ઢાંચાની ચર્ચા:તિથિ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પ્રિય વિકિ મિત્રો,નમસ્કાર.
અહીં આ ઢાંચો ગુજરાતી તિથી (હિંદુ તિથી)ઓને ક્રમમાં ગોઠવી અને તે પર જરૂરી લેખો તેમજ સંદર્ભસુચિ બનાવવા માટેનો પ્રયાસ છે. કારણકે હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનાં મોટા ભાગનાં તહેવારો અને મહત્વનાં બનાવો વર્તમાન સમયમાં પણ વિક્રમ સંવત અને તેની તિથીઓને અનુસરે છે. જેમકે 'દિવાળી', હોળી', દશેરા તથા મહાપુરુષોનાં જન્મ-નિર્વાણ દિનો, જેમકે 'રામનવમી', 'જન્માષ્ટમી' વગેરે. તો આ ઢાંચામાં અન્ય જરૂરી ફેરફાર સુચવવા અને તેના આધારે ઉત્તમ માહિતીકોષ તૈયાર કરવામાં મદદરૂપ થવા વિનંતી. વધુમાં આ પ્રારંભિક લેખ "કારતક સુદ ૧" કે "ચૈત્ર સુદ ૯" પણ જોઇ અને વધુમાં સલાહ, સુચન, સુધારા કરવા વિનંતી. --અશોક મોઢવાડીયા ૧૯:૩૯, ૩ એપ્રિલ ૨૦૦૯ (UTC)

અશોક્ભાઈ, અંતે આજે મેં રંગીન કોષ્ટક રચીને જૂનુ કોષ્ટક દૂર કર્યું છે, તિથીઓને પડવો, પૂનમ અને અમાસ એવા નામો આપ્યાં છે. અન્ય સુચનો હોય તો જણાવજો અને જ્યાં યોગ્ય લાગે ત્યાં મારી રાહ જોયા વગર ફેરફાર કરતા ખચકાશો નહી. આ કામ કરવામાં આટલું મોડું થયું તે બદલ ક્ષમા ચાહુ છું.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૮, ૨૭ એપ્રિલ ૨૦૦૯ (UTC)
  • શ્રી ધવલભાઇ, આપે ખુબ સુંદર મજાનો કલરફુલ ઢાંચો બનાવી આપ્યો, હૃદયપૂર્વક આભાર. આપણું કાર્ય સુંદર બને તે માટે આ રીતેજ માર્ગદર્શન કરતા રહેશો.--અશોક મોઢવાડીયા ૧૭:૪૩, ૨૭ એપ્રિલ ૨૦૦૯ (UTC)