જરથોસ્તી ધર્મ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી ધર્મ. જેની સ્થાપના ઇ.સ. પૂર્વે ૫૯૦ની આસપાસ ગુરુ અષો જરથુષ્ટ્રે કરી હતી. ૪૭ વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે એમણે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જયોત જલાવી રાખી. ૭૭ વર્ષની વયે જયારે તેઓ બંદગી કરતા હતા ત્યારે તુરાની દુરાસરૂન સૈનિકે એમની પીઠ પાછળ ઘા કર્યોજેથી એમનું મૃત્યુ થયું.


જરથુષ્ટ્રના દેહાંત બાદ તેનો પ્રભાવ ધીમે ધીમે વધવા લાગ્યો હતો. સમગ્ર ઇરાનમાં આ રાજધર્મ બન્યો. આ ઉપરાંત રૂસ, ચીન, તુર્કિસ્તાન, આરમેનિયા સુધી તેનો થોડો થોડો પ્રભાવ જોવા મળ્યો હતો. વિશ્વના અન્ય ભાગોમાં ઇરાની સભ્યતાનો પ્રભાવ જરથુષ્ટ્ર પહેલા જ હતો. એટલા માટે જ્યારે ઇરાનમાં જરથોસ્તી ધર્મ રાજધર્મ બન્યો ત્યારે ઇરાની સભ્યતાની સાથે સંપર્કવાળા દેશોમાં પણ તેનો પ્રભાવ ફેલાયો હતો. સિકંદરના હુમલા સમયે આ ધર્મના ધાર્મિક સાહિત્યની લોકોમાં ઊંડી અસર હતી. પાર્સીપોલિસ અને સમરકંદમાં આ ગ્રંથોને ખૂબ જ બહુત સજાવી ધજાવીને સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.


અરબી રાજ તથા હલાકુ, તેમૂર તથા નાદિર શાહના હુમલા સમયે આ ધર્મના અનુઆયીઓ પર ભયંકર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેના પરિણામે જરથોસ્તી ધર્મનો પ્રચાર સાતમી સદીમાં ઓછો થવાનો શરૂ થયો. સન 750માં છેલ્લા જરથુષ્ટ્ર રાજાનો આરબો સામે યુધ્ધમાં પરાજય થયો હતો. ત્યાર બાદ જરથોસ્તી પંથના ખૂબ મોટા સમુદાયે દેશનો ત્યાગ કરી ભારત તરફ પ્રયાણ કર્યું હતું, જ્યાં તેઓ છેલ્લાં 1200 વર્ષથી શાંતિપૂર્ણ જીવન વિતાવી રહ્યા છે.


પહેલા તેઓ ખેતીના કામમાં જોડાયા હતા. બાદમાં તેઓએ શિક્ષણ અને ઉધોગ તરફ ધ્યાન આપ્યું હતું. પરિણામે આજે ભારતમાં શિક્ષણ અને ઉધોગની દ્રષ્ટિએ પારસી સમુદાય આગળ છે. ભારત ઉપરાંત ઇરાનના કેટલાંક શહેરોમાં પણ જરથોસ્તી ધર્મના અનુઆયીઓ છે. જ્યારે તેઓને ખૂબ જ અત્યાચારોનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં તે લોકો તોફાન અને દિપકની વાર્તાની જેમ પોતાના ઘર્મના દિપકને ટમટમતો રાખ્યો છે.