જલ (બેન્ડ)
Jal | |
---|---|
મૂળ | Lahore, Punjab, Pakistan |
શૈલી | Pop/Rock, Alternative rock |
સક્રિય વર્ષો | 2002–present |
રેકોર્ડ લેબલ | Sadaf Stereo, Fire Records |
સંબંધિત કાર્યો | Atif Aslam |
વેબસાઇટ | www.jaltheband.com |
સભ્યો | Goher Mumtaz Farhan Saeed Shazi |
ભૂતપૂર્વ સભ્યો | Atif Aslam Omer Nadeem |
જલ , (ઉર્દૂ: جلઅર્થઃ પાણી ) એક પાકિસ્તાની પોપ રોક બેન્ડ છે, જેની રચના વર્ષ 2002માં લાહોરમાં થઈ હતી. આ ગ્રૂપની રચના ગોહેર મુમતાઝ (ગાયક અને ગિટાર) અને આતિફ અસ્લમ (ગાયક)એ કરી હતી.
"આદત"ની રીલીઝ સાથે તેમને પ્રસિદ્ધિ મળી હતી, જે પછી અગ્રણી ગાયક આતિફ અસ્લમે બેન્ડ છોડી દીધું હતું અને તેનું સ્થાન નવા ગાયક ફરહાન સઈદ અને બાસિસ્ટ આમિર શેરાઝએ લીધું હતું.[૧] જીઓ ટીવી પર સદાફ સ્ટીરીયોના માલિક દ્વારા આદત વર્ષ 2004નું બેસ્ટ સેલિંગ આલ્બમ જાહેર થયા પછી તેમના નવા આલ્બમ આવ્યાં હતાં. આ બેન્ડનું બીજું આલ્બમ બુંદ (2007)ને વિવિધ એવોર્ડ્ઝ મળ્યાં હતાં, જેમાં વર્ષ 2008માં લક્સ સ્ટાઇલ એવોર્ડ્ઝ માં પ્રાપ્ત થયેલો બેસ્ટ આલ્બમ ઓફ ધ યર સામેલ છે. આ બેન્ડ પાકિસ્તાનના સમકાલીન બેન્ડ્સમાં પહેલું છે, જે આધુનિક પોપ સાથે ઉર્દૂ ગીતો પૂરા પાડે છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આતિફ અને ગોહેર મુમતાઝએ "આદત" નામે પહેલા ગીતની રચના કરી ત્યારે વર્ષ 2002માં લાહોરમાં જલની રચના થઈ હતી. તે પછી તરત જ આ બેન્ડને પૂર્ણ કરવા સમાન વિચારસરણી ધરાવતા સંગીતકારોની તપાસ શરૂ થઈ હતી. તેમણે બાસ ગિટારિસ્ટ શાઝી (આમિર)ને લેવામાં પ્રયાસ કર્યો હતો અને થોડી બેઠક પછી શાઝીને જલમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. જલનું પહેલું ગીત "આદત" ડીસેમ્બર, 2003માં રીલીઝ થયું હતું. આ આલ્બમનું વિડિઓ "આદત" રીલીઝ થયું તે અગાઉ એક સ્થાનિક પાકિસ્તાની વેબ પોર્ટલ મારફતે ઇન્ટરનેટ પર તે મૂકાઈ ગયું હતું. થોડા સમય માટે ઇન્ટરનેટ પર આ ગીતે સૌથી વધુ ડાઉનલોડ થયેલા પાકિસ્તાની સોંગનો દરજ્જો મેળવ્યો હતો અને વિડિઓ રીલીઝ થયું ત્યારે અત્યંત લોકપ્રિય બન્યું હતું.
ઉમેર અનવર દ્વારા નિર્દેશિત થયેલા આ ગીતે પાકિસ્તાની સંગીતજગતમાં ધૂમ મચાવી દીધી હતી અને લોકપ્રિયતાના નવા શિખરો સર કર્યા હતા. તમામ મ્યુઝિક ચેનલ્સ દ્વારા મોટા પાયે એર ટાઇમ (પ્રસારણનો સમય) મેળવીને આ ગીત મ્યુઝિક ચાર્ટ્સમાં પ્રવેશ્યું હતું. આ વિડિઓ રીલીઝ થયું તેના ગણતરીના દિવસોમાં એઆરવાય ધ મ્યુઝિક દ્વારા વર્ષ 2003નો ચોથો શ્રેષ્ઠ વિડિઓ તરીકે રેટિંગ આપવામાં આવ્યું હતું. આ ગીત રીલીઝ થયા પછી તરત બેન્ડને અનેક કોન્સર્ટની ઓફર થઈ તેના પરથી અને મ્યુઝિક ચેનલ પર અનેક દિવસો સુધી તેને જે રેટિંગ મળ્યું તેના પરથી "આદત"ની સફળતાનો અંદાજ મેળવી શકાય છે.[૨]
જોકે ડીસેમ્બર, 2003ના અંત સુધીમાં સંગીત પર થયેલા મતભેદોના કારણે આતિફ અસ્લમએ બેન્ડ સાથે છેડો ફાડી નાંખ્યો હતો જ્યારે ગોહેર મુમતાઝે એક વખત ફરી ગાયકની શોધ કરી હતી. તે પછી કોલના બાસિસ્ટ સુલ્તાન રાજાએ ગોહેરની મુલાકાત ફરહાન સઇદ બટ્ટ સાથે કરાવી હતી, જેના પગલે જલને નવો અવાજ મળ્યો હતો. જલનું નવું આલ્બમ "આદતસ" આવ્યું ત્યાં સુધી સ્થાનિક મ્યુઝિક ચેનલ્સ પર બેન્ડના ભૂતપૂર્વ આતિફ અસ્લમના સ્વરમાં દેખાતું હતું. એટલે તેના પહેલાના આલ્બમ આદતની સત્તાવાર રીલીઝ માટે આ ગીત પર બનાવવામાં આવ્યું હતું.[૧]
આદત(2004–2006)
[ફેરફાર કરો]જલ બેન્ડનું પહેલું આલ્બમ "આદત" રીલીઝ થયું હતું, જેણે મ્યુઝિક ચાર્ટ્સ પર સારો દેખાવ કર્યો હતો. તેના પહેલાં સિંગલ ગીત "આદત"ને વિવિધ મ્યુઝિક ચાર્ટમાં ટોચનું સ્થાન મળ્યું હતું અને બે અઠવાડિય સુધી ટોચ પર રહ્યું હતું. આ આલ્બમની ગીતો "પંછી", "બિખરા હૂં મૈં", "આદત", "લમ્હેં", "ઇક દિન આયેગા", "દિલ હારે" અને "તેરી યાદ" છે. આ આલ્બમના પાંચ ગીતોએ પાકિસ્તાનમાં ટોપ 40 (ટોચના 40) એરપ્લેનું સ્થાન મેળવ્યું હતું. ટાઇટલ ટ્રેક (શીર્ષક ગીત) "આદત"ને બોલીવૂડની ફિલ્મ કલયુગ માટે ફરી બનાવવામાં આવ્યું હતું. આતિફ અસ્લમે બેન્ડ છોડ્યું પછી આ આલ્બમના કેટલાંક ગીતો તેના પહેલા આલ્બમ "જલ પરી"માં સામેલ કરાયા હતા. તેના પગલે આતિફ અસ્લમ અને જલ વચ્ચે ગીતોના અધિકારોની માલિકી વિશે વિવાદ સર્જાયો હતો.
આ આલ્બમનું વેચાણ એટલું બધું થયું હતું કે તેની રીલીઝ પછી કેટલાંક અઠવાડિયા માટે તે પાકિસ્તાની મ્યુઝિક ચાર્ટ્સ પર ટોચના સ્થાને રહ્યું હતું. પાકિસ્તાનમાં આ આલ્બમ રીલીઝ કરનાર સદાફ સ્ટીરીયો રેકર્ડ્ઝે વર્ષ 2004ના બેસ્ટ સેલિંગ આલ્બમ તરીકે આદત ની જાહેરાત કરી હતી. તે પછી ભારતમાં એચઓએમ રેકર્ડ્ઝે આ આલ્બમ રીલીઝ કર્યુ ંહતું, જેને પણ સારી સફળતા મળી હતી. જલનું આલ્બમ આદત સ્થાનિક ચાર્ટ્સ પર સફળતાના નવા શિખરો સર કરતું હતું ત્યારે વર્ષ 2006માં બ્લોક પર નવા પાકિસ્તાની બેન્ડ તરીકે જલે એક લહેર ઊભી કરી હતી અને વર્ષ 2005માં રીલીઝ થયેલા ટ્રેક "વો લમ્હે"ને એક વર્ષ પછી પણ જબરજસ્ત સફળતા મળી હતી. આ ગીતનું રીમિક્સ બોલીવૂડની ફિલ્મ ઝહેર માં લેવાયું હતું.
બૂંદ(2007થી અત્યાર સુધી)
[ફેરફાર કરો]વર્ષ 2007માં જલે તેનું બીજું મ્યુઝિક આલ્બમ "બૂંદ" રીલીઝ કર્યું હતું અને વર્ષ 2008માં તેને ભારતમાં મુંબઈમાં રીલીઝ કરવામાં આવ્યું હતું. આ બેન્ડના અગ્રણી ગાયક ફરહાન સઇદએ આલ્મબનું ટાઇટલ બૂંદ રાખવા પાછળનું કારણ સમજાવતાં કહ્યું હતું કે "'બૂંદ' આલ્બમના કોઈ પણ ગીતનું શીર્ષક નથી, પણ આલ્બમનો મૂળ વિચાર છે અને તેમાં તમામ ગીતોને આવરી લેવાયા છે. આ નામ સૂચવે છે કે આપણે એક બેન્ડ તરીકે સંગીતરૂપી મહાસાગરમાં પાણીની એક બૂંદ સમાન છીએ અને જ્યાં અમારું સંગીત સંભળાય છે તે પાકિસ્તાન, એશિયા અને સમગ્ર જગતના આવરી લે છે. સંગીતરૂપી મહાસાગરમાં આ અમારું નાનું પ્રદાન છે" તેવું ફરહાને કહ્યું હતું. આ આલ્બમ માટે મુખ્યત્વે દક્ષિણ એશિયામાં લાઇવ ટૂર યોજવામાં આવી હતીઅને સમગ્ર પાકિસ્તાનમાં કોન્સર્ટ યોજાઈ હતી. ભારતમાં પણ કેટલાંક સ્થળે કોન્સર્ટ યોજાઈ હતી.
સંગીત શૈલી
[ફેરફાર કરો]જલના ગોહેર મુમતાઝે સંગીત પ્રત્યે ઝનૂન ધરાવે છે અને તેમના પર હામિદ અલી ખાન અને મેહદી હસન જેવા ગાયકોની અસર છે. જોકે તેમનો અવાજ મુખ્યત્વે પોપ/રોક પેઢીનો છે.
ડિસ્કોગ્રાફી
[ફેરફાર કરો]- સ્ટુડિયો આલ્બમ્સ
- આદત (2004)
- બૂંદ (2007)
- ડીવીડી
- વો લમ્હે (2005)
- સિંગલ ટ્રેક
- કાશ યે પલ (2008)
- હમેં ઇતના પ્યાર (લવ રીપ્રાઇસ્ડ વર્ઝન) (2009)
- યે મેરા પાકિસ્તાન ન્યૂ વર્ઝન (2009)
બૅન્ડના સદસ્યો
[ફેરફાર કરો]- અત્યારે
- ફરહાન સઇદ- ગાયક, પાર્શ્ચ ગાયકો
- ગોહર મુમતાઝ - મુખ્ય ગિટારવાદક, પાર્શ્ચ ગાયકો
- આમિર શેરાઝ - બાસ ગિટાર, પાર્શ્ચ ગાયકો
- ભૂતપૂર્વ સભ્યો
- આતિફ અસ્લમ - ગાયક, પાર્શ્ચ ગાયકો
- ઓમેર નાદીમ - બાસ ગિટાર્સ
- સેસ્સનલ
- સલમાન આલ્બર્ટ - ડ્રમ્સ
- સાદ સુલ્તાન - રીધમ ગિટાર
- બેન્ડ મેનેજર
- ડીજે મેક
પુરસ્કારો
[ફેરફાર કરો]- ધ મ્યુઝિક ચેનલ દ્વારા પસંદ થયેલા ટોચના 100 વિડિઓમાં જલના વિડિઓ ઇક દિન આયેગા બીજો શ્રેષ્ઠ વિડિઓ જાહેર થયો હતો.
- સદાફ સ્ટીરીયો ના માલિક શ્રીમાન ખાલિદ સદાફ દ્વારા જીઓ ટીવી પર વર્ષ 2004ના બેસ્ટ સેલિંગ આલ્બમ તરીકે જલનું પહેલું આલ્બમ આદત જાહેર થયું હતું.
- પાકિસ્તાનમાં કેન્સર સામે લડવા માટે ભંડોળ ઊભું કરવામાં મદદ કરવા બદલ શૌકત ખાનુમ કેન્સર હોસ્પિટલ દ્વારા જલને વિશેષ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
- વર્ષ 2006માં જલને એમટીવી એશિયા એવોર્ડ્ઝ 2006 મળ્યો હતો, જે પછી પાકિસ્તાનમાં બેસ્ટ રોક બેન્ડ માટે ઇન્ડુસ મ્યુઝિક એવોર્ડ્ઝ મળ્યો હતો.
- વર્ષ 2008માં જલને ચલતે ચલતે ગીત માટે બેસ્ટ ગીતનો મ્યુઝિક એવોર્ડ મળ્યો હતો.
- વર્ષ 2008માં જલને લક્સ સ્ટાઇલ એવોર્ડ્ઝમાં બેસ્ટ આલ્બમ ઓફ ધ યર, બેસ્ટ વિડિઓ અને બેસ્ટ સોંગ એવોર્ડ મળ્યો હતો.
- વર્ષ 2009માં જલને એમટીવી એશિયા એવોર્ડ્ઝમાં તેના ગીત "મોરે પિયા" માટે બેસ્ટ બેલડ સોંગ (શ્રેષ્ઠ ભાવનાપ્રધાન ગીત)નો એવોર્ડ મળ્યો હતો.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ જલ-ચરિત્ર સંગ્રહિત ૨૦૧૦-૦૨-૨૦ ના રોજ વેબેક મશિન Retrieved on 3ઓગસ્ટ, 2000ના રોજ સુધારેલ
- ↑ Pakipop.com, જલ - ટૂંકી રૂપરેખા સંગ્રહિત ૨૦૦૮-૧૦-૨૧ ના રોજ વેબેક મશિન 3 ઓગસ્ટ, 2009ના રોજ સુધારેલ.
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]- સત્તાવાર વેબસાઈટ સંગ્રહિત ૨૦૧૦-૦૨-૦૮ ના રોજ વેબેક મશિન
- અધિકૃત મંચ સંગ્રહિત ૨૦૧૦-૦૪-૧૭ ના રોજ વેબેક મશિન
- ગોહર મુમતાઝ - અધિકૃત ફેસબુક ફેનપેજ
- ગોહર મુમતાઝની મુલાકાત