ટીટીકાકા સરોવર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અંતરિક્ષમાંથી દૃશ્ય, મે ૧૯૮૫ (ઉત્તર દિશા ડાબી બાજુ છે.)

ટીટીકાકા સરોવર દક્ષિણ અમેરિકામાં આવેલા પેરુ અને બોલીવિયા દેશોની સીમા પર આવેલું એક સરોવર છે. આ સરોવરની સમુદ્ર તળથી ઊંચાઈ ૩,૮૧૨ મીટર (૧૨,૫૦૦ ફીટ) જેટલી છે. [૧], જેને કારણે તે વ્યાવસાયીક રીતે યાતાયાત કરવાના ઉપયોગમાં આવતું હોય તેવું વિશ્વનું સૌથી વધુ ઉંચાઈ પર આવેલું સરોવર છે. સરોવરમાં સંચય થયેલા પાણીની માત્રા અનુસાર આ સરોવર દક્ષિણ અમેરીકાનું સૌથી મોટું સરોવર છે. [૨][૩]


આ સરોવરમાં બે ઉપ-ક્ષેત્ર આવેલાં છે, જે તિકીના નામથી ઓળખાતી સામુદ્રધુની સાથે જોડાયેલાં છે. સૌથી સાંકડા બિંદુ પર આ સામુદ્રધુનીની પહોળાઇ ૮૦૦ મી. (૨,૬૨૦ ફીટ) છે. મોટું ઉપ-ક્ષેત્ર લાગો ગ્રાંડે છે (લાગો ચુક્વિટો તરિકે પણ ઓળખાય છે), જેની સરેરાશ ઊંડાઈ ૧૩૫ મી (૪૪૩ ફીટ) છે અને મહત્તમ ઊંડાઈ છે ૨૮૪ મી (૯૩૨ ફીટ). નાનું ઉપ-ક્ષેત્ર વિનેમાર્કા છે (લાગો પેકેનો તરિકે પણ ઓળખાય છે), જેની સરેરાશ ઊંડાઈ ૯ મી. (૩૦ ફીટ) તથા મહત્તમ ઊંડાઈ ૪૦ મી (૧૩૧ ફીટ) છે.[૪] સરોવરની એકંદર સરેરાશ ઊંડાઈ ૧૦૭ મી (૩૫૧ ફીટ) છે.[૫]

ચિત્રદર્શન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Drews, Carl (13 September 2005). "The Highest Lake in the World". મૂળ માંથી 2007-08-24 પર સંગ્રહિત. મેળવેલ 2006-12-02. Check date values in: |date= (મદદ)
  2. Grove, M. J., P. A. Baker, S. L. Cross, C. A. Rigsby and G. O. Seltzer 2003 Application of Strontium Isotopes to Understanding the Hydrology and Paleohydrology of the Altiplano, Bolivia-Peru. Palaeogeography, Palaeoclimatology, Palaeoecology 194:281-297.
  3. Rigsby, C., P. A. Baker and M. S. Aldenderfer 2003 Fluvial History of the Rio Ilave Valley, Peru, and Its Relationship to Climate and Human History. Palaeogeography, Palaeoclimatology, Palaeoecology 194:165-185.
  4. Dejoux, C. and A. Iltis (editors) 1992 Lake Titicaca: A Synthesis of Limnological Knowledge. 68. Kluwer Academic Publishers, Boston.
  5. "Data Summary: Lago Titicaca (Lake Titicaca)". International Lake Environment Committee Foundation - ILEC. મૂળ માંથી 2012-10-18 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-03.


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]