લખાણ પર જાઓ

ઢાંચાની ચર્ચા:સ્થંભાકાર યાદી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શીર્ષક

[ફેરફાર કરો]

સ્તંભાકાર શબ્દ વધુ સરળ નહીં રહે? --sushant (talk) ૧૯:૦૨, ૧૮ ઓકટોબર ૨૦૧૩ (IST)

સ્તંભ અને સ્થંભ બંન્ને શબ્દો સાચા છે. બંન્નેનો અર્થ ‘થાંભલો’ એવો થાય છે (સં:શબ્દકોશ). જો કે શબ્દકોશમાં સ્તંભાકાર કે સ્થંભાકાર એવો એકે શબ્દ મળતો નથી એટલે સંધીવિગ્રહ પ્રમાણે આપણે ‘સ્તંભ+આકાર’ અને ‘સ્થંભ+આકાર’ એટલે કે થાંભલા આકારનું એમ કરી શકીએ. આ પ્રમાણે ગણતા બંન્ને શબ્દો યોગ્ય જ છે. (જો અસમંજસ રહે તો બીજા શબ્દ પર પણ પાનું બનાવી રિડાયરેક્ટ કરી શકાશે.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૦, ૧૮ ઓકટોબર ૨૦૧૩ (IST)
માહિતિ માટે આભાર, અશોકજી. --મહાથી (talk) ૦૮:૨૧, ૧૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
મારો વિચાર શબ્દની જોડણી સંબંધે નહીં પણ એક કી ઓછી ટાઈપ કરવી પડે એ હિસાબે હતો. --sushant (talk) ૦૮:૪૩, ૧૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
અાપની વાત સાચી છે સુશાંતજી, એ સરળતા પણ જોવી જ જોઇએ. તદ્દન સાચી વાત છે. મારે સ્થંભ લખવા ૪ કી-પ્રેસ કરવા પડે છે. s + f + T + B. જો આપની પાસે કોઇ વધારે સારો અને ટૂંકો રસ્તો હોય તો બતાવવા વિનંતિ.--મહાથી (talk) ૦૯:૪૫, ૧૯ ઓકટોબર ૨૦૧૩ (IST)

ઢાંચાની ઉપલબ્ધતાની સ્થિતિ

[ફેરફાર કરો]

મિત્રો, આ ઢાંચો હાલ પ્રાયોગીક ધોરણે અસ્તિત્વ ધરાવે છે. એના પર વિવિધ અખતરા ચાલુ છે. આપ જો આ અખતરાનો ખતરો ઉઠાવવા માટે માનસીકરૂપે તૈયાર ન હો તો મહેરબાની કરીને કોઇ લેખમાં આ ઢાંચાનો ઉપયોગ ન કરશો. નબળા મન કે નબળા હૃદયવાળા લોકોને આ ઢાંચાનાં વાસ્તુકાર આ ઢાંચાથી દુર રહેવાની (વણમાગી) સલાહ આપે છે. આભાર. --મહાથી (talk) ૦૮:૩૦, ૧૯ ઓકટોબર ૨૦૧૩ (IST)