લખાણ પર જાઓ

ટોટોપારા

વિકિપીડિયામાંથી

ટોટોપારા એ એક પર્વતીય ક્ષેત્રમાં આવેલું નાનકડું ગામ છે. આ ગામ ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યના નવનિર્મિત એવા અલિપુરદુઆર જિલ્લામાં ભૂતાન તરફની સરહદે ૮૯° ૨૦' પૂ અક્ષાંશ અને ૨૬° ૫૦' ઉ રેખાંશ પર આવેલું છે[].

આ ગામ ખાતે ટોટો આદિવાસીઓ વસવાટ કરતા હોઈ વિશ્વભરમાં જાણીતું બન્યું છે. આ ગામ મદારીહાટ ગામ, કે જે પ્રસિદ્ધ એવા જલ્દાપારા રાષ્ટ્રીય ઉદ્યાનનું પ્રવેશદ્વાર ગણાય છે, ત્યાંથી ૨૨ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

વહિવટી દૃષ્ટિએ આ ગામ મદારીહાટ પોલીસ મથકના તાબા હેઠળ આવે છે. આ ગામની ઉત્તર દિશામાં ભૂતાન સરહદ, પૂર્વ દિશામાં તોરસા નદી (Torsa River) આવેલ છે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ દિશામાં તીતી નદી (Titi river) તેમ જ તીતી સંરક્ષિત વન (Titi reserve forest) આવેલ છે, જે હાઉરી નદીને કારણે વિભાજિત થાય છે.

આ ગામની સાથી નજીકમાં દક્ષિણ દિશામાં ૫ (પાંચ) કિલોમીટર જેટલા અંતરે બલાલગુરી ગામ આવેલું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૩૧ પર આવેલા હન્તાપારા ગામ થી સાંકડા મોટરમાર્ગ દ્વારા ટોટોપારા જઈ શકાય છે. આ ગામ આશરે ૮.૦૮ ચોરસકિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે.

ઈ. સ. ૧૯૯૦ના વર્ષમાં અહીં પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી હતી અને ઈ. સ. ૧૯૯૫ના વર્ષમાં છાત્રાલયની સુવિધા સાથે માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સવલત પણ પ્રાપ્ય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Yahoo maps location of Totopara". Yahoo maps. મેળવેલ 2008-12-07.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]