લખાણ પર જાઓ

ઢાંચાની ચર્ચા:Potd-w/સપ્તાહ-૨-૫

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
No God

આ ચિત્રા વપરાશ સામે મને વાંધો છે. આ ચિત્ર-ચિહ્નનો ઉપયોગ વિકિના આજનું ચિત્રમાં શા માટે કરવામાં આવે છે ?

મુદ્દાસર તર્કઃ

  1. ઇશ્વરના અસ્તિત્વને વિશ્વનો મોટો સમૂદાય સ્વીકારે છે.
  2. આ ચિત્રનો ઉપયોગ વિકિ માટે અનુરૂપ નથી કારણ કે વિકિપીડિયા જ્ઞાનકોષ છે. ઇશ્વરનું અસ્તિત્વ નથી એવો કોઇ મુદ્દો જ્ઞાનકોષમાં આવતો નથી.
  3. આ ચિત્ર કે ચિહ્નના વપરાશથી વિકિના સભ્યોની લાગણીને હાની પહોચી શકે છે.--યોગેશ કવીશ્વર (talk) ૧૪:૦૨, ૨૬ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
મિત્ર તમે કહેવા શું માગો છો જરા સમજાવશો? તમને વાંધો છે કઈ રીતે વ્યક્તિગત રીતે કે પછી ચિત્રનું જ્ઞાનકોષીય મહત્ત્વ સામે વાંધો છે? જોકે મને તો ચિત્ર જ દેખાતું નથી.--Vyom25 (talk) ૧૭:૩૩, ૨૬ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
જ્યારે ઇશ્વરના અસ્તિત્વને વિશ્વનો મોટો સમુદાય સ્વિકારે છે, આપણે એ ન ભૂલવું જોઈએ કે વિશ્વમાં એવો પણ સમુદાય છે જે ઈશ્વરના અસ્તિત્વને નથી સ્વિકારતો. આ તસવીર એવા જ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે અથવા તો પ્રતિબિંબ પાડે છે. તટસ્થ મત એને જ કહેવાય જેમાં આપણે કોઈપણ વિષય/વ્યક્તિ/વસ્તુના જમા-ઉધાર બંને પાસાઓનો વિચાર કરીએ. બીજો મુદ્દો તમારો એમ છે કે વિકિપીડિયા જ્ઞાનકોશ છે, ઇશ્વરનું અસ્તિત્વ નથી એવો કોઈ મુદ્દો જ્ઞાનકોશમાં નથી, તો તે તમારી ચૂક છે. જેમ જ્ઞાનને કોઈ સીમા ન હોય, તેમ જ જ્ઞાનકોશને કોઈ મર્યાદા ન હોય. વિશ્વનો કોઈ વિષય એવો ન હોઈ શકે જેના પર જ્ઞાનકોશમાં માહિતી ન હોય. અને છેલ્લે તમે જણાવો છો કે, આનાથી વિકિના સભ્યોની લાગણીને હાની પહોંચી શકે છે, તો વિકિ કોઈ એક વિચારસરણીને વરતું નથી. અહિં તટસ્થ અને અન્યને ઠેસ ન પહોંચાડતી હોય તેવી દરેક પ્રકારની માહિતી મૂકી શકાય છે, બલ્કે મુકવી જ જોઈએ. આ તસવીર કોઈને પણ ઇશ્વરમાં ન માનવું એવી શિખામણ આપતું નથી કે નથી તો તે નિરિશ્વરવાદનો પ્રચાર કરતી.
જો કે, અહિં આજની તસવીર દરરોજે બદલાતી હતી, જે છેલ્લા ઘણા સમયથી હું બદલી શક્યો નથી. ટૂંકમાં જ આ તસવીર અહિંથી અદૃશ્ય થઈ જાય તેવું શક્ય છે, પરંતુ તેની સામે વાંધો ઉઠાવવો એ મારા મતે અયોગ્ય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૫૮, ૨૬ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આજનું ચિત્રના સમયપત્રકમાં મેં જોયું તો આ ચિત્ર હતું. પહેલા તો મને એમ હતું કે આજનું ચત્રમાં સારા સારા અને શ્રેષ્ઠ પસંદિદા ચિત્રોનો સમાવેશ થતો હશે. જેમ આ માસનો ઉમદા લેખ હોય છે તેમ. પણ સમય પત્રકમાં જોયું તો આ ચિત્ર પણ તેમાં હતું. 'આજનું ચિત્ર'માં આ ચિત્રના વપરાશ સામે મને વાંધો છે. વિકિમાં સમાવેશ તટસ્થ રીતે થાય તે આવકારદાય્ક જ છે પણ આજનું ચિત્રમાં પસંદગીના કંઇક નિયમો તો હશેને ? આ ચિત્રને 'આજના ચિત્ર' તરીકે મુખ્પૃષ્ઠ પર હું પસંદ કરીશ નહિ. પણ ઠીક છે જવા દોને આવું તો હાલ્યા કરે.--યોગેશ કવીશ્વર (talk)

આ ચિત્રનો મૂળ હેતૂ ઈશ્વરમાં ન માનતા સભ્યો પોતાના સભ્યપાનાં પર મૂકે તે પ્રમાણેનો કંઈક હોય શકે એવું મારું માનવું છે. બાકી કૉમન્સ ઉપર અને અંગ્રેજી વિકિ પર પયગંબર મોહમ્મદ કે જેનું ચિત્ર તરીકેનાં નિરુપણની મનાઈ છે તેના પણ ચિત્રો મોજૂદ છે. અંગ્રેજી પર છે એટલે અહીં આમ કરવું એમ હું નથી કહેતો પણ જ્ઞાનકોષમાં બધું જ આવે. (ધવલભાઈ, મારે અશોકભાઈ સાથે ગઈકાલે ચર્ચા થઈ એ મુજબ મારી દૃષ્ટિએ માચોના લેખ પણ આવે; આ મારો અંગત અભિપ્રાય છે તેનો મતલબ એવો નથી કે હું તે બનાવવા લાગીશ, માટે ચિંતા ન કરશો. ;)).--Vyom25 (talk) ૧૪:૪૧, ૨૭ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
ભાઈ, માચોનો લેખ રહેવા દેવા માટે તો હું ઘણું લડ્યો હતો, આપણને જ્ઞાનકોશ તરિકે કોઈ વિષયની સુગ ન હોવી જોઇએ, પણ તે સમયના સક્રિય સભ્યોએ મારો સક્રિય વિરોધ કર્યો હતો. ખેર, જો તમે કાળક્રમે બનાવો તો પણ મારો તમને સંપૂર્ણ ટેકો હશે.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૩૮, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

ધવલભાઇ, આ માચો શું છે ? એ તો ક્યો...--યોગેશ કવીશ્વર (talk) ૦૧:૫૩, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

કીધીને કંઈ !!! વ્યોમજી આ ’માચો’ પ્રકરણ વળી ક્યાં ઉખેળ્યું ! જો કે એને ન રહેવા દેવા વિશે પણ મિત્રો સાચા છે. એ ’વાંદરાને નિસરણી’ ભળાવવા જેવું થાય તેવો વિષય છે !! :-) યોગેશભાઈ, આ ’માચો’ એ વિશાળ અર્થમાં ગુજરાતી ગાલીપ્રદાન વિષયક સમજણ આપતા લેખોનું ટૂંકુંનામ સમજવું ! જેનો સિદ્ધાંતિક રીતે અહીં વિરોધ નથી પણ વ્યવહારૂ રીતે જોતા મેં જણાવ્યું તેમ નાહક માથાફોડ વધારતો વિષય બની રહે ખરો. એટલે એનાથી છેટા સારા !! (જો કે કોઈને રસ હોય અને આદેશ કરે તો આ વિષયે મારી પાસે જબરદસ્ત જ્ઞાનભંડોળ ઉપલબ્ધ છે એનો લાભ અહીં આપી શકું ખરો !!) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૨૮, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]


હા હા હા..સમજાઇ ગયું. વ્યોમભાઇને લખવાનું ચાલું કરવું હોય તો મારી પાસે પણ વિશાળ ભંડોળ છે. પણ આ માટેના લેખમાં સંદર્ભો ક્યાંથી કાઢવા ??--યોગેશ કવીશ્વર (talk) ૦૩:૦૧, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

મેં શોધખોળ કરી તો વિકિમાં થોડા ઘણા આવા લેખો ઉપસ્થિત છે !! તેમાં અભદ્ર કહી શકાય તેવી તસવીરો પણ છે, આવી કોઇ તસવીર આજની તસવીરમાં સમાવિષ્ટ થઈ ગઈ હોય તો ??! મુખ્પૃષ્ઠમાં જોવા મળે !--યોગેશ કવીશ્વર (talk) ૦૩:૦૮, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

અરે ધવલભાઈ, અશોકભાઈ અને યોગેશભાઈ ત્રણેની માફી ચાહું છું અયોગ્ય સ્થળે અયોગ્ય ચર્ચા ઉખેળવા માટે અને મારો અંગત મત એવો છે કે આ વિષયે વિશાળ ભંડોળ ન ધરાવતા સભ્યો જો લેખ લખે તો તે તટસ્થ રીતે લખી શકાય અને યોગેશભાઈ હાલમાં તો મેં કોમન્સ પર જવાનું બંધ કરેલ છે કારણ કે ત્યાં ભદ્ર કરતાં અભદ્ર તસ્વીરો વધારે જોવા મળે છે અને તે બધું અભિવ્યક્તિ સ્વતંત્રતા અને પ્રકાશન અધિકારની છૂટના ઓઠા હેઠળ ચલાવાય છે માટે એ વાતનો હરખ શોક કરવાનું મેં બંધ કર્યું છે. માટે મારી પણ અન્ય સભ્યોને એવી સલાહ છે કે કોમન્સથી દૂર રહેવું.--Vyom25 (talk) ૧૧:૩૪, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
વ્યોમભાઇ આપની વાત સાચી છે. જો કે હું તો કોઇ તસવીર લેખમાં મૂકવા જેવી લાગે તો તેનો ઉપયોગ કરવો પડે તેમ હોય તો જ કોમન્સનો સહારો લઉ છું.--યોગેશ કવીશ્વર (talk) ૧૨:૦૧, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
વ્યોમભાઈ, એ તો પેલી કહેવત છે ને કે ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ, એવું છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૦૦, ૩૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
ધવલભાઇ આ પાનામાં આપની રાહ જોવાય છે.--યોગેશ કવીશ્વર (talk) ૦૨:૦૫, ૩૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
એ આવ્યો.... જો કે મને તમારા સિવાય કોઈએ યાદ કયો હોય એવું દેખાતું નથી... ;-)--ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૨, ૩૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]