તિલોત્તમા (અપ્સરા)

વિકિપીડિયામાંથી
તિલોત્તમા
તિલોત્તમા
તિલોત્તમાનું તૈલચિત્ર રાજા રવિ વર્મા દ્વારા નિર્મિત
જોડાણોઅપ્સરા
રહેઠાણસ્વર્ગ
તિલોત્તમાને મેળવવા માટે અંદરોઅંદર લડતા રાક્ષસો - સુન્દ અને ઉપસુન્દ

તિલોત્તમા (અંગ્રેજી: Tilottama; સંસ્કૃત: तिलोत्तमा) સ્વર્ગની એક પ્રખ્યાત અપ્સરાનું નામ છે.

તિલોત્તમા કશ્યપ અને અરિષ્ટાની કન્યા હતી, જે જન્મમાં બ્રાહમણી હતી, જેને અયોગ્ય સમયે સ્નાન કરવાના અપરાધમાં અપ્સરા થવાનો શાપ મળ્યો હતો. બીજી-દંતકથા અનુસાર આ કુબ્જા નામની મહિલાએ તપશ્ચર્યા દ્વારા વૈકુંઠ પદ પ્રાપ્ત કર્યું. આ સમયે સુન્દ અને ઉપસુન્દ નામના રાક્ષસોનો અત્યાચાર મોટા પ્રમાણમાં વધી ગયો હતો તેથી તેમનો સંહાર કરવા માટે બ્રહ્માજીએ વિશ્વની ઉત્તમ વસ્તુઓમાંથી તલ-તલ જેટલી સુંદરતા લઇને આ અપૂર્વ સુંદરીની રચના કરી (આથી જ તિલોત્તમા નામ પડ્યું હતું). તેને જોતાં જ બંને રાક્ષસો તેને મેળવવા માટે અંદરોઅંદર લડવા લાગ્યા અને બંને એક બીજા દ્વારા માર્યા ગયા.