લખાણ પર જાઓ

સંત તુકારામ

વિકિપીડિયામાંથી
(તુકારામ થી અહીં વાળેલું)
સંત તુકારામ
જન્મ૧૬૦૮ Edit this on Wikidata
Dehu Edit this on Wikidata

સંત તુકારામ (૧૫૬૮ અથવા ૧૬૦૮[][] - ૧૬૪૯ અથવા ૧૬૫૦[][]), જેઓ તુકારામ નામથી પણ ઓળખાય છે, ૧૭મી સદીના એક મહાન સંત કવિ હતા. તેઓ ભારતમાં લાંબા સમય સુધી ચાલેલા ભક્તિ આંદોલનના મુખ્ય આધારસ્તંભ હતા.

સંત તુકારામ વિમાનમાં બેસીને વૈકુંઠ જઈ રહ્યા છે તે દૃશ્ય

ખરું જોતા સંત તુકારામ જેવા મહાપુરુષનું લખાણ, તેમનો ઉપદેશ એક ગામ, પ્રાંત કે દેશ માટે જ ઉપયોગી ન હોઈ સમસ્ત માનવજાતિ માટે તેનો ઉપયોગ છે. માણસ - માત્રનાં કલ્યાણ અને ઉન્નતિના નિયમો અને ઉપાયો એમાં બતાવેલા હોય છે. જીવનમાં જે વિષયોને મહત્વ આપીને તેમણે પોતાનું જીવન વિતાવ્યું હોય છે તે વિષયોને સમસ્ત માનવજાતિના કલ્યાણ સાથે સંબંધ હોય છે. તેથી ચારિત્ર્યવાન, ઈશ્વરનિષ્ઠ અને સદ્‍ગુણ સંપન્ન પુરુષને કયારેય પણ એકાદ ગામના કે પ્રાંતના ન માનતાં સમસ્ત જગતના આપણે માનવા જોઈએ. કારણ કે એ સંપત્તિ સમસ્ત માનવજાતિની છે. સંત તુકારામના જેટલી ખ્યાતી કોઇ પણ સંતને પ્રાપ્ત થયેલી નથી. સંસારનો ત્યાગ ન કરતા તેમણે પરમાર્થ પ્રાપ્તિ કરી લીધી. સાદી લોકભાષામાં અભંગો રચીને લોકાને ઉપદેશ કર્યો. ઉત્કટ ભક્‍તિભાવના, નિરપેક્ષતા અને સરળતા આવા તેમના મહાન ગુણોથી લોકો તેમના તરફ આકર્ષાયા હતા. એ સમયના લોકોમાં તેઓ અત્યંત પુજનીય થયા હતા અને આજે પણ પુજનીય છે. તેમના અભંગોમાં તેમ જ તેમના ઉદ્‍ગારોમાં ઈશ્વરપ્રાપ્તિની વ્યાકુળતા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે અને જ્ઞાન આપીને તેને શાંત કરવાની પણ શક્તિ છે. જેઓ તેમનો અભ્યાસ કરશે, તેમને આ પ્રકારનો અનુભવ આવ્યા વગર રહેશે નહીં.

બહુમુખી પ્રતિભા ધરાવનાર તુકારામની ગણના મહાન ભારતીય સંતકવિમાં કરવી પડે. મરાઠી ભાષા અને સંસ્કૃતિ, મરાઠી માણસનો સ્વભાવ અને એમનાં કર્મ-વચનને પારખવાના મૂલ્યાંકનનો આધાર તુકારામની કવિતા છે. સંતકાળના છેલ્લા સર્વશ્રેષ્ઠ સંતકવિ તરીકે તુકારામનો પરિચય સ્વીકૃત છે. જીવનના પ્રભાવક ભાષ્યકાર અને ટીકાકાર, સંસ્કòતિને સ્પષ્ટ કરનાર સમાજચિંતક, સામાન્ય માણસ અને સિદ્ધ સંતનું વ્યકિતત્વ પામનાર તુકારામ મરાઠી ભાષાના શિવાજી બની રહે છે.

મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજના કાર્યકતૃત્વનો આ સમયગાળો હતો. ભૌતિક દુર્દશા અને માનસિક ગુલામગીરીમાંથી અશિક્ષિત, ગરીબ, ભોળાભાળા સમાજમાં સ્વાતંત્ર્ય,સમતા, બંધુતા અને એકતા શીખવવા શિવાજી મહારાજાએ રાજકીય સ્તરે પ્રયત્નો કર્યા. જયારે સાધુ-સંતોએ સામાજિક અને સાંસ્કૃતિક સ્તરે પ્રયાસ કર્યા. તેમાં તુકારામ અગ્રેસર હતા.

પુણેની ઉત્તરે આળંદી નજીક જ ઇંદ્રાયણી નદીના કાંઠે વસેલું દેહૂગામ તુકારામનું જન્મસ્થાન છે. તેમનું કુળનામ ‘મોરે’ અને તુકારામ બોલ્હોબા અંબિયે તેમનું સંપૂર્ણ નામ. શાહુકારનો વંશપરંપરાગત વાણિયાનો ધંધો તુકારામ ચલાવતા. પણ તેમાં સફળતા મળી નહીં અને પરિવારમાં એક પછી એક મૃત્યુ થયાં. તેમનું મન દ્રવી ઠયું. પરિવર્તન આવ્યું અને તેઓ ઇશ્વરના ચિંતનમાં ખોવાઈ ગયા. દુ:ખ, દુર્દશા,દારિદ્રયને કારણે અંદર-બહારથી તુકારામનું સંવેદનશીલ મન ભાંગી પડયું અને તેમાંથી કાવ્ય સંજીવની મળતાં તેમની કાવ્ય-ભગીરથી અવતરી. તુકારામનાં લગભગ સાડાચાર હજાર અભંગોમાં રૂપકાત્મક અભંગ બાદ કરતાં આત્મનિવેદન ઇતર અભંગ આવે છે. કારણ તે જ તુકારામનાં ચરિત્ર અને આત્મચરિત્ર બની રહે છે. પોતાનું કૂળ, જાતિ, પરિવાર, આસપાસની પરિસ્થિતિ, સમાજની દુર્દશા, જાતિ-જાતિ વરચેના ઝઘડા, ધૂર્ત સાધુગીરીની જૉવા મળતી બોલબાલા,સમાજે તુકારામને આપેલ વેદનાનું સ્પષ્ટ પ્રતિબિંબ તુકારામના અભંગોમાં જૉવા મળે છે. આત્મસંઘર્ષની કવિતા આમાંથીજ અવતરી.

ભજન, કીર્તન, સ્મરણ, ઇશ્વરને વિનવણી અને પોતાનાં સુખ-દુ:ખ ઇશ્વરને કહેવાની તુકારામની ભૂમિકા સગુણભકિતની ભૂમિકા છે. આત્મ ઉન્નતિની લગની, વિશ્વનું કલ્યાણ અને દુર્જનોને ફટકારવાનું ઘ્યેય ‘ધર્મ રક્ષણાર્થે કરવું પડયું અમારે’ અથવા ‘અમે વિષ્ણુદાસ આવ્યા જ આ કારણે’ માંથી સ્વકર્તવ્ય અને પોતાની સમક્ષનો આદર્શ તુકારામે સ્પષ્ટ કર્યો.

‘રાત-દિવસ અમારે યુદ્ધનો પ્રસંગ’ એમ કહીને તુકારામે મન, દેહ, સમાજ, ઇશ્વર વરચેનો સંઘર્ષ વર્ણવ્યો. મોકળા મને સ્પષ્ટવકતાપણા દ્વારા અને પ્રત્યક્ષ નિષ્ઠાથી તુકારામ અભંગો દ્વારા બોલવા લાગે છે. આ બોલ અનુભવના હોવાને કારણે સામાન્ય માણસને પોતાનું જ રૂપ તેમાં જૉવા મળે છે. જાનપદ, ગામઠી, લોકજીવનની ગંધ ધરાવનારી તેમની ભાષા સામાન્ય માણસને પોતીકી લાગે છે. એટલું જ નહીં પણ આધુનિક મરાઠી કવિતા પર અને વિચારકો પર તુકારામે પોતાના વિચાર અને ભાષાની અમીટ છાપ ઉપસાવી છે. સુભાષિતની પેલે પારના તુકારામનાં અભંગો વૈશિષ્ટપૂર્ણ નીવડયાં છે.

‘અંતરીચે ધાવે સ્વભાવે બાહેરી’ જેવું તુકારામનું મન પારદર્શક હતું. તુકારામ વારકરી સંપ્રદાયના સ્વતંત્ર ટેકના એક સુધારક સંત હતા. તેઓ નવસમાજ રચના ઇરછતા હતા. તે માટે સ્વયંપ્રેરિત આત્માશોધ તુકારામે સંઘર્ષમાંથી મેળવી અને આત્મસાક્ષાત્કાર પછી ઉપદેશની ભૂમિકા ધારણ કરીને સમાજના દોષ નષ્ટ કરવા માટે પોતાની વાણી ધારદાર બનાવી.ભકિત, જ્ઞાન, વૈરાગ્યને સંસાર અને પરમાર્થમાં એકરૂપ કયાô અને બહુજન સમાજને મોક્ષની દિશા ચીંધી.

તુકારામને પોતાની અભંગ રચનાઓ દ્વારા જેમ ભકિતના કેસરના બાગ ખીલવ્યા. તે જ રીતે જેવા સાથે તેવા થઈ દંભીઓના દંભ ઉપર પ્રહાર સુઘ્ધાં કર્યા. મરાઠી માણસના ‘ખડા બોલ’ તુકારામની કવિતામાં સંભળાય છે. ‘મઉ મેણાહુનિ આમ્હી વિષ્ણુદાસ કિઠણ વજ્રાસ ભેદૂ ઐસે.’ વજ્રાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ’ જેવું તુકારામનું ભાવવિશ્વ અને સંતકરણ હતું.

તુકારામે સમાજનું નેતૃત્વ લીધું અને નવસમાજ નિર્માણ માટે પોતાની વાણી રેલાવી. આઘ્યાત્મ અને વાસ્તવિક વ્યવહારના સમન્વય દ્વારા ભકિતના એકસૂત્રમાં સમાજને સંગિઠત કર્યો. એટલે જ મહારાષ્ટ્ર પર પરદેશી આક્રમણો થયાં છતાં મરાઠી મન અને મરાઠી ટેક ‘અભંગ’ રહ્યાં. તુકારામના ભકિત વિચારને નીતિવચારનો આધાર છે. અદ્વૈત ભકિતના પાયા પર માનવતાનું ‘જાગરણ’ તુકારામે કર્યું. એટલે તેઓ ‘ભોરપી’ (બહુરૂપી) ‘જાગલ્યા’ ‘રાતિ પ્રહરી’ સ્વરૂપના સુધારક બની રહ્યા.

તેમણે કર્મપ્રધાન ભકિતમાર્ગનો સમાજને ઉપદેશ આપ્યો. સમાજનું નેતૃત્વ કર્યું તેમજ વિશ્વબંધુત્વના યશોગીત દૃઢતાપૂર્વક ગાયાં. તુકારામનું સાહિત્ય સુઘ્ધાં તેમના અનેકવિધ ગુણ વૈશિષ્ટને કારણે મહત્ત્વનું બની રહ્યું. તુકારામનાં અભંગમાં ‘સંસૃતિ ટીકા’ આવી છે. દંભ, દર્પ, મદ, મત્સર પર તેમણે પ્રહાર કર્યા. મરાઠી માટીની ગંધમાંથી નિર્માણ થયેલ તેમની કવિતામાં ચૈતન્ય અને કલાત્મકતા સાથે જ સાંસ્કòતિક સંઘર્ષનો આશય જનસામાન્યને ગમ્યો, ગળે તર્યો, જીવન અને કાવ્યનું એકાત્મ, ગોળીબંધ રૂપ સાધનાર તેમના અભંગ પ્રદીર્ધ સમય સુધી પ્રભાવક નીવડયાં. આત્મનિષ્ઠ કાવ્યનો આવિષ્કાર, અનુભવની ઉત્કટતા. સૌમ્યતાપૂર્વક આવિષ્કòત થયેલો આશય, નિસ્પૃહ શૈલી જેવાં વિલોભનીય સ્વરૂપે રચાયેલાં તેમનાં કાવ્યો ચિરકાળ ટકી રહેનારાં નીવડયાં. મરાઠી સંસ્કòતિ, મરાઠી અસ્મિતા અને મરાઠી માટીના સાલંકòતદર્શન તુકારામે કરાવ્યો ‘અણુરેણુયા થોકડા-તુકા આકાશ એવઢા’ કહેનાર તુકારામનો મરાઠી સમાજે કવિ, સમાજચિંતક, વિચારક, દૃષ્ટા ,શિક્ષક, સૃષ્ટિ ટીકાકાર. માનવતાવાદી ગૃહસ્થ. લોકશિક્ષક જેવાં અનેકવિધ-સ્વરૂપોમાં સ્વીકાર કર્યો.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. RD Ranade (૧૯૯૪), Tukaram, State University of New York Press, ISBN 978-0791420928, પાનાં ૩-૭
  2. ૨.૦ ૨.૧ SG Tulpule (1992), Devotional Literature in South Asia (Editor: RS McGregor), Cambridge University Press, ISBN 978-0521413114, પાનું ૧૪૮
  3. RD Ranade (1994), Tukaram, State University of New York Press, ISBN 978-0791420928, પાનાંઓ ૧-૨

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]