં રૂપાંતરીત કરવામાં મદદ કરે છે. પાણીની વરાળના વિશાળ ભાગ તરીકે હવા દ્રારા ઉચકાવવાને કારણે ચેરાપુંજીમાં મોટા ભાગનો વરસાદ પડે છે. ભારતના ઉત્તરીપૂર્વ ચેરાપુંજીમાં પડતો અતિશય વરસાદ ઓરોગ્રાફીક વરસાદનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ધણીવાર, ચેરાપુંજીના એક ભાગમાં વાદળો ફાટી પડે છે જ્યારે અન્ય વિસ્તારમાં સંપૂર્ણપણે કે મહ્દઅંશે સૂકો રહે છે, જે વરસાદની ઊંચી અવકાશી અસ્થિરતાને રજૂ કરે છે. ટોચના વરસાદી સમય દરમિયાન વાતાવરણ ખુબ જ ભેજવાળું રહે છે. મોટાભાગનો ચેરાપુંજીનો વરસાદ તેના ઓરોગ્રાફીક લક્ષણોને કારણે થતો હોય છે. આ વાદળો જ્યારે દક્ષિણ તરફથી પર્વતો તરફ ફૂંકાય છે, ત્યારે તેઓ ખીણના માધ્યમથી અહીં ગળણીને જેમ રેડાય છે. ચેરાપુંજી એક દમ તે જ જગ્યાએ આવેલું છે જ્યાં આ વાદળો આવીને ટકરાય છે અને નીચે ઉડતા વાદળો આ સીધા ઢળાવવાળી ટેકરીની તરફ ધકેલાય છે. ખાસી પર્વતો તરફ સીધી રીતે ફેંકાતા પવનોના કારણે આટલો બધો વરસાદ અહીં પડે છે.

ચેરાપુંજીના વરસાદનું એક નોંધનીય લક્ષણ તે છે કે તે મોટેભાગે સવારના સમયમાં જ પડે છે. આમ કદાચ બે હવાઇ પદાર્થોના એક સાથે આવી જવાને કારણે થતું હશે. વરસાદી મહિનાઓમાં, બ્રહ્મપુત્રા ખીણથી આવતા વર્ચસ્વવાળા પવનો મોટેભાગે પૂર્વ અને ઉત્તરીપૂર્વીય તરફ ફેંકાય છે, પણ મેધાલય ઉપરના પવનો દક્ષિણમાંથી આવતા હોય છે. મોટેભાગે આ બે પવનોની એક બીજા સાથે જોડાઇને ખાસી પર્વતોના આસપાસના પ્રદેશોમાં સાથે આવે છે, આથી જે પવન રાતના સમયે ખીણમાં ભરાઇ જાય છે, તે માત્ર સવારની ગરમીના સમયે જ ઉપર ચડે છે. જે ચેરાપુંજીમાં સવારે વરસાદ કેમ પડે છે તેને આશિક રીતે સમજ આપે છે. આ સિવાય ઓરોગ્રાફિક લક્ષણોના લીધે, તેના અગાઉના સમય અને વરસાદ દરમિયાન વાતાવરણને કારણે ગરમીના પ્રસરણની પ્રક્રિયા મહત્વનો ભાગ ભજવે છે.

હવામાન માહિતી Cherrapunji
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
સ્ત્રોત: Climate Charts [૩]

વસ્તી-વિષયક માહિતીઓ[ફેરફાર કરો]

As of 2001 ભારતીય જનગણના [૪]મુજબ ચેરાપુંજીની વસ્તી 10,086 છે. પુરુષોની વસ્તી 49% અને સ્ત્રીઓની વસ્તી 51% ટકા છે. ચેરાપુંજીનો સરેરાશ શિક્ષણ દર 74% છે, જે ભારતના સરેરાશ શિક્ષણ દર 59.5% કરતા વધારે છે, જેમાં પુરુષોનો શિક્ષણ દર 74% અને મહિલાઓનો શિક્ષણ દર 74% છે. 19% જેટલી વસ્તી 6 વર્ષથી નાની વયના બાળકોની છે.

સંસ્કૃતિ[ફેરફાર કરો]

ખાસી બાળકો (1944)

ચેરાપુંજી અને તેની આસપાસ રહેતા સ્થાનિકોને ખાસીઓ તરીકે ઓળખવામાં આવે છે. તે એક માતૃવંશીય સંસ્કૃતિ છે. લગ્નબાદ, પતિ તેની પત્નીના પરિવાર સાથે રહેવા જાય છે અને તેમના બાળકોને તેમની માતાની અટક આપવામાં આવે છે.[૫] ચેરાપુંજી તેના જીવંત પુલોને કારણે પણ પ્રખ્યાત છે. ચેરાપુંજીમાં હજારો વર્ષોથી રહેતા લોકોએ ઝાડોના મૂળિયાઓને ઉગાડીને તેમાંથી વિશાળ પુલો બનાવવાની પદ્ધતિ વિકસાવી છે. આ પ્રક્રિયાને થતા 10-15 વર્ષો લાગે છે અને આવા પુલો લાક્ષણિક રીતે સો વર્ષો સુધી કામ આપે છે, સૌથી જૂનો પુલ 500 વર્ષો સુધી ઉપયોગમાં લેવાયો હતો..[૬]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Bhaumik, Subir (2003-04-28). "World's wettest area dries up" (stm). South Asia News. Calcutta: BBC. મેળવેલ 2008-02-21. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. ગીનીસ વર્લ્ડ રેકોર્ડસ 2005; pg-51 આઇએસબીએન 0-85112-192-6
  3. "Average Conditions Cherrapunji, India". Climate Charts. મેળવેલ March 2010. Check date values in: |access-date= (મદદ)
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-01. CS1 maint: discouraged parameter (link)
  5. ચેરાપુંજી હોલીડે રિસેટ વેબસાઇટ
  6. "બ્રીજ ટુ નેચર: અમેજીંગ ઇન્ડિયન લીંવીંગ રૂટ બ્રીજીસ". મૂળ માંથી 2011-11-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]