લખાણ પર જાઓ

જળાશય

વિકિપીડિયામાંથી
જળાશય

જળાશય એટલે પાણીનો સંગ્રહ કરવા માટેનું સ્થાન. જળાશય નાનાં-મોટાં તળાવ, કૂવા, સરોવર, નદી પર બાંધવામાં આવેલા બંધને કારણે બનેલું સરોવર વગેરેને કહી શકાય.

ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર અનેક કૃત્રિમ તેમ જ કુદરતી નાના તેમ જ વિશાળ જળાશયો જોવા મળે છે. જેમ કે અમદાવાદમાં કાંકરિયા તળાવ, વડોદરામાં સુરસાગર તળાવ, ભૂજમાં હમીરસર તળાવ, નર્મદા નદી પર બાંધવામાં આવેલું સરદાર સરોવર વગેરે.