લખાણ પર જાઓ

જંતર મંતર

વિકિપીડિયામાંથી
જંતર મંતરમાં જમા થયેલ પ્રવાસીઓ

૨૬° 55 ૨૯° N જંતર મંતરએ એક ખગોળ સ્થાપત્યોનો સમૂહ છે, જેને મહારાજા જય સિંહ - ૨ દ્વારા તેમની નવી રાજધાની અને હાલના રાજસ્થાનના મુખ્ય શહેર એવા જયપુર શહેરમાં ઈ.સ. ૧૭૨૭ અને ૧૭૩૪ની વચ્ચેના સમયમાં બંધાવવામાં આવ્યું હતું. આ સ્થાપ્ત્યની રચના તેમના દ્વારા મોગલ સામ્રાજ્યના પાટનગર અને હાલના ભારત દેશની રાજધાની એવા દિલ્હી શહેરમાં બંધાવવામાં આવી હતી. તેમણે આવા પાંચ સ્થાપત્યો વિવિધ સ્થળોએ બંધાવ્યાં હતાં, જેમાં દીલ્હી અને જયપુર શામેલ છે. જયપુરની આ વેધશાળા આ સૌમાં સૌથી મોટી છે.

આ નામનો અર્થ છે જંતર ("સાધન"), અને મંતર ("સૂત્ર", કે અહીંના સંદર્ભમાં "ગણતરી"). તેટલા માટે જંતર મંતર નો શાબ્દિક અર્થ થયો 'ગણતરીનું સાધન'. આ વેધશાળાનું ધાર્મિક મહત્ત્વ પણ છે, કેમ કે ભારતીય ખગોળવિદો જ્યોતિષમાં પારંગત પણ હતાં.

સમ્રાટ યંત્ર(વિશાળ સૂર્ય ઘડિયાળ)નું મંચ.

આ વેધશાળામાં ૧૪ મોટા ભૌમિતિક સાધનો છે, જે સમય માપણી, ગ્રહણની આગાહી, પૃથ્વીની સૂર્યની સાપેક્ષ ભ્રમણના સંદર્ભમાં તારાનું સ્થાનાંકન, ગ્રહોની કક્ષાનું કોણ માપન, અવકાશીય પદાર્થોની ઊંચાઈ માપન અને અવકાશીય અક્ષાંસ રેખાંશ માપન જેવાં કાર્યો કરે છે. આ દરેક સાધન સ્થિર અને બિંબ સાધન છે. સૌથી મોટું યંત્ર સમ્રાટ યંત્ર છે, જે ૯૦ ફૂટ ઊંચુ છે, આના પડછાયાને ધ્યાન પૂર્વક પાડીને દિવસનો સમય બતાવી શકાય છે. આનો ફલક ૨૭ અંશ પર ઢળેલો છે, જે જયપુરનો અક્ષાંશ છે. આની ઉપર એક હિંદુ છત્રી આવેલી છે જેનો ઉપયોગ ગ્રહણ અને વરસાદની આગાહી માટે થતો.


સ્થાનીક રીતે પ્રાપ્ય એવા પથ્થર અને આરસમાંથી બનેલ આ યંત્રો એક અવકાશીય માપન ધરાવે છે, જે સામાન્ય રીતે આરસની આંતરીક ધાર પર અંકિત છે. કાંસાની તક્તિઓ, દરેક અસાધારણ રીતે ચોકસાઈ ભરેલી, પણ ઉપયોગમાં લેવાઈ છે. ઈ. સ. ૧૯૦૧માં આનો જીર્ણોદ્ધાર કરાયો , અને જંતર મંતરને ઈ. સ. ૧૯૪૮માં રાષ્ટ્રીય સ્મારક જાહેર કરાયું.

જયસિંહના જંતર મંતરની લટાર પદાર્થ ભૂમિતિ અને એક સ્વર્ગની ખોજ કરતી અવકાશીય પદ્ધતિઓ વચ્ચે પસાર થતો એક સુંદર અનુભવ છે.

બેમાંના એક વિશાળ સૂર્ય ઘડિયાળમાંનું એક.


આ સાધનો મોટે ભાગે વિશાળ માળખાં છે. એમ મનાય છે કે આમનું આટલું મોટું કદ પ્રમાણ ચોકસાઈ વધારવા રખાયું હતું. જોકે, સૂર્યની ઉપછાયા ૩૦મીમી હોઈ શકે છે, જે સમ્રાટ યંત્રના ૧મીમી અંતરથી વધતાં કાપીયાને વાસ્તવીક બિનઉપયોગી બનાવી શકે છે. વધારામાં, જે કડિયાઓએ આ બાંધકામ કર્યું તેમને આવડા મોટા સ્તર પર બાંધકામનો કોઈ અનુભવ ન હતો., અને પાયાના ખૂંપી જવાને કારણે તેઓ રેખાથી હટી ગયાં હતાં. સમ્રાટ યંત્ર, દા.ત., જે એક સૂર્ય ઘડિયાળ છે, જેનો ઉપયોગ જયપુરનો સ્થાનીય સમય બે સેકંડની ચોકસાઈ સુધી બતાવી શકાય છે.[] ૨૯ મીટર ઊંચુ આ વિશ્વનું સૌથી મોટું સૂર્ય ઘડિયાળ છે. આનો પડછાયો દર સેકંડે ૧ મીમી જેટલો સરકે છે, એટલે કે દર મિનિટે લગભગ ૬ સેમી, જે લગભગ દરેક વ્યક્તિ માટે એક રોમાંચક અનુભવ રહ્યો છે.

આજે આ વેધશાળા એક પ્રમુખ પ્રવાસી આકર્ષણ છે. જોકે, સ્થાનીય અવકાશ વિદો હજી પણ આને ખેડૂતો માટે વાતાવરણની આગાહી માટે વાપરે છે, જો કે તેમનો અધિકાર પર પ્રશ્ન ઊઠી રહ્યાં છે. ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના વિદ્યાર્થીઓએ તેમના અમુક પાઠ અહીં ભણવા પડે છે, અને એમ કહેવાય છે કે આ વેધશાળા વેદિક ખગોળ ધરોહરની ઉપલબ્ધ લેખન સિવાયની એકમાત્ર ધરોહર છે, જે આજે પણ હયાત છે. આમાંના ઘણા નાના સાધનો અસાધારણ સર્જનાત્મકતા વાસ્તુ રચના ઉપયોગિતા આદિ નું દર્શન કરાવે છે દા.ત. રામ યંત્ર.

ચિત્રીકરણ સ્થળ

[ફેરફાર કરો]

ઈ. સ. ૨૦૦૬ની ફીલ્મ ધ ફૉલ જેમાં એક ચરિત્ર ભૂલભૂલામણીમાં ફસાઈ જાય છે, તેમાંથી બહાર નીકળવાનો એક જ ઉપાય છે, જે છે આત્મઘાતી ભૂસકો! તેનું ફીલ્માંકન અહીં થયું છે. સ્ટોર્મ થોર્ગેર્સન આ સૂર્ય ઘડિયાળનો ઉપયોગ સ્ફોંગ્લની ડીવીડી, લાઈવ એટ ધ રાઉંડ હાઉસમાં કર્યો[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડી

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2009-02-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-18. સંગ્રહિત ૨૦૦૯-૦૨-૦૫ ના રોજ વેબેક મશિન
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-02-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-18. સંગ્રહિત ૨૦૧૨-૦૨-૨૦ ના રોજ વેબેક મશિન