તાંગ્ગુલા રેલ્વે સ્ટેશન (તિબેટ)

વિકિપીડિયામાંથી
તાંગ્ગુલા રેલ્વે સ્ટેશનની ઈમારત
તાંગ્ગુલા રેલ્વે સ્ટેશન ખાતેનું પ્લેટફોર્મ

તાંગ્ગુલા રેલ્વે સ્ટેશન તિબેટ ખાતે આવેલું રેલ્વે સ્ટેશન છે. આ સ્થળ અમ્દો કાઉન્ટીના વહીવટી ક્ષેત્રમાં આવેલું છે. તિબેટ વર્તમાન સમયમાં તિબેટ સ્વાયતશાસીત ક્ષેત્ર તરીકે ચીનનો એક ભાગ તરીકે ઓળખાય છે. તાંગ્ગુલા રેલ્વે સ્ટેશન ખાતે ત્રણ રેલ્વે ટ્રેક આવેલા છે, જે પૈકી બે ટ્રેકો માટે પ્લેટફોર્મની સગવડ કરવામાં આવી છે.

ઇ. સ. ૨૦૦૯ના વર્ષમાં, આ સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે, પરંતુ અહીં પ્રવાસીઓને ખાસ ટ્રેનો દ્વારા લાવવાની યોજના બનાવવામાં આવી છે.

સંક્ષિપ્ત પરિચય[ફેરફાર કરો]

આ સ્ટેશન ખાતે કોઇપણ કર્મચારી મુકાયેલ નથી. આ સ્ટેશન ક્વિંગઝાંગ રેલ્વેના વહિવટીક્ષેત્ર હેઠળ આવે છે. તાંગ્ગુલા રેલ્વે સ્ટેશન જુલાઇ ૧, ૨૦૦૬ના દિને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ સ્થળ દરિયાઇ સપાટીથી ૫,૦૬૮ મીટરની ઉંચાઇ પર આવેલાં જગતનાં સૌથી વધુ ઉંચાઇ પર આવેલાં રેલ્વે સ્ટેશનો પૈકીનું એક સ્ટેશન છે. આ સ્ટેશન પછીનું બીજું વધુ ઉંચાઇ પર આવેલું સ્ટેશન પેરુ ખાતેનું ટિકલીવ રેલ્વે સ્ટેશન છે, જે ૪,૮૨૯ મીટરની ઉંચાઇએ આવેલું છે. એના પછી ત્રીજા ક્રમે કોન્ડોર રેલ્વે સ્ટેશન ૪,૭૮૬ મીટર ઉંચાઇએ રીઓ મુલટોસ-પોટોસી લાઇન, બોલીવિયા ખાતે અને ચોથા ક્રમે ૪,૭૮૧ મીટરની ઉંચાઇએ લા ગલેરા રેલ્વે સ્ટેશન, પેરુ ખાતે આવેલાં છે.

તાંગ્ગુલા રેલ્વે સ્ટેશનથી ૧ કિલોમીટરથી પણ ઓછા અંતરે તાંગ્ગુલા ઘાટ આવેલો છે, જે ક્વિંગઝાંગ રેલ્વે પરનું સૌથી વધુ ઉંચાઇ પર આવેલું સ્થળ છે. આ સ્થળની ઉંચાઇ દરિયાઇ સપાટીથી ૫,૦૭૨ મીટર જેટલી છે.

અહીંનાં પ્લેટફોર્મ ૧.૨૫ કિલોમીટર લંબાઇનાં બનાવવામાં આવે છે. જ્યાં આ સ્ટેશનનું બાંધકામ કરવામાં આવ્યું છે તે સ્થળ એના અતિસુંદર દેખાવના આધારે ખાસ પસંદગી પામ્યું હતું.

ઇ.સ. ૨૦૦૮ના વર્ષમાં, તાંગ્ગુલા રેલપ્રવાસ[૧] તરફથી ખાસ પ્રવાસી ટ્રેન દ્વારા પ્રવાસનું આયોજન બેજિંગ થી લ્હાસા સુધીનું કરવામાં આવ્યું હતું, જેમાં તાંગ્ગુલા ઘાટનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રવાસ માટે ત્રણ ખાસ વિશિષ્ઠ સગવડો(લક્ઝરી) ટ્રેનો બનાવવામાં આવી હતી.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2007-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-07.
  2. Railway Gazette International (August 30, 2007). [૧]સંગ્રહિત ૨૦૧૨-૦૬-૦૮ ના રોજ વેબેક મશિન Railway Gazette International August 30, 2007: Launching luxury on line to Tibet. Retrieved August 3, 2009.

આ પણ જુઓ[ફેરફાર કરો]