સભ્યની ચર્ચા:મહાથી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી મહાથી, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ : તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.


-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૧૭:૨૭, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

ગ>ઘ માટે આભાર[ફેરફાર કરો]

ઢાંચામાં પણ ’ગ’નો ’ઘ’ કરતાં ભુલી ગયેલો. આપનો આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૨૦, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)

એ તો મેં જરા જોયું અને એમણે (વિહંગજી એ ) શીખવાડેલું એટલે ફાવ્યું --મહાથી (talk) ૧૭:૪૦, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)

ઢાંચો:સિહોર તાલુકાનાં ગામો[ફેરફાર કરો]

શ્રી.મહાથીજી, મેં ઢાંચો:સિહોર તાલુકાનાં ગામોની ગોઠવણમાં થોડો ફેરફાર કર્યો છે. જોઈ જશો. ખાસ તો, (૧)-દરેક ગામનાં નામ જેમના તેમ લંબાણયુક્ત રાખવાને બદલે ટૂંકાવ્યા છે. અને (૨)-ઢાંચામાં સ્થાનનાં ખાના આસપાસ બહુ મોટી જગ્યા કોરી રહે તે અયોગ્ય હોય (ખાસ તો કોઈ પ્રિન્ટ કાઢવા ધારે ત્યારે) એની ગોઠવણી બદલી નીચે એક સરખા દેખાવે કરી છે. આપે આમાં કંઈ (કેમ કે મને ઢાંચા વિશે બહુ આવડત નથી !) માળખાકીય ક્ષતિ રહી ગઈ હોય તો ચકાસી સુધારવાનું કષ્ટ લેવું રહેશે. આટલી તકલિફ બદલ આગોતરી ક્ષમા. અન્ય ઢાંચાઓમાં પણ જ્યાં બહુ ખાલી જગ્યા રહેતી હોય ત્યાં ગોઠવણી બદલી ઢાંચાને શક્ય એટલા સંકોચી શકાય. આપે જબ્બર કાર્ય હાથ ધરી આજે ૨૩૦૦૦નાં અંકને પાર કરી બતાવ્યો એ બદલ હાર્દિક વધામણી. અમ લાયક સેવા જણાવશોજી. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૪૩, ૧૩ ઓકટોબર ૨૦૧૩ (IST)

ઢાંચાને વધારે સારો બનાવવાના પ્રયત્ન માટે આભાર. પરંતુ તથા ઉદાહરણ જોશો તો ખ્યાલ આવશે કે ૧૦૦% પહોળાઇ રોકતો હોવાને કારણે એ પાના પર ઉપર વધારે જગ્યા છુટે છે. વિહંગભાઇ તો કામ અંગે શહેર બહાર છે એટલે એમનો સંપર્ક ફકત ઇમેલથી જ શક્ય છે. એમને પણ પુછી જોઉ છુ. કેમકે મુળ વિચાર એમનો છે. ઉપરાંત એમણે એ ખાલી જગયા વિષે બિજો કોઇ પ્લાન વિચારી રાખ્યો હોય તો ખબર નથી. મને ઢાંચા વિશે તો મને પણ ખાસ બહુ આવડત નથી. --મકનભાઇ
ભાઈઓ, મારી મદદની જરૂર હોય તો જણાવજો, મારું સિમિત જ્ઞાન વાપરીને કંઈક કરી શકું તો કરીશ. બાકી અશોકભાઈ સાથે રોકાતી જગ્યા બાબતે સહમત.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૫, ૧૬ ઓકટોબર ૨૦૧૩ (IST)

મહારથી ![ફેરફાર કરો]

શ્રી.મકનભાઈ, આપનાં સભ્યપાને લખાયેલો આપનો પરિચય આપની વિનોદવૃતિને ઉજાગર કરે છે. ગમ્યું. સાથે વિકિ પર (અને કદાચ હાલ તો માત્ર વિકિ પર જ !) સંદર્ભોનું થોડુંઘણું મહત્વ છે તેને પણ વિનોદી ઢબે દર્શાવ્યું તે પણ ગમ્યું. આપ ખરા ‘મહારથી’ જ છો. આપનું અમુલ્ય યોગદાન પ્રાપ્ત થતું રહે તેવી અભ્યર્થનાસહઃ ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૮, ૧૮ ઓકટોબર ૨૦૧૩ (IST)

ભાઇ.. ભાઇ!! ના પાડી એટલે પહેલા કરવાનું?
ખેર, વિનોદવૃત્તિ મને ખુબ ગમે છે. આપને પણ ગમે છે એ જાણીને આવ ભાઇ હરખા, આપણે બેઉ સરખાની લાગણી થઇ સાથે ખુબ આનંદ થયો. --મહાથી (talk) ૦૯:૨૯, ૧૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
મહાથી ભાઇ, ગુજરાતી વિકિપીડિયાનાં પાંખા જંગલમાં તમે ઐરાવત તરીકે સ્થાન જમાવી રહ્યા છો. વેલકમ! --KartikMistry (talk) ૧૦:૫૯, ૧૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
માફ કરશો ! પણ આ આપણી ‘ભારતીય પ્રથા’ છે ! મારી ગલીમાં નવી દિવાલ ઘોળાઈ, તે પર વળી લખાયું કે; ‘અહીં કચરો નાખવો નહિ’. ચાર દહાડામાં ત્યાં ઊકરડો થયો ! પછી એ લખાણ ત્યાંથી હટાવી જ્યાં કચરો નાખવાનું ઠેકાણું નક્કી કરેલું ત્યાં કરાયું !! ત્યારથી એ દિવાલ પાસે સ્વચ્છતા રહે છે !!! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૫૬, ૧૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
જોયુને મકનભાઇ, આ તો કચરો ન નાખવો એમ લખ્યું છે અને એટલે કચરો નાખ્યો છે. તમે અમસ્તા જ પોરસાતા હતા કે મારા કામનાં વખાણ થયા. :). --વિહંગ (talk) ૦૯:૪૮, ૨૦ ઓકટોબર ૨૦૧૩ (IST)
ખરેખર! હા... હા... હા ...--મહાથી (talk) ૧૧:૦૩, ૨૦ ઓકટોબર ૨૦૧૩ (IST)