તપન મિશ્રા
તપન મિશ્રા (હિન્દી:तपन मिश्रा; અંગ્રેજી:Tapan Misra) ભારતીય વૈજ્ઞાનિક છે. તેઓ હાલમાં ઈસરો ખાતેના અંતરિક્ષ અનુપ્રયોગ કેન્દ્ર (સ્પેસ એપ્લીકેશન સેન્ટર), અમદાવાદના નિર્દેશક તરીકે કાર્યરત છે[૧].
એમનો જન્મ ભારત દેશના ઓરિસ્સા રાજ્યના રાયગઢા જિલ્લાના મુખ્ય શહેર રાયગઢા ખાતે ઈ. સ. ૧૯૬૧ના વર્ષમાં થયો હતો[૨].
હાલનો કાર્યભાર સંભાળ્યા પૂર્વે તેઓ ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન ખાતેના અંતરિક્ષ અનુપ્રયોગ કેન્દ્રમાં માઈક્રોવેવ રિમોટ સેન્સિંગ એરિયાના ઉપનિર્દેશક તરીકે કાર્યરત હતા. એમણે ઈ. સ. ૧૯૮૪ના વર્ષમાં જાદવપુર વિશ્વવિદ્યાલય, કોલકાતા ખાતેથી ઈલેક્ટ્રોનિક્સ અને દૂરસંચાર એન્જિન્યરીંગના અભ્યાસક્રમમાં સ્નાતક તરીકેની પદવી હાંસલ કરી હતી. આ અભ્યાસક્રમ વેળા એમને સર જે. સી. બોઝ રાષ્ટ્રીય પ્રતિભા ચયન શિષ્યવૃત્તિ પણ મળી હતી. અભ્યાસ કર્યા બાદ એમણે અંતરીક્ષ અનુપ્રયોગ કેન્દ્ર ખાતે ડિજિટલ હાર્ડવેર એંજિન્યરના પદ પર નોકરીની શરૂઆત કરી હતી. ઈ. સ. ૧૯૮૪ના વર્ષમાં X-બેન્ડ સાઈડ લુકિંગ એર બોર્ન રડાર માટેની ક્વિક લુક ડિસ્પલે સિસ્ટમના વિકાસકાર્યની જવાબદારી સંભાળી હતી. ત્યારથી તેઓ ઈસરો ખાતેના માઈક્રોવેવ રિમોટ સેન્સિંગ પે-લોડ માટેના સિસ્ટમ ડિઝાઈન, યોજના અને વિકાસના કાર્યો સાથે સંકળાયેલ છે[૩].
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ http://newstonight.co.za/content/tapan-misra-appointed-new-head-isro-space-applications-centre | accessdate=21 February 2015
- ↑ http://www.microfinancemonitor.com/2015/02/21/tapan-misra-steps-into-the-shoe-of-a-s-kiran-kumar-as-isro-application-centre-chief/ | accessdate=21 February 2015
- ↑ http://pib.nic.in/newsite/hindirelease.aspx?relid=33869