તારા (મહાવિદ્યા)

વિકિપીડિયામાંથી
તારા
રક્ષણ કરનાર દેવી
દસ મહાવિદ્યાના સભ્ય
તારા દેવીનુંં ઉગ્રતાઆ સ્વરૂપ (નેવારી પદ્ધતિ)
જોડાણોપાર્વતી, મહાવિદ્યા, દેવી, કાલિ
ગ્રહગુરુ
શસ્ત્રખડગ, ખપ્પર,
જીવનસાથીશૈવ

તારા ( સંસ્કૃત: तारा ) હિંદુ ધર્મના દશા (દસ) મહાવિદ્યાઓમાંની બીજી દેવી છે. તેઓને આદિશક્તિનું એક સ્વરૂપ છે માનવામાં આવે છે, જે પાર્વતીનું તાંત્રિક સ્વરૂપ છે. તેઓનું સૌથી પ્રખ્યાત મંદિર ભારતના પશ્ચિમ બંગાળમાં તારાપીઠનું મંદિર અને સ્મશાન છે. તેઓના ત્રણ સૌથી પ્રસિદ્ધ સ્વરૂપો છે - એકજાતા, ઉગ્રતારા અને નીલાસરસ્વતી (નીલસરસ્વતી અથવા નીલા સરસ્વતી). [૧]

દંતકથાઓ અને ધર્મશાસ્ત્ર[ફેરફાર કરો]

તારાની ઉત્પત્તિની માહિતી રુદ્રયામાલના ૧૭મા અધ્યાયમાંથી મળે છે. તે અનુસાર બ્રાહ્મણ ઋષિ વસિષ્ઠના દેવીને પૂજા કરી પ્રસન્ન કરવાના પ્રારંભિક અસફળ પ્રયાસોનું વર્ણન કરે છે (બ્રહ્મયામાલા અનુસાર તેમના પ્રારંભિક સ્થાનો કામાખ્યામાં સમુદ્ર પાસે બતાવવામાં આવે છે) તેમનો અન્ય ઉલ્લેખમાં મહાસિના પ્રદેશમાં બુદ્ધના વિષ્ણુના સ્વરૂપ સાથે મુલાકાત દ્વારા દર્શાવાયો છે. શાક્ત કૌલ તંત્રના પાંચ મકરાનો ઉપયોગ કરી કૌલ સંસ્કાર દ્વારા તેમને પ્રસન્ન કરવામાં મળેલી સફળતાનો ઉલ્લેખ છે. તેઓને અથર્વવેદ (અથર્વવેદશાખિની) ના સ્વરૂપ તરીકે પણ વર્ણવવામાં આવે છે. [૨] તેઓને ભૈરવને ટોડાલા તંત્રમાં અક્ષોભ્યા તરીકે વર્ણવવામાં આવી છે કારણ કે તેમણે ઘાતક હલાહલ ઝેર ક્ષોભ વગર (અ-ક્ષોભ) પીધું હતું. [૩] સ્વતંત્ર તંત્ર અનુસાર, તારા તેમના ભક્તોને મુશ્કેલ (ઉગ્ર) જોખમોથી રક્ષણ આપે છે અને તેથી તે ઉગ્રતારા તરીકે પણ ઓળખાય છે. [૪] દેવી સર્વવ્યાપી છે અને પૃથ્વી પર પણ પ્રગટ થાય છે. [૪] જે ભક્ત તેના મંત્રને સાધે છે તેને કવિતાઓ બનાવવાની, તમામ શાસ્ત્રોની સંપૂર્ણ સમજણ મેળવવાની અને મોક્ષ પ્રાપ્ત કરવાની ક્ષમતા મળતી હોવાનું માનવામાં આવે છે. [૪]

ઐતિહાસિક મૂળ[ફેરફાર કરો]

દેવી તારાનું કલ્પનાત્મક ચિત્ર

તારાની પ્રણાલી સંભવતઃ ભીમ અથવા નીલાની પ્રણાલીઓનું સંકલન છે જે ઓડિયાના નજીક છે અને જેમાં બૌદ્ધ અને કદાચ તાઓવાદી પ્રભાવ જોવા મળે છે. શૈવવાદ અને બૌદ્ધ સંપ્રદાય વચ્ચેના સમન્વયથી હિંદુ અને બૌદ્ધ બંને, તારાની પરંપરાઓની રચના માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું. તેઓના સુખદ સ્વરૂપો બૌદ્ધોમાં લોકપ્રિય હતા, જ્યારે ભીમ-એકજાતાનો સંપ્રદાય મુખ્યત્વે શૈવમાં લોકપ્રિય હતો, જેમાંથી તે વજ્રયાન બૌદ્ધ ધર્મમાં ભળી ગયો હતો. તેને મહાચીનમાંથી વસિષ્ઠ દ્વારા પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યો હતો, જે શક્તિસંગમતંત્ર આધારે ઓળખાય છે. આ સ્થળ કૈલાસા પર્વત, માનસરોવર સરોવરના દક્ષિણ પૂર્વમાં અને રાક્ષસ તાલ સરોવરની નજીક, [૫] અથવા વૈકલ્પિક રીતે મધ્ય એશિયામાં ક્યાંક આવેલો છે . [૬] દેવતાના કેટલાક સ્વરૂપો જેમ કે મહચાચીનક્રમ-તારા, જેને ઉગ્ર-તારા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ અને બૌદ્ધ બંને પ્રણાલીઓમાં પૂજાય છે. તેણીની સાધનાનું વર્ણન શાશ્વતવજ્ર દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો સાધનાશતપંચાશિકા તરીકે ઓળખાતા સાધનાના બૌદ્ધ ગ્રંથમાં ઉલ્લેખ છે, આ લેખન ફેટકરીયા તંત્રમાં સમાવિષ્ટ છે અને કૃષ્ણપ્રેમસંબંધી વિષયવસ્તુ સાથેના બ્રહ્ત તંત્રસારા જેવા તાંત્રિક માર્ગદર્શિકાઓમાં પણ ટાંકવામાં આવી છે.[૩] [૭]

શક્તિસંગમ તંત્ર નોંધે છે કે તેની સાધના ચિનાચાર દ્વારા બે રીતે કરવામાં આવે છે, સકલચિનાચાર અને નિષ્કલચિનાકાર દ્વારા, જેમાં સકલ સ્વરૂપ બૌદ્ધ ઉપાસના પદ્ધતિઓમાં પ્રચલિત છે અને નિષ્કલ સ્વરૂપ બ્રહ્મણોમાં પ્રસિદ્ધ છે. [૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Shastri, Hirananda (1998). The Origin and Cult of Tara.
  2. Avalon, Arthur. "Shakti and Shakta". Sacred Texts.
  3. ૩.૦ ૩.૧ Bühnemann, Gudrun. "The Goddess Mahācīnakrama-Tārā (Ugra-Tārā) in Buddhist and Hindu Tantrism". Bulletin of the School of Oriental and African Studies.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Pravrajika Vedantaprana, Saptahik Bartaman, Volume 28, Issue 23, Bartaman Private Ltd., 6, JBS Haldane Avenue, 700 105 (ed. 10 October 2015) p.18
  5. Bhattacharya, Bikas Kumar (2003). Tara in Hinduism:Study with Textual and Iconographical Documentation. Eastern Book Linkers. ISBN 8178540215.
  6. "Locating Mahāchīna". Sri Kamakoti Mandali (અંગ્રેજીમાં). 2021-03-31. મેળવેલ 2021-07-25.
  7. "Tara (Buddhist Deity) (Himalayan Art)". www.himalayanart.org. મેળવેલ 2021-07-15.